મિક્સ વેજ અપ્પમ (કિડ્સ સ્પેશ્યલ)

ચોખા અને અડદની દાળને ૪-૫ કલાક પલાળવાં. 


mix veg uppam



આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

 ૧ કપ ચોખા

 ૧/૪ કપ અડદની દાળ

 ૧ કપ નારિયેળનું ખમણ

 ૧ પાકું કેળું અથવા બે ટી-સ્પૂન સાકર

 ૧/૪ કપ શાકભાજી બારીક

સમારેલી - ગાજર, કૅપ્સિકમ, કાંદા

 તેલ

 મીઠું

અન્ય સામગ્રી

 અપ્પમનું વાસણ

 લંચ-બૉક્સ

 ચટણી


રીત

૧. ચોખા અને અડદની દાળને ૪-૫ કલાક પલાળવાં. 

૨. ચોખા-અડદની દાળને અલગ-અલગ વાટી લેવાં. બન્ને સામગ્રી મિક્સ કરી રાખવી. એમાં પીસેલું નારિયેળ મિક્સ કરવું. સાથે પાકા કેળાનો છૂંદો નાખી સરખું મિક્સ કરી મીઠું અને બધી સામગ્રી નાખી આથો આપવો (પાંચથી છ કલાક).

૩. ઝીણી શાકભાજીને બાફી લેવી અથવા ખમણેલી નાખી શકાય. બૅટરમાં શાકભાજી મિક્સ કરી રાખવી.

૪. અપ્પમના વાસણને ગરમ કરવું. એને તેલથી ગ્રીસ કરી એમાં ચમચીથી બૅટર નાખી ઢાંકીને સીઝવવું. પછી પાછું એને નીચેથી ઉપર કરી બન્ને સાઇડ ગોલ્ડન કલરનું કુક કરવું.

૫. અપ્પમ ઠંડા કરી બાળકોને ટિફિનમાં ચટણી સાથે સર્વ કરવા.

ઇન્સ્ટન્ટ મેથડ : અપ્પમ


 ૧ કપ રવો

 ૧ કાંદો

 અડધો કપ ઘટ્ટ છાશ અથવા ૪ ટેબલ-સ્પૂન દહીં

 ૧ ટેબલ-સ્પૂન તેલ

 મીઠું અને અડધી ટી-સ્પૂન ફ્રૂટસૉલ્ટ

 બાકીની સામગ્રી સેમ રાખવી - કેળું, નારિયેળ, શાકભાજી.

 આથાવાળું ન કરવું હોય તો આ મેથડથી બનાવી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK