૭૨મો સ્વતંત્રતા દિવસ મનાવીએ આ ત્રિરંગી હેલ્ધી વાનગીઓ સાથે

દરેક દિવસની ઉજવણી કોઈ ખાસ રીતે થાય તો એ વધુ ગમે છે. ઉજવણી સાથે ફૂડનો સીધો સંબંધ છે. ભારતીયો કોઈ પણ ઉજાણી ફૂડ વગર કરે એ શક્ય જ નથી. આજે જ્યારે આખો દેશ ત્રણ રંગે રંગાતો હોય ત્યારે આપણું ફૂડ કેમ એમાંથી બાકાત રહી જાય? ચાલો ત્યારે બનાવીએ ત્રિરંગી વાનગીઓ જે ફક્ત સુંદર દેખાતી નથી, એકદમ હેલ્ધી પણ છે

જિગીષા જૈન

દરેક દિવસની ઉજવણી કોઈ ખાસ રીતે થાય તો એ વધુ ગમે છે. ઉજવણી સાથે ફૂડનો સીધો સંબંધ છે. ભારતીયો કોઈ પણ ઉજાણી ફૂડ વગર કરે એ શક્ય જ નથી. આજે જ્યારે આખો દેશ ત્રણ રંગે રંગાતો હોય ત્યારે આપણું ફૂડ કેમ એમાંથી બાકાત રહી જાય? ચાલો ત્યારે બનાવીએ ત્રિરંગી વાનગીઓ જે ફક્ત સુંદર દેખાતી નથી, એકદમ હેલ્ધી પણ છે

ત્રિરંગી ઢોકળાં

dhoklaઆ વાનગીને અહીં મૂકવાનો આશય મુખ્ય એ છે કે ઢોકળાં આપણી ગુજરાતી વાનગી છે જેને સોડા ઉમેરીને કે તેલનો વધુપડતો ઉપયોગ કરીને અનહેલ્ધી વાનગીઓના લિસ્ટમાં મૂકવામાં આવી છે. હકીકતે આથો આવેલાં ઢોકળાં એકદમ હેલ્ધી ગણાય છે. વળી ત્રિરંગી ઢોકળાં બનવવા માટે જે નૅચરલ વસ્તુઓ વાપરવામાં આવે છે એ એના ગુણોમાં વધારો કરે છે.


સામગ્રી


ઢોકળાનું ખીરું : ઢોકળાનું ખીરું ઘણી જગ્યાએ તૈયાર મળે છે એ ચાલે. અથવા એનો લોટ તૈયાર મળતો હોય છે, જેને છાશમાં પલાળીને આથો આવવા માટે
૫-૭ કલાક રાખી મૂકવો. આથો આવી જાય એટલે ખીરું તૈયાર.
કેસરી રંગ માટે : ગાજરને બાફીને ક્રશ કરી લેવા. એકદમ સ્મૂધ પ્યુરી તૈયાર કરવી.
લીલા રંગ માટે : પાલકને બ્લાન્ચ કરીને એની સ્મૂધ પ્યુરી બનાવવી, જેમાં કોથમીર-મરચાં પીસી શકાય.
વઘાર માટે :  તેલ, રાઈ, જીરું, તલ, તમાલપત્ર, લીમડો વાપરવાં.


રીત


પહેલાં ઢોકળાનું ખીરું ત્રણ સરખા ભાગમાં વહેંચી લેવું. કુકરના ડબ્બામાં આ ઢોકળાં સરસ બનશે. એ ન હોય તો કેકના કન્ટેનરમાં પણ એ સારું બનશે. એમાં ચારે તરફ તેલ લગાવી લેવું. ખીરાના એક ભાગમાં પીસેલી પાલક ઉમેરવી અને ખીરાનો રંગ એકદમ લીલો લાગે તો એને કુકરમાં નાખી બાફવા મૂકવું. પાંચ મિનિટ પછી એ થોડું સખત થઈ ગયું હશે અને એણે આકાર લઈ લીધો હશે ત્યારે સફેદ ખીરું નાખવું અને એની પાંચ મિનિટ પછી જે ખીરામાં ગાજર પીસેલું ઉમેર્યું છે એ નાખવું. ત્રણેય લેયરને એકસાથે ૧૦ મિનિટ બાફવું. એક સળી નાખીને ચકાસવું. બફાઈ ગયું હોય તો બહાર કાઢી લેવું. વઘાર કરીને ખાઈ શકો છો. આ ત્રિરંગી ઢોકળાંની જેમ જ ત્રિરંગી ઇડલી કે ઢોસા પણ બની શકે છે. એ બન્ને પણ એટલાં જ હેલ્ધી ગણાય છે.

ત્રિરંગા ભાત

bhat


પાલક ભાત માટે સામગ્રી


+ ૧ કપ બાફેલા ભાત
+ પોણો કપ પાલકની પ્યુરી
+    ૩ ચમચા કાંદા સુધારેલા
+ ૧ કપ મેથી સુધારેલી
+ ૧ ચમચી જીરું
+    અડધી ચમચી લીલાં મરચાંની પેસ્ટ
+    ૧ ચમચી તેલ
+    મીઠું સ્વાદ અનુસાર


રીત


કડાઈમાં તેલ ગરમ મૂકો અને જીરાનો વઘાર કરો. એમાં કાંદા સાંતળો. મેથી-પાલકની પ્યુરી અને લીલાં મરચાંની પેસ્ટ સાંતળો. વધુ ન પકવો નહીંતર રંગ ઊડી જશે. થોડું પાકે એમ લાગે એટલે તરત ગૅસ બંધ કરો અને ભાત ઉમેરી મિક્સ કરો.


પેપર ચીઝ રાઇસ બનાવવા માટે સામગ્રી
+    ૧ કપ બાફેલો ભાત
+    ૧ ચમચો સુધારેલી સેલરી
+    ૧ ચમચો સુધારેલી કોથમીર
+    બે ચમચા પ્રોસેસ્ડ ચીઝ (ઑપ્શનલ)
+    અડધી ચમચી તાજો બનાવેલો મરીનો પાઉડર
+    ૧ ચમચી તેલ
+    મીઠું સ્વાદ અનુસાર


રીત
તેલ ગરમ કરો અને એમાં સેલરી અને કોથમીરનાં પાનને થોડાં સાંતળો. તરત જ ભાત નાખો અને ઉપર ચીઝ ઉમેરી મીઠું અને મરી છાંટો. ગૅસ બંધ કરીને એને બાજુ પર મૂકો.


ટમેટો ભાત બનાવવાની સામગ્રી


+    ૧ કપ ટમેટાની પ્યુરી
+    ૧ સમારેલો કાંદો
+    અડધો કપ લાલ-પીળા બેલ પેપર્સ
+    અધો કપ ઝુકિની
+    અડધો કપ બેબીકૉર્ન
+    ૧ ચમચો બેસિલનાં પાન
+    ૧ ચમચી ચિલી ફ્લેક્સ
+    ૧ ચમચો તેલ
+    મીઠું સ્વાદ અનુસાર


રીત


તેલ મૂકો અને એમાં દરેક શાકભાજી સાંતળી લો. છેલ્લે ટમેટાની પ્યુરી નાખો અને તેલ છૂટું ન પડે ત્યાં સુધી સાંતળો. ગ્રેવી જેટલું થિક ન હોવું જોઈએ. પાણી એકદમ સુકાઈ જાય એવું લાગે ત્યારે ભાત ઉમેરો. ચિલી ફ્લેક્સ અને બેસિલનાં પાન ભેળવો. આ ત્રણેય ભાતને એકની ઉપર એક એમ સેટ કરીને પીરસો. આ વાનગીમાં ઉપયોગમાં આવેલી દરેક વસ્તુ હેલ્ધી છે અને સંપૂર્ણ મીલની ગરજ સારે છે.
(વાનગી - ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ)

ત્રિરંગી સૅલડ

salad


સામગ્રી
+    ૧ કપ કેસરિયા કોળાના ટુકડા
+    અડધો કપ પાલક
+    પા કપ પનીરના ટુકડા
+    બે ચમચા ફેટા ચીઝ
+    ૧ ચમચો તલ
+    ૧ ચમચી તેલ
+    મીઠું, લીંબુ, હબ્ર્સ અને ચિલી ફ્લેક્સ સ્વાદ અનુસારદરેક દિવસની ઉજવણી કોઈ ખાસ રીતે થાય તો એ વધુ ગમે છે. ઉજવણી સાથે ફૂડનો સીધો સંબંધ છે. ભારતીયો કોઈ પણ ઉજાણી ફૂડ વગર કરે એ શક્ય જ નથી. આજે જ્યારે આખો દેશ ત્રણ રંગે રંગાતો હોય ત્યારે આપણું ફૂડ કેમ એમાંથી બાકાત રહી જાય? ચાલો ત્યારે બનાવીએ ત્રિરંગી વાનગીઓ જે ફક્ત સુંદર દેખાતી નથી, એકદમ હેલ્ધી પણ છે
પહેલાં કોળું શેકી લો. કોળાને તંદૂરમાં શેકશો તો એનો સ્વાદ અત્યંત સારો આવશે, પણ તંદૂર ન હોય તો કોઈ તકલીફ નથી. ગૅસ પર પણ શેકી શકાય. તવામાં થોડું તેલ લઈને પણ શેકી શકાય છે. આ સિવાય અવનમાં પણ શેકાશે. પનીરને પણ તવા પર શેકી લો. તેલ નહીં નાખો તો પણ સારું શેકાશે. પાલકને બ્લાન્ચ કરવાની છે. બ્લાન્ચ કરવા માટે પહેલાં પાલકને વ્યવસ્થિત ધોઈને ગરમ પાણીમાં નાખવી. બે મિનિટમાં એને બહાર કાઢીને તરત જ બરફના ઠંડા પાણીમાં નાખવી. આમ પાલક પાકી પણ જશે અને એનો રંગ પણ યથાવત્ રહેશે. એક બોલમાં આ બધી જ વસ્તુઓ ભેગી કરો. એમાં શેકેલા તલ ઉમેરો. ઉપરથી ફેટા ચીઝ નાખો. મીઠું, લીંબુ, હબ્ર્સ કે ચિલી ફ્લેક્સ તમારા સ્વાદ મુજબ ઉમેરો અને હેલ્ધી ત્રિરંગી સૅલડ તૈયાર.
(વાનગી - ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ)

ત્રિરંગી પૉપ્સિકલ્સ

પૉપ્સિકલ આમ તો ઘણી જ પ્રખ્યાત છે, પરંતુ જો તમને નામ ન સમજાય તો એને કૅન્ડી કહી શકો છો. પૉપ્સિકલ્સ આઇસક્રીમનું હેલ્ધી વર્ઝન છે, જે ખૂબ સરળતાથી ઘરે બને છે અને ખાવામાં પણ મજા આવે છે.


સામગ્રી
+    ૧ કપ સંતરાનાં બીજ અને છાલ કાઢેલા પીસ 
+    ૧ કપ લીચી ઠળિયાi કાઢેલી
+    ૧ કપ કિવી છાલ ઉતારેલી


રીત
દરેક ફળને બ્લેન્ડરમાં પીસવાનું છે પાણી નાખ્યા વગર. એટલે સમજો કે એનો જૂસ જ બનાવવાનો છે. મહkવનું એ છે કે ફળ જેમ છે એમ જ પીસવાનું અને એને ગાળવાનું પણ નહીં. પહેલાં સંતરાનો પલ્પ જે પીસ્યો છે એને પૉપ્સિકલ મોલ્ડ આવે છે એમાં ત્રીજા ભાગ સુધીનું ભરો. જો એ મોલ્ડ ખરીદવા ન હોય તો પેપર ગ્લાસ આવે છે એ પણ વાપરી શકાય. પેપર ગ્લાસમાં થોડે સુધી એ સંતરાનો પલ્પ ભરો અને એમાં કુલ્ફીની સળીને સેટ કરીને ફ્રીઝરમાં મૂકો. એ થોડું જામી જાય એટલે લીચીનો પલ્પ તૈયાર કરો. જો લીચી ન મળે તો એની જગ્યાએ ઘરે બનાવેલું લીંબુ શરબત પણ વાપરી શકાય. જો એને મીઠું બનાવવું હોય તો લીંબુ શરબતની જગ્યાએ કેળાનો શેક પણ વાપરી શકાય. ક્રીએટિવિટી અને પસંદ અહીં તમારી છે. લીચીનો પલ્પ બીજા ભાગ તરીકે ઉમેરો અને ફરીથી જામવા મૂકો. એ જામી જાય એટલે કિવીને ક્રશ કરીને એમાં ભરો. આખો ગ્લાસ કે મોલ્ડ ભરાઈ જાય એટલે બંધ કરીને ફ્રિજમાં મૂકી દો. જામી જશે એટલે તૈયાર તમારી ત્રિરંગી પૉપ્સિકલ્સ.
(વાનગી - ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK