ક્રીમી ડ્રાયફ્રૂટ્સ મોહનથાળ

એક બોલમાં ચણાનો લોટ લઈ એમાં ઘી અને દૂધને મિક્સ કરો

mohanthal

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    ૨ કપ ચણાનો લોટ (કરકરો)

+    અડધો કપ દૂધ અથવા ક્રીમ (ગરમ)

+    ૩ ટેબલ-સ્પૂન ઘી

+    ૩ ટેબલ-સ્પૂન દૂધ

+    ૧ કપ ઘી

+    સવા કપ સાકર

+    ૧/૪ ટેબલ-સ્પૂન એલચી-પાઉડર

+    ૧/૪ કપ કાજુ-પાઉડર

+    ૧/૪ કપ બદામ-પાઉડર

+    ૨ ટેબલ-સ્પૂન પિસ્તા-પાઉડર

+    ૨ ટેબલ-સ્પૂન ગુંદર તળેલો

+    ૨ ટેબલ-સ્પૂન ડ્રાયફ્રૂટ્સ ડેકોરેશન માટે

+    થોડી કેસર

રીત


૧. એક બોલમાં ચણાનો લોટ લઈ એમાં ઘી અને દૂધને મિક્સ કરો (ધાબ્રો આપો). પછી એને અડધો કલાક સાઇડમાં રાખો.

૨. ગરમ ઘીમાં ગુંદરને તળીને ભૂકો કરીને સાઇડમાં રાખવો.

૩. અડધો કલાક પછી લોટને હાથેથી છૂટો પાડીને ચાળી લેવો.

૪. એક પૅનમાં ઘી ગરમ કરી એમાં ધીમા તાપે લોટ મિક્સ કરીને શેકવો. એ ગુલાબી રંગનો થાય ત્યારે ગૅસ બંધ કરીને છેલ્લે એમાં ગરમ દૂધ અથવા ક્રીમ મિક્સ કરવું. એનાથી ક્રીમી અને ડાર્ક કલર આવશે. એને નીચે ઉતારી એમાં ઉપર જણાવેલી અન્ય સામગ્રી મિક્સ કરી રાખવી.

૫. સાકર-પાણી મિક્સ કરી (એક કપ પાણી) એમાં જોઈએ તો કેસર મિક્સ કરી દોઢ તારની ચાસણી તૈયાર કરવી અને એમાં ઠંડો થયેલો લોટ બરાબર મિક્સ કરીને ચોરસ ટ્રેમાં (ગ્રીસ કરવી) પાથરવું. એના પર સમારેલાં નટ્સથી ગાર્નિશ કરી ઠંડું થાય ત્યારે કાપા પાડી ડબ્બામાં ભરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK