રાઇસ પકોડા

એક પૅનમાં તેલ લઈને એમાં આદું-મરચાં-કાંદાને સાંતળવાં, કાંદા સંતળાઈ જાય પછી એમાં કોબી અને પાલક અથવા મેથીને સાંતળવી.

rice pakoda

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+ ૧ કપ વધેલા રાઇસ

+ ૨ મીડિયમ બાફેલા બટાટા

+ ૧ ટેબલ-સ્પૂન કોથમીર - ચૉપ્ડ

+ અડધો કપ પાલક અથવા મેથી

+ અડધો કપ કોબી

+ ૧/૪ ટી-સ્પૂન ચાટ મસાલો

+ ૧/૪ ટી-સ્પૂન હળદર

+ ૧ ટેબલ-સ્પૂન આદું-મરચા - ક્રશ

+ ૧ નંગ ઝીણો સમારેલો કાંદો

+ મીઠું સ્વાદ પ્રમાણે

+ ૧ ટી-સ્પૂન સોયા સૉસ

+ ૧/૪ ટી-સ્પૂન કાળું મીઠું (સંચળ)

+ ૨ ટેબલ-સ્પૂન મેંદાની સ્લરી

+ ૪ ટેબલ-સ્પૂન પૌંઆનો ભૂકો અથવા બ્રેડ ક્રમ્બ્સ

+ તેલ તળવા માટે

+ ૧ ટેબલ-સ્પૂન તેલ વઘાર માટે

રીત

૧. એક પૅનમાં તેલ લઈને એમાં આદું-મરચાં-કાંદાને સાંતળવાં, કાંદા સંતળાઈ જાય પછી એમાં કોબી અને પાલક અથવા મેથીને સાંતળવી. એમાં હળદર મિક્સ કરી ગૅસ બંધ કરીને ઠંડું કરવું.

૨. એક બોલમાં બાફેલા બટાટાને સ્મૅશ કરવા, સાથે વધેલા રાઇસ, શાકભાજી અને બાકીની બધી સામગ્રી મિક્સ કરીને એનો મનગમતો શેપ વાળવો.

૩. મેંદામાં પાણી, મીઠું, મરી નાખીને સ્લરી બનાવવી. એમાં આ રાઇસ બોલને બોળીને પૌંઆના ભૂકામાં અથવા બ્રેડ ક્રમ્બસમાં રગદોળીને ગરમ તેલમાં ગુલાબી તળીને ચટણી અથવા કૅચઅપ સાથે ગરમાગરમ સર્વ કરવા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK