કાકડીનાં પનેલાં

સૌપ્રથમ કાકડીને છીણીને એને હાથેથી દબાવીને થોડું પાણી કાઢી લઈ એમાં ઉપર આપેલી તમામ સામગ્રી ઉમેરી દેવી અને મિશ્રણ તૈયાર કરવું.

cucumber

રીડર્સ રેસિપી - હિના શાહ

સામગ્રી

+ ૧ કિલો કાકડી

+ અડધી ટી-સ્પૂન હળદર

+ હિંગ ચપટી

+ અડધી ટી-સ્પૂન કાળાં મરી પાઉડર

+ ૧ ટી-સ્પૂન લીલાં મરચાં વાટેલાં

+ મીઠું (સ્વાદ અનુસાર)

+ ૩ ચમચા મોણ માટે તેલ

+ બે ચમચા ચણાનો લોટ

+ બે ચમચા ચોખાનો લોટ

+ ભીંડીનાં પાન ૨૫થી ૩૦ નંગ

રીત


સૌપ્રથમ કાકડીને છીણીને એને હાથેથી દબાવીને થોડું પાણી કાઢી લઈ એમાં ઉપર આપેલી તમામ સામગ્રી ઉમેરી દેવી અને મિશ્રણ તૈયાર કરવું. હવે ભીંડીનાં પાન પર થોડું મિશ્રણ લઈ એક બાજુ મૂકી એ પાનને વાળી દેવું. આ જ રીતે બધાં પાન તૈયાર કરવાં. હવે એક કુકરમાં (ઢોકળાનું કુકર) એક જગ પાણી નાખીને એના પર સ્ટૅન્ડ મૂકી બધાં પાન ગોઠવવાં અને ૨૦થી ૨૫ મિનિટ સુધી બાફવું. બફાઈ જાય એટલે સ્ટૅન્ડ બહાર કાઢી દેવું અને ગરમ રહે એવા ડબ્બામાં મૂકી દેવાં.

પનેલાં ખાવાની ખરી મજા ગરમ-ગરમ ખાવામાં જ છે. જ્યારે પનેલાં પીરસો ત્યારે પાન કાઢીને એના પર તેલ અથવા ઘી નાખીને ખાવું.

નોંધ

૧. પનેલાંને ચોખાના રોટલા અને રોટલી સાથે પણ ખાઈ શકાય અને એકલાં પણ ખાઈ શકાય.

ર.
પનેલાંને કોથમીરની ચટણી અને ટમેટાના સૉસ સાથે પણ પીરસી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK