મટર નિમોના વેજિટેબલ્સ

એક મિક્સર જારમાં કોથમીર, લીલાં મરચાં, લસણ અને આદુંને પીસીને પેસ્ટ બનાવવી.

mutter

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    ૨ કપ વટાણાના દાણા

+    ૨ મિડિયમ બટાટા

+    ૧ નંગ ટમેટું

+    ૧ નંગ કાંદો

+    ૩ ટેબલ-સ્પૂન રાઈનું તેલ

+    ૧ નંગ મરચું

+    અડધો ઇંચ આદું પીસ

+    ૧/૨ કપ કોથમીર સમારેલી

+    ૭-૮ નંગ લસણની કળી

+    ૧/૪ ટી-સ્પૂન હિંગ

+    ૧ ટી-સ્પૂન જીરું

+    ૧/૨ ટી-સ્પૂન હળદર

+    ૧ ટી-સ્પૂન ધાણા પાઉડર

+    ૧/૨ ટી-સ્પૂન લાલ મરચાં પાઉડર

+    ૧/૨ ટી-સ્પૂન ગરમ મસાલા પાઉડર

+    મીઠું

રીત

૧.
એક મિક્સર જારમાં કોથમીર, લીલાં મરચાં, લસણ અને આદુંને પીસીને પેસ્ટ બનાવવી.

૨. ટમેટાની અલગ મિક્સર જારમાં પ્યુરી કરી લેવી.

૩. કાંદાની અલગ મિક્સર જારમાં પેસ્ટ કરવી.

૪. આ જ રીતે વટાણાની મિક્સર જારમાં પેસ્ટ કરવી. બધી સામગ્રીની અલગ-અલગ પેસ્ટ કરી લેવી.

૫. એક પૅનમાં તેલ ગરમ કરી એમાં બટાટાના ટુકડાને સાંતળી લેવા. એને બહાર કાઢીને ઠંડા કરવા. એમાં જીરુ નાખીને સાંતળવું. પછી એમાં હિંગ નાખીને કાંદાની પેસ્ટ ઍડ કરી કુક કરવું. કાંદાની પેસ્ટ લાઇટ બ્રાઉન થાય ત્યારે એમાં વટાણાની પેસ્ટ ઉમેરીને એને ચાર-પાંચ મિનિટ માટે કુક કરવું.

૬. વટાણા કુક થાય ત્યારે એમાં બધા સૂકા મસાલા ઉમેરી એકદમ લચકા પડતું કુક કરવું. છેલ્લે એમાં ટમૅટો પ્યુરી ઉમેરી એક-બે મિનિટ માટે કુક કરી એમાં ચટણી પેસ્ટ ઉમેરવી. બધાને મીડિયમ ગૅસ પર કુક કરી એમાં પનીરના પીસ ઉમેરવા. એમાં એક કપ જેટલું પાણી ઉમેરી એને સ્લો ગૅસ પર ગ્રેવી થિક થાય ત્યાં સુધી કુક કરવું. આ સબ્ઝીને રાઇસ અને પરાઠા સાથે સર્વ કરવી.

નોંધ : આ રેસિપી બનારસ અને ઉત્તર પ્રદેશની છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK