ફરાળી મિસળ

 એક બોલમાં શિંગદાણા, પાણી, મીઠું નાખીને ૪-૫ કલાક ભીંજાવવા, પછી એને કુકરમાં સિટી વગાડવી.


farari misal



આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

    પોણો કપ શિંગદાણા બાફેલા અથવા ભીંજાવેલા

    ૧ ટી-સ્પૂન ઘી

    અડધો ટી-સ્પૂન જીરું

    ૪ ટેબલ-સ્પૂન શિંગદાણા શેકેલાનો ભૂકો

    અડધો કપ પાણી

    ૨ કોકમ

    ૨-૩ નંગ લીલાં મરચાં

    ૧ ટી-સ્પૂન ગોળ

    મીઠું-સિંધવ

બટાટાની સૂકી ભાજી

    ૨ કપ બાફેલા બટાટાના પીસ

    અડધો ટી-સ્પૂન જીરું

    ૧ ટી-સ્પૂન ઘી

    ૩-૪ લીલાં મરચાં

    ૨ ટી-સ્પૂન લીંબુનો રસ

    ૩ ટેબલ-સ્પૂન શિંગદાણાનો ભૂકો

    અડધો ટી-સ્પૂન સાકર

    મીઠું

સાબુદાણાની ખીચડી

    પોણો કપ સાબુદાણા

ભીંજાવેલા - કોરા કરવા

    ૨ ટી-સ્પૂન ઘી

    ૧/૪ ટી-સ્પૂન જીરું

    ૧-૨ લીલાં મરચાં

    ૨ ટેબલ-સ્પૂન ફ્રેશ ખમણેલું નારિયેળ

    ૨ ટેબલ-સ્પૂન શિંગદાણાનો ભૂકો

    મીઠું-સાકર

    ૧ ટી-સ્પૂન લીંબુનો રસ

ગાર્નિશ

    કોથમીર, કોપરું, બટાટાની સળી વેફર, દહીં, જીરું પાઉડર.


રીત

૧. એક બોલમાં શિંગદાણા, પાણી, મીઠું નાખીને ૪-૫ કલાક ભીંજાવવા, પછી એને કુકરમાં સિટી વગાડવી.

૨. સાબુદાણાને ભીંજાવીને સૂકા કોરા કરી રાખવા.

૩. એક પૅનમાં ઘી ગરમ કરીને એમાં જીરું અને મરચાંની પેસ્ટ ઉમેરી એમાં બટાટા, મીઠું, ચપટીક સાકર મિક્સ કરીને કુક કરવું. એમાં ફ્રેશ ખમણેલું નારિયેળ, શિંગદાણા, કોથમીર, લીંબુનો રસ મિક્સ કરી ભાજી બનાવવી.

૪. સાબુદાણાની ખીચડી બનાવીને તૈયાર રાખવી.

૫. શિંગદાણાને કુકરમાં બાફી લેવા. એમાંથી અડધા શિંગદાણાને મિક્સરમાં લઈ એમાં અડધો કપ પાણી, કોકમ, મીઠું, ગોળ, મરચાં નાખીને પેસ્ટ તૈયાર કરી લેવી.

૬. એક પૅનમાં ઘી ગરમ કરી એમાં જીરું ઉમેરી શિંગદાણાની પેસ્ટને સાંતળી લેવી, ગ્રેવી તૈયાર કરવી.

૭. એક સર્વિંગ બોલમાં બટાટાની સૂકી ભાજી પાથરવી. એના પર સાબુદાણાની ખીચડી પાથરવી, પછી એના પર શિંગદાણાનો રસો (ગ્રેવી) પાથરવી. એના પર જોઈતા પ્રમાણમાં દહીં પાથરવું, એના પર બટાટાની સળી વેફર, કોપરું, શિંગદાણા, કોથમીર અને છેલ્લે થોડો લીંબુનો રસ નિચોવી સર્વ કરવું.

નોંધ

૧. બટાટાને બદલે રતાળુ અથવા સૂરણની સૂકી ભાજી લઈ શકાય.

૨.  કાકડી વાપરી શકાય.

૩. બટાટાની વેફર અથવા ચેવડો વાપરી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK