ગુજરાતી પાતરાં ચાટ

સૌપ્રથમ પાતરાંનાં પાનને ધોઈ એને લૂછીને ડાંડીઓ કાપી લેવી.

gujarati patra chat


રીડર્સ રેસિપી - દક્ષા પરમાર

સામગ્રી

 એક ઝૂડી પાતરાંના પાન (અળવીનાં પાન)

 એક વાટકો ચણાનો લોટ

 એક નંગ લીંબુ

 હળદર

 મીઠું

 મરચું

 ધાણાજીરું

 સોડા

 આદું-મરચાં-લસણની પેસ્ટ

  તેલ

 સાકર

 તલ

 કોથમીર તથા સેવ. બધી સામગ્રી જરૂર મુજબની


રીત

સૌપ્રથમ પાતરાંનાં પાનને ધોઈ એને લૂછીને ડાંડીઓ કાપી લેવી. ચણાના લોટમાં ઉપરની બધી જ સામગ્રીઓ ભેળવી થોડી છાશ નાખી મીડિયમ પેસ્ટ બનાવવી. પછી પાતરાંના પાન ઉપર ચણાના લોટની પેસ્ટ લગાડી એક ઉપર એક ગોઠવી એના રોલ વાળી લેવા અને ઢોકળાં કે મૂઠિયાંની જેમ ચાળણીમાં બાફી લેવાં.

રોલ ઠંડા થાય એટલે એને વ્યવસ્થિત કાપી એનો વઘાર કરવો.

વઘાર કરવા માટે :
એક કડાઈમાં તેલ મૂકી એમાં રાઈ-જીરું, હિંગ, તલ, લીમડો અને સૂકાં મરચાં નાખી વઘાર કરવો. પછી એ વઘારમાં પાતરાં નાખી બે મિનિટ સાંતળવું.

સર્વ કરવા માટે :
એક પ્લેટમાં વઘારેલાં પાતરાં સર્વિંગ માટે કાઢી લેવા. એના પર સેવ તથા કોથમીર નાખી ગાર્નિશ કરવું અને લીલી ચટણી કે સૉસ સાથે ગરમ-ગરમ સર્વ કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK