રાજકચોરી

એક બોલમાં મેંદો, રવો, ઘી, તેલ, મીઠું મિક્સ કરી પાણીથી સૉફ્ટ લોટ બાંધવો. પંદર-વીસ મિનિટ માટે રાખવું.


rakkachori



આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

 બે કપ મેંદો

 બે ટેબલ-સ્પૂન રવો

 ૧/૪ કપ ઘી / તેલ

 મીઠું

 ચપટી ઈનો સોડા

 તેલ / ઘી તળવા માટે

સ્ટફિંગ

 ૧ કપ બાફેલા છોલે / મગ

 બે નંગ બાફેલા બટાટાના પીસ

 ૩ ટેબલ-સ્પૂન બુંદી

 ૧/૪ કપ સેવ

 બે ટેબલ-સ્પૂન દાડમના દાણા, કોથમીર

 ૧ કપ દહીં, મીઠું, સાકર

 અડધો કપ કોથમીર-ફુદીનાની ચટણી

 અડધો કપ ગોળ-આમલીની ચટણી/ખજૂર

 ૧ ટી-સ્પૂન જીરું પાઉડર

 ૧ ટી-સ્પૂન લાલ મરચાનો પાઉડર

 ૧ ટી-સ્પૂન સંચળ પાઉડર

રીત

૧. એક બોલમાં મેંદો, રવો, ઘી, તેલ, મીઠું મિક્સ કરી પાણીથી સૉફ્ટ લોટ બાંધવો. પંદર-વીસ મિનિટ માટે રાખવું.

૨. સ્ટફિંગની સામગ્રી ચટણી, દહીં અને મસાલા પાઉડર છોડીને મિક્સ કરી રાખવી.

૩. તેલ ગરમ કરી એમાં આ લોટમાંથી લૂઓ લઈ મોટી સાઇઝની પૂરી વણી એને તેલમાં બન્ને સાઇડ ગુલાબી કલરની તળી લેવી. ઠંડી કરવી.

૪. એક પ્લેટમાં એક પૂરી લઈ એમાં ઉપરથી કાણું કરીને એમાં બટાટા, છોલે, બુંદી, દહીં, ચટણી ઉમેરવાં. એના પર કોથમીર, દાડમ અને જીરું પાઉડર, સંચળ પાઉડર,લાલ મરચાનો પાઉડર છાંટીને તરત જ સર્વ કરવું.

નોંધ : આમાં મગની દાળનાં નાનાં વડાં બનાવી એને પાણીમાંથી કાઢી વાપરી શકાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK