મમરાના ચૉકલેટ બાર

એક પૅનમાં અખરોટ, ઓટ્સ, મગજતરીનાં બી અથવા સનફ્લાવર સીડ્સ, ફ્લૅક્સસીડ્સ અને મમરા બધાંને વારાફરતી શેકી લેવાં (ક્રિસ્પી).

bar

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    ૧ કપ અખરોટ ચૉપ્ડ

+    અડધો કપ ઓટ્સ

+    બે કપ મમરા

+    અડધો કપ ડાર્ક ચૉકલેટ / ડ્રાયફ્રૂટ્સ

+    બે ટેબલ-સ્પૂન ફ્લૅક્સસીડ્સ (અળસી)

+    ૧/૩ કપ સનફ્લાવર સીડ્સ અથવા મગજતરીનાં બી

+    અડધો કપ મધ

+    ૪ ટેબલ-સ્પૂન બટર

+    વૅનિલા એસેન્સ

રીત


૧. એક પૅનમાં અખરોટ, ઓટ્સ, મગજતરીનાં બી અથવા સનફ્લાવર સીડ્સ, ફ્લૅક્સસીડ્સ અને મમરા બધાંને વારાફરતી શેકી લેવાં (ક્રિસ્પી). ઠંડાં કરવાં. બોલમાં રાખવું.

૨. એક પૅનમાં મધ અને બટરને મિક્સ કરી ગરમ કરવું. (મીડિયમ ગૅસ પર) એને સતત હલાવીને કૅરૅમલ જેવું બનાવવું.

૩. મમરાના બોલ પરથી આ મધવાïળું મિશ્રણ રેડીને સરખું મિક્સ કરી એમાં સાથે ચૉકલેટ ચિપ્સ અથવા ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરી કોટ કરવું.

૪. એક કેક ટ્રેમાં પાર્ચમેન્ટ પેપર અથવા બટર પેપર પર આ મિશ્રણ પાથરીને એને ફ્રીઝરમાં સેટ કરવા રાખવું. ૨-૩ કલાક પછી એના મનગમતા બાર શેપ કટ કરવા. ઍરટાઇટ કન્ટેનરમાં ભરી સર્વ કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK