ગાજરનું લસણવાળું અથાણું

એક મિક્સર જારમાં રાઈના કુરિયા, મીઠું, હળદર, લાલ મરચું અને હિંગ એકસાથે ક્રશ કરવાં.

pickle

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    બે કપ ગાજરના લાંબા સમારેલા પીસ

+    ૧/૪ કપ લાંબું સમારેલું લસણ

+    ૧/૪ કપ રાઈના કુરિયા

+    અડધી ટી-સ્પૂન હિંગ

+    ૧/૪ ટી-સ્પૂન હળદર

+    ૧ ટી-સ્પૂન લાલ મરચું પાઉડર

+    ૩/૪ કપ ઘી

+    ૧ ટેબલ-સ્પૂન મીઠું

+    ૩ ટેબલ-સ્પૂન તેલ

+    ૩ ટેબલ-સ્પૂન લીંબુનો રસ

રીત

૧. એક મિક્સર જારમાં રાઈના કુરિયા, મીઠું, હળદર, લાલ મરચું અને હિંગ એકસાથે ક્રશ કરવાં.

૨. એક પૅનમાં તેલ ગરમ કરી રાઈ ઉમેરી રાઈ તતડે એટલે લસણ વઘારી ધીમા તાપે એક મિનિટ માટે લસણને સાંતળવું.

૩. તરત જ ગાજરના ટુકડા ઉમેરી સાંતળવું. ગાજર કુક થાય એટલે ક્રશ કરેલો મસાલો ઉમેરી હલાવી લેવું (ગાજરને કડક રહેવા દેવા). ગાજરને ગૅસ પરથી ઉતારી ઠંડું કરવું. લીંબુનો રસ ઉમેરી હલાવી ભરી લેવું.

નોંધ

૧. આમાં સાથે ગ્રીન મરચાંને લાંબાં સમારી મિક્સ કરી શકાય.

૨. ફ્રિજમાં બે અઠવાડિયાં રાખી શકાય.

૩. આ અથાણાને ક્રશ કરી એને બટર સાથે મિક્સ કરી સૅન્ડવિચમાં વાપરી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK