ઓટ્સ ઇડલી

એક પૅનમાં તેલ ગરમ કરી એમાં રાઈ નાખી તતડે એટલે એમાં અડદની દાળ ગુલાબી થાય એટલે એમાં લીલાં મરચાં, લીમડો, હિંગ નાખી વઘાર કરવો.

oats idli

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    દોઢ કપ ઓટ્સ - રોસ્ટ કરી લેવો     પાંચ મિનિટ માટે

+    ૧ કપ રવો (ઉપમા રવો)

+    ૧ કપ દહીં

+    ૧ મીડિયમ ગાજર ખમણેલું

+    બે લીલાં મરચાં ચૉપ્ડ

+    ૩ ટેબલ-સ્પૂન કોથમીર કાપેલી

+    ૧ લીલા કાંદાનાં પાન (જોઈએ તો)

+    ૧ ટી-સ્પૂન લીલા લીમડાનાં પાન ચૉપ્ડ

+    અડધી ટી-સ્પૂન ઈનો, ફ્રૂટસૉલ્ટ અથવા સોડા

+    ૧ ટી-સ્પૂન તેલ, ૧ ટી-સ્પૂન રાઈ, ૧ ટી-સ્પૂન અડદ

+    અડધી ટી-સ્પૂન જીરું

+    ૧/૪ ટી-સ્પૂન હિંગ

+    મીઠું

+    પાણી જોઈતા પ્રમાણમાં

રીત

. એક પૅનમાં તેલ ગરમ કરી એમાં રાઈ નાખી તતડે એટલે એમાં અડદની દાળ ગુલાબી થાય એટલે એમાં લીલાં મરચાં, લીમડો, હિંગ નાખી વઘાર કરવો. એમાં ખમણેલું ગાજર બે મિનિટ માટે સાંતળવું.

૨.
એમાં રવો મિક્સ કરી પાંચ મિનિટ માટે સરખો શેકી લેવો. એમાં કોથમીર નાખી ગૅસ બંધ કરવો.

૩.
એમાં પાઉડર ઓટ્સ, મીઠું, દહીં મિક્સ કરી જોઈતા પ્રમાણમાં પાણી નાખી બૅટર બનાવવું. થિક બૅટર બનાવવું.

૪. ઇડલીના સ્ટૅન્ડને તેલ અથવા બટરથી ગ્રીસ કરવું. એમાં ઈનો સોડા નાખી ઇડલી બૅટર સ્ટૅન્ડમાં ભરી એને ૧૨-૧૫ મિનિટ માટે બાફી લેવી. આને ઇડલી ચટણી સાથે અથવા ચૉઇસ પ્રમાણેની ચટણી સાથે સર્વ કરવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy