ગ્રીન ચણા ભાજી

એક પૅનમાં ચણાને ધોઈ, મીઠું નાખી બે-ત્રણ મિનિટ માટે બાફી લેવા.

chana

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+ ૩ કપ લીલા ચણા

+ ૧ નંગ કાંદો

+ ૪-૫ કળી લસણ

+ ૪-૫ ગ્રીન મરચાં

+ અડધો કપ કોથમીર ચૉપ્ડ

+ ૧ ટેબલ-સ્પૂન કોથમીર

ગાર્નિશ માટે

+ ૨ ટી-સ્પૂન આદું

+ ૨-૩ કઢી પત્તાંના પાન

+ ૧/૪ ટી-સ્પૂન જીરું

+ ૧/૪ ટી-સ્પૂન રાઈ

+ અડધો ટી-સ્પૂન હળદર

+ ૨ ટેબલ-સ્પૂન તેલ (મસ્ટર્ડ

અથવા રેગ્યુલર)

+ ૧ લીંબુનો રસ

રીત

૧. એક પૅનમાં ચણાને ધોઈ, મીઠું નાખી બે-ત્રણ મિનિટ માટે બાફી લેવા.

૨. એક મિક્સચર જારમાં ૧/૪ કપ બાફેલા ચણાના દાણાને અધકચરા પીસી લેવા.

૩. એક જારમાં કાંદા, લસણ, મરચાં, આદું, કોથમીર, કઢી પત્તાં, લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ કરવી

૪. એક પૅનમાં તેલ લઈ જીરું અને રાઈ તતડાવી એમાં આ કોથમીરની પેસ્ટ મિક્સ કરીને સાંતળવી. એમાં હળદર અને ચણાની પેસ્ટ નાખીને સરખું મિક્સ કરવું. એમાં બાકીના ગ્રીન ચણા સરખા મિક્સ કરી કોથમીર છાંટીને ગરમ સર્વ કરવું.

નોંધ : એક બાફેલો અને મસળેલો બટાટો, ૧ કપ પાણી, ૨ ટી-સ્પૂન કરી પાઉડર મિક્સ કરીને રસાદાર શાક બનાવી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK