મેથીના લાડુ

એક બોલમાં અડધો ટેબલ-સ્પૂન ગરમ દૂધ અને એક ટેબલ-સ્પૂન ગરમ ઘી લઈ અડદના લોટમાં મિક્સ કરીને ધ્રાબો આપવો.

laddu

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    ૧૫૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ

+    ૫૦ ગ્રામ અડદનો કરકરો લોટ

+    ૧૦૦ ગ્રામ શેકેલી મેથીનો પાઉડર

+    ૨૨૫ ગ્રામ ગોળ

+    ૪૦ ગ્રામ ગુંદર તળેલો

+    ૧૭૫ ગ્રામ ઘી

+    ૨૫ ગ્રામ બદામ

+    ૨૫ ગ્રામ સૂંઠ

+    ૧૦ ગ્રામ પીપરીમૂળ

+    ૧૦ ગ્રામ ખસખસ

+    ૧૦ ગ્રામ એલચી

+    ૫ ગ્રામ જાયફળ

+    ૫ ગ્રામ નાગકેસર

રીત

૧. એક બોલમાં અડધો ટેબલ-સ્પૂન ગરમ દૂધ અને એક ટેબલ-સ્પૂન ગરમ ઘી લઈ અડદના લોટમાં મિક્સ કરીને ધ્રાબો આપવો. એને ચોખાની ચાણીથી ચાળી લેવું.

૨. ઘઉંના લોટને, મેથી પાઉડરને અને અડદના લોટને અલગ-અલગ ઘીમાં શેકી લેવા.

૩. બધા લોટ શેકાઈ જાય પછી બધા લોટ અને મેથી પાઉડરને મિક્સ કરી લેવા. એમાં બધા મસાલા પણ મિક્સ કરવા.

૪. એક પૅનમાં ગોળને એક ટેબલ-સ્પૂન પાણી અને બે ટેબલ-સ્પૂન ઘી મિક્સ કરીને ગરમ કરવો. એનો પાયો કરી એમાં ગુંદર અને શેકેલો લોટ મિક્સ્ચર વિથ મસાલા મિક્સ કરીને લાડુ વાળવા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK