શાહી ટીંડા-પનીર

એક મિક્સર જારમાં શેકેલી ખસખસને પીસી લેવી.

inda

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    ૨૫૦ ગ્રામ ટીંડા કાપેલા અથવા આખા

+    અડધો કપ પનીર ખમણેલું

+    ૧/૪ કપ માવો

+    ૧ ટેબલ-સ્પૂન ખસખસ

+    ૧ ટી-સ્પૂન વરિયાળી પાઉડર

+    ૧ નંગ કાંદો સમારેલો

+    ૩ નંગ ટમૅટો પલ્પ

+    ૧ ટી-સ્પૂન લસણ

+    બે ટેબલ-સ્પૂન આદું-મરચાંની પેસ્ટ

+    ૧ ટી-સ્પૂન ગરમ મસાલો

+    ૧ ટી-સ્પૂન લાલ મરચું પાઉડર

+    મીઠું

+    ૧ ટેબલ-સ્પૂન કોથમીર

+    દોઢ ટી-સ્પૂન ધાણાજીરું પાઉડર

+    અડધી ટી-સ્પૂન હળદર

+    ચપટી હિંગ

+    વઘાર માટે બે ટેબલ-સ્પૂન ઘી અથવા તેલ

રીત

૧.
એક મિક્સર જારમાં શેકેલી ખસખસને પીસી લેવી. એમાં મીઠું, વરિયાળી, લસણ, આદું-મરચાં, ગરમ મસાલો, મરચું, હળદર નાખીને પીસી લેવું. સાઇડમાં રાખવું.

૨. એક પૅનમાં ઘી અથવા તેલ ગરમ કરી એમાં કાંદાને સાંતળવા. એમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટને સાંતળવી.

૩. ધોઈને લૂછીને ટીંડાની છાલ કાઢવી અથવા એમ જ પૅનમાં મસાલા સાથે મિક્સ કરી ઢાંકીને ઢાંકણ પર પાણી નાખી વરાળે સીઝવા દેવું. સીઝી જાય પછી એમાં ટમૅટો પ્યુરી, માવો અને પનીર (મસળીને) મિક્સ કરી લેવું. એના પર કોથમીર છાંટીને સર્વ કરવું.

નોંધ

૧.
ટીંડાને તળીને વાપરી શકાય.

૨.
અથવા માવો, પનીર અને મીઠું અને મસાલો મિક્સ કરી એને ટીંડામાં ભરીને પછી સાંતળીને શાકને ચડવા દેવું. એમાં ટમૅટો પ્યુરીની જગ્યાએ કાપેલાં ટમેટાં ઉમેરી મિક્સ કરવાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK