ચીઝી સૅન્ડવિચ પિનવ્હીલ્સ

બ્રેડની સાઇડની કિનારી કાપી લેવી.

pin wheels

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+ બ્રાઉન બ્રેડ અથવા વાઇટ બ્રેડ સ્લાઇસિસ

+ ૧/૩ ટેબલ-સ્પૂન ગ્રીન ચટણી

+ ૨-૩ ટેબલ-સ્પૂન કેચપ

+ અડધો કપ ખમણેલું ચીઝ

+ અડધો કપ ગાજર

+ ૪ ટેબલ-સ્પૂન દૂધ

+ બે ટેબલ-સ્પૂન બટર

રીત


૧. બ્રેડની સાઇડની કિનારી કાપી લેવી.

૨. બ્રેડની સ્લાઇસને દૂધમાં ભીંજવવી. એને દબાવીને નીચોવવી.

૩. બ્રેડની સ્લાઇસને ચૉપર બોર્ડ પર રાખી સહેજ વણવું.

૪. ઍલ્યુમિનિયમ ફૉઇલ લઈ એના પર બ્રેડની સ્લાઇસ ગોઠવવી. બ્રેડ સ્લાઇસ પર બટર લગાડી એના પર સૉસ લગાડી ખમણેલું ગાજર ગોઠવવું.

૫. બીજી સ્લાઇસ પર ચટણી લગાડી એના પર ચીઝ પાથરવું. એને પહેલી સ્લાઇસ પર ગોઠવવી.

૬. એના પર બટર લગાડેલી સ્લાઇસ ઉપર ચટણી લગાડી એને સૌથી ઉપર ગોઠવી સંભાળીને ટાઇટ રોલ વાળી ફૉઇલથી રૅપ કરી ફ્રિજમાં સેટ કરી કટ કરી સર્વ કરવું.

નોંધ


૧.
એમાં ગાજર, કાકડી, આલ્ફા-આલ્ફા સ્પþાઉટ્સ, બેબીપાલક લઈ શકાય.

૨. ચટણીમાં બદામ, કોપરું વાપરી શકાય.

૩. કેચપની જગ્યાએ કોઈ પણ જૅમ વાપરી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK