માવા કપ કેક

ઘી કાઢ્યા પછી વધેલી બરીને હાથેથી મસળીને સરખો ભૂકો કરી લેવો.

cake

રીડર્સ રેસિપી - ચેતના પરીખ

(માખણમાંથી ઘી કાઢ્યા પછી વધેલી બરીના ઉપયોગથી બનાવેલી માવા કપ કેક)

સામગ્રી

+ ૧૦૦ ગ્રામ ઘી કાઢ્યા પછી

વધેલી બરી

+ ૬૦ ગ્રામ મેંદો

+ ૬૦ ગ્રામ ઘઉંનો લોટ

+ ૩ ટેબલ-સ્પૂન સનફ્લાવર તેલ

+ ૬૦ મિલી. માખણની વધેલી છાશ અથવા દહીં

+ ૬૦ ગ્રામ સાકર અથવા

બ્રાઉન શુગર

+ ૧ ટી-સ્પૂન બેકિંગ પાઉડર

+ અડધો ટી-સ્પૂન સોડા

+ ૧ ટી-સ્પૂન એલચી પાઉડર

+ ૧/૮ ટી-સ્પૂન જાયફળ પાઉડર

+ ૧ ટી-સ્પૂન માવા એસેન્સ

+ ૧/૮ ટી-સ્પૂન મીઠું

રીત

ઘી કાઢ્યા પછી વધેલી બરીને હાથેથી મસળીને સરખો ભૂકો કરી લેવો.

કપ કેકના મોલ્ડમાં પેપરના કપ મૂકવા.

અવનને ૧૭૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર પ્રી-હીટ કરવું.

એક વાસણમાં છાશ અને સાકરને મિક્સ કરવી.

એમાં બેકિંગ પાઉડર અને સોડા નાખી બે વખત હલાવીને અડધી મિનિટ માટે ઢાંકીને રાખવુ.ં

ઢાંકણ ખોલીને એમાં મેંદો, ઘઉંનો લોટ, એલચી-જાયફળનો પાઉડર, મીઠું, માવા એસેન્સ, માખણની બરી, તેલ નાખીને હલાવવું. પછી જોઈતું પાણી અથવા દહીં નાખવું.

બહુ બીટ કરવું નહીં. સ્વેચુલાથી હલાવવું.

બેટર કપ કેકના મોલ્ડમાં ભરી અવનમાં ૧૭૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર પચીસ મિનિટ બેક કરવું.

સુગંધી દાણાદાર માવા કેક તૈયાર છે.

તમારી રેસિપી મોકલો

મિડ-ડે ઇન્વાઇટ કરે છે તમામ કિચન-ક્વીન ગુજરાતી નારીઓને અને રસોઈકળામાં રસ ધરાવતા પુરુષોને - તમારી સ્પેશ્યલિટી ગણાતી હોય એવી હટકે વાનગીની રેસિપી એના કલર ફોટો સાથે અમને મોકલી આપો. સાથે તમારો ફોટો પણ મોકલજો. અમને એ પબ્લિશ કરવાનું ગમશે. રેસિપી અને ફોટો તમે અમને This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it પર ઈ-મેઇલ કરી શકો છો અથવા મિડ-ડેના સરનામે કુરિયર દ્વારા અથવા રૂબરૂ મોકલી શકો છો.

વિશેષ સૂચના : રેસિપી ગુજરાતીમાં લખેલી હશે તો જ સ્વીકારવામાં આવશે. અંગ્રેજી લિપિમાં લખેલું ગુજરાતી પણ નહીં ચાલે એની નોંધ લેવા વિનંતી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK