મૉન્સૂન બેબીકૉર્ન

બેબીકૉર્નને કુકરમાં એક સીટીએ બાફી લેવા.


monsson babycorn



આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

 ૧૨થી ૧૫ નંગ બેબીકૉર્ન (બે ટુકડામાં કાપેલા)

 ૨ ટેબલ-સ્પૂન કૉર્નફલોર

 ૧ નંગ કૅપ્સિકમ (રેડ અથવા પીળું અથવા ગ્રીન) સ્લાઇસમાં કાપેલું

 ૨ ઝૂડી લીલા કાંદા

સ્લાઇસમાં કાપેલા  (પાંદડાં સાઇડમાં રાખીને યુઝ કરવાં)

 ૧ ટી-સ્પૂન લસણની પેસ્ટ

 ૧ ટી-સ્પૂન ગ્રીન મરચાંની પેસ્ટ

 ૨ ટી-સ્પૂન આદુંની પેસ્ટ

 ૨ ટી-સ્પૂન ચિલી ગાર્લિક સૉસ

 ૧ ટેબલ-સ્પૂન સ્વીટ ચિલી સૉસ

 ૧ ટી-સ્પૂન ડાર્ક સોયા સૉસ

 મીઠું અને મરી

 ૨ ટેબલ-સ્પૂન તેલ

ગાર્નિશ

 લીલા કાંદાનાં પાન


રીત


૧. બેબીકૉર્નને કુકરમાં એક સીટીએ બાફી લેવા.

૨. એને પાણીમાંથી કાઢીને કોરા કરી એના પર કૉર્નફલોર, મીઠું અને મરી નાખી મિક્સરમાં રગદોડવા.

૩. એક પૅનમાં ૨ ટેબલ-સ્પૂન તેલ ગરમ કરી એમાં કૅપ્સિકમની સ્લાઇસ સાંતળવી. એમાં સાથે જ કાંદાની સ્લાઇસ, આદું, લસણ અને મરચાંની પેસ્ટને ફાસ્ટ ગૅસ પર કુક કરવું.

૪. એમાં બેબીકૉર્ન ઉમેરીને સરખું મિક્સ કરવું. એમાં બધી ટાઇપના સૉસ ઉમેરીને મિક્સ કરવું અને ગરમ સર્વ કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK