બ્રેડના પૌંઆ

નૉન-સ્ટિક પૅનમાં તેલ ગરમ કરો.

bread poha


સામગ્રી

+    બે ટેબલસ્પૂન તેલ

+    અડધો કપ બાફેલા લીલા વટાણા

+    અડધો કપ રોસ્ટેડ સિંગદાણા

+    ચાર સ્લાઇસ બ્રેડ

+    અડધી ચમચી રાઈ

+    ચપટી હિંગ

+    બે લીલાં મરચાં

+    મીઠો લીમડો

+    અડધી ચમચી ખાંડ

+    અડધી ચમચી હળદર

+    એક ચમચી લીંબુનો રસ

+    બે ચમચી કોથમીર સમારેલી

+    એક ચમચી નારિયેળનું છીણ

+    મીઠું સ્વાદ અનુસાર


રીત

નૉન-સ્ટિક પૅનમાં તેલ ગરમ કરો.

તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખો. રાઈ તતડે પછી લીલાં મરચાં, મીઠો લીમડો અને હિંગ નાખી વઘાર કરો.

બાફેલા વટાણા અને સિંગદાણા નાખી ત્રણેક મિનિટ સાંતળો.

હળદર, મીઠું અને ખાંડ નાખો.

મસાલો ચડે એટલે એમાં બ્રેડની સ્લાઇસના નાના પીસ કરી નાખો.

બ્રેડ પર મસાલો ચોંટે એટલે લીંબુનો

રસ અને નારિયેળનું છીણ ભેળવો.

ઉપરથી કોથમીર ભભરાવી ગરમાગરમ પીરસો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK