સીખ કબાબ

એક પૅનમાં તેલ લઈ એમાં શાહજીરું તથા આદું-મરચાંની પેસ્ટ સાંતળવી.

kabab

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    ૩ બટાટા / શકરિયાં / કેળાં બાફેલાં

+    ૧ કપ ગ્રીન વટાણા બાફેલા

+    અડધો કપ ગાજર ખમણેલાં

+    અડધો કપ કાંદા ચૉપ્ડ

+    ૧ કપ પાલક ચૉપ્ડ

+    મીઠું

+    અડધી ટી-સ્પૂન શાહજીરું

+    ૨ ટેબલ-સ્પૂન આદું-મરચાંની પેસ્ટ

+    ૨ ટી-સ્પૂન ચાટ મસાલો

છાંટવા માટે

+    ૧ ટેબલ-સ્પૂન ચણાનો લોટ

+    ૧ ટેબલ-સ્પૂન તેલ

+    ૧/૪ ટી-સ્પૂન હળદર

રીત


૧. એક પૅનમાં તેલ લઈ એમાં શાહજીરું તથા આદું-મરચાંની પેસ્ટ સાંતળવી. સાથે કાંદા મિક્સ કરી બધી શાકભાજી મિક્સ કરી સાંતળવી. એમાં ૧/૪ ટી-સ્પૂન હળદર મિક્સ કરી સાંતળવી. શાકભાજી એકદમ કોરાં કરવાં.

૨. એને એક મિક્સચર જારમાં પીસી લેવી. (શાકભાજીને જરાક જ મિક્સચરમાં પીસવી, પેસ્ટ જેવી નહીં).

૩. એ જ પૅનમાં ચણાનો લોટ શેકવો અથવા દાળિïયાનો લોટ (શેકેલા ચણાનો લોટ) ચાલે.

૪. એક બોલમાં ચણાનો લોટ, મિક્સ કરેલાં શાકભાજી, બાફેલા બટાટા, મીઠું, લીંબુનો રસ મિક્સ કરી એને કૉકટેલ સાથે સ્ટીક પર ભીના હાથ કરી દબાવીને શેપમાં ગોઠવવું. ગરમ અવનમાં અથïવા પૅનમાં અડધો ટી-સ્પૂન તેલ લગાડી બન્ને સાઇડ ગુલાબી શેકવા. એના પર ચાટ મસાલો છાંટીને ટમૅટો કેચપ અથવા ચટણી સાથે સર્વ કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK