ફરાળી ખાંડવી

એક બોલમાં તપખીર અથવા શિંગોડાનો લોટ લઈ એમાં છાશ અને પાણી ઉમેરી ખીરું બનાવી લેવું. એમાં મીઠું-હળદર ઉમેરી લેવાં.


farali khandvi



આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

 ૧ કપ શિંગોડાનો અથવા તપખીરનો લોટ

 બે કપ છાશ (ખાટી)

 ૧ કપ પાણી

 ૪ ટેબલ-સ્પૂન તેલ

 ૧ ટી-સ્પૂન જીરું

 ૧ ટી-સ્પૂન તલ

 સિંધવ મીઠું

 ૧ નંગ ગ્રીન મરચાના પીસ, લીમડો

 બે ટેબલ-સ્પૂન કોપરાનું છીણ/ ફ્રેશ કોપરું-કોથમીર

 બે ટેબલ-સ્પૂન શિંગદાણાનો ભૂકો

 હળદર (ખાતા હો તો)


રીત

૧. એક બોલમાં તપખીર અથવા શિંગોડાનો લોટ લઈ એમાં છાશ અને પાણી ઉમેરી ખીરું બનાવી લેવું. એમાં મીઠું-હળદર ઉમેરી લેવાં.

૨. એક પૅનમાં આ મિશ્રણ લઈ એને પહેલાં ફાસ્ટ ગૅસ પર હલાવતા રહેવું. થોડું પાણી ઓછું થાય ત્યારે સ્લો ગૅસ પર લચકા ખાતું કુક કરવું.

૩. પ્લૅટફૉર્મ પર અથવા થાળીના પાછળના ભાગ પર તેલ અથવા ઘી લગાડી આ મિશ્રણ એકદમ પાતળું પાથરવું. એને ઠંડું થવા દેવું. એના પર કોપરાનું છીણ પાથરી સાથે શિંગદાણાનો પાઉડર પાથરવો.

૪. એક પૅનમાં તેલ અથવા ઘી લઈ વઘાર કરવો. એમાં જીરું-તલ ઉમેરવાં. સાથે લીલાં મરચાં-લીમડો ઉમેરવાં.

૫. ખાંડવીના રોલ બનાવી એના પર વઘાર કરી કોથમીર-કોપરાથી ગાર્નિશ કરવું.

નોંધ

૧. આ રેસિપીમાં છાશની જગ્યાએ એક કપ દહીં લેવું. એનાથી ખાંડવી જલદી બને છે. એને મિકસ કરી માઇક્રોવેવમાં હાઈ પાવર પર બે મિનિટ રાખી પાછું ચેક કરી ૧-૨ મિનિટ કુક કરવું.

૨. અથવા કુકરમાં ૨-૩ સીટી વગાડવી.

૩. આદું લઈ શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK