કાળી દ્રાક્ષની બરફી

પહેલાં કાળી દ્રાક્ષને સાદા પાણીમાં પલાળવી. પછી એને મલમલના કપડા પર પાથરીને પાંચ મિનિટ માટે કોરી કરવી.

barfi

રીડર્સ રેસિપી - મીનાક્ષી કેનિયા

સામગ્રી

+    ૨૦૦ ગ્રામ કાળી દ્રાક્ષ (સૂકવેલી) (ત્રણ કલાક પાણીમાં પલાïળેલી) (મિક્સરમાં પેસ્ટ કરવી)

+    ૨ કપ બદામનો પાઉડર

+    દોઢ કપ ખારેકનો પાઉડર

+    ૧ ચમચી ઇલાયચીનો પાઉડર

+    ઘી જોઈતા પ્રમાણમાં સજાવટ માટે

+    બદામની કતરણ

રીત


પહેલાં કાળી દ્રાક્ષને સાદા પાણીમાં પલાળવી. પછી એને મલમલના કપડા પર પાથરીને પાંચ મિનિટ માટે કોરી કરવી. કાળી દ્રાક્ષની મિક્સરમાં સુંવાળી પેસ્ટ કરવી. એક કડાઈમાં એક મોટો ચમચો ઘી ગરમ કરી એમાં પેસ્ટ પાંચ મિનિટ માટે સાંતળવી. પેસ્ટ ખદબદે એટલે એમાં બદામનો પાઉડર અને ખારેકનો પાઉડર નાખીને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું. ઘટ્ટ થાય એટલે ગૅસ પરથી ઉતારી લેવું. એમાં તરત જ ઇલાયચીનો પાઉડર મિક્સ કરવો. એક થાળીમાં ઘી લગાડીને એને બરફીની જેમ પાથરી લેવું. એને બદામની કતરણથી શણગારવું. ઠંડું થાય એટલે એના ટુકડા કરી લેવા. તૈયાર છે કાળી દ્રાક્ષની બરફી.

નોંધ : ફ્રિજમાં એ પંદર દિવસ સુધી સારી રહે છે. ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડક આપે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK