પાપડ પરાઠા

લોટ બાંધવા માટેની બધી સામગ્રી મિક્સ કરીને મીડિયમ કણક બાંધી લેવી.

papad paratha

રીડર્સ રેસિપી - મીનાક્ષી કેનિયા

સામગ્રી

લોટ બાંધવા માટે

+ ૨ કપ ઘઉંનો લોટ

+ ૧ ચમચી તેલ

+ સ્વાદ અનુસાર મીઠું

+ જોઈતા પ્રમાણમાં પાણી

સ્ટફિંગ માટે

+ ૧ ચમચો તેલ (સાંતળવા માટે)

+ ૧ ચમચી જીરું

+ ૧/૪ ચમચી હિંગ

+ અડધો કપ ઝીણાં સમારેલાં કાંદા, શિમલા મરચું, ટમેટું, કોબી

+ ૧/૪ કપ છીણેલું ગાજર

+ ૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર

+ ૧ ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ

+ ૧ ચમચી શાકનો ગરમ મસાલો

+ ૧ ચમચી લાલ મરચું

+ ૧/૪ ચમચી હળદર

+ ૬ નંગ તળેલા પાપડનો ભૂકો

+ ઘી (પરાઠા શેકવા માટે)

+ મીઠું સ્વાદ અનુસાર

+ સર્વ કરવા માટે મસાલા દહીં

+ શણગારવા માટે છીણેલું ચીઝ

રીત


લોટ બાંધવા માટેની બધી સામગ્રી મિક્સ કરીને મીડિયમ કણક બાંધી લેવી. એને અડધો કલાક એક બાજુએ રાખવી. એક પૅનમાં તેલ ગરમ કરી એમાં જીરું, હિંગ, આદું-મરચાં-લસણની પેસ્ટ અને પાપડ સિવાયની અન્ય સામગ્રી ઉમેરવી. એને પાંચથી સાત મિનિટ માટે ફાસ્ટ ગૅસ પર સાંતળવું. પછી સ્ટફિંગને ઠંડું કરવા રાખવું. છેલ્લે એમાં પાપડનો ભૂકો ઉમેરવો. કણકના લૂઆ વાળી પાંચથી છ ઇંચની પૂરી વણો અને એની વચ્ચેના ભાગમાં પૂરણ ભરીને લૂઆ કરો. પૂરી વણીને એને ઘીથી બન્ને બાજુએ બદામી રંગ થાય ત્યાં સુધી શેકી લો. એને મસાલા દહીં સાથે સર્વ કરી શકાય. એને ચીઝથી શણગારો.

તમારી રેસિપી મોકલો

મિડ-ડે ઇન્વાઇટ કરે છે તમામ કિચન-ક્વીન ગુજરાતી નારીઓને અને રસોઈકળામાં રસ ધરાવતા પુરુષોને - તમારી સ્પેશ્યલિટી ગણાતી હોય એવી હટકે વાનગીની રેસિપી એના કલર ફોટો સાથે અમને મોકલી આપો. સાથે તમારો ફોટો પણ મોકલજો. અમને એ પબ્લિશ કરવાનું ગમશે. રેસિપી અને ફોટો તમે અમને This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it પર ઈ-મેઇલ કરી શકો છો અથવા મિડ-ડેના સરનામે કુરિયર દ્વારા અથવા રૂબરૂ મોકલી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK