ભાજણી ચકરી

ચોખાને બેથી ત્રણ વાર પાણીથી ધોઈ નાખવા.

chakari

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    ૨ કપ ચોખા

+    ૧ ટેબલ-સ્પૂન અડદની દાળ

+    ૪ ટેબલ-સ્પૂન ચણાની દાળ

+    ૧ ટેબલ-સ્પૂન ધાણા

+    ૨ ટેબલ-સ્પૂન સાબુદાણા

+    ૧ ટી-સ્પૂન લાલ મરચાંનો પાઉડર

+    ૨ ટી-સ્પૂન તલ

+    ૧/૪ ટી-સ્પૂન હળદર

+    મીઠું

+    તેલ તળવા માટે

+    ૧ કપ પાણી

રીત


૧. ચોખાને બેથી ત્રણ વાર પાણીથી ધોઈ નાખવા. પછી એને કોરા કપડા પર બે-ત્રણ કલાક સૂકવી દેવા.

૨. એક પૅનમાં સ્લો ગૅસ પર ચોખાને શેકી લેવા. ત્યાર પછી વારાફરતી અડદની દાળ, ચણાની દાળ, સાબુદાણા અને ધાણાને શેકીને મિક્સરના જારમાં પીસીને ચાળીને લોટ તૈયાર કરવો.

૩. એક પૅનમાં એક કપ પાણી ગરમ કરવું. એમાં લાલ મરચાંનો પાઉડર, હળદર, મીઠું, તલ અને જરાક તેલ નાખી લોટ મિક્સ કરીને એક ઊભરો આવે એટલે ગૅસ બંધ કરવો. એને દસ મિનિટ માટે ઠંડું કરવું.

૪. તેલ ગરમ કરવું. એમાં આ લોટને ચકરીના મશીનમાં અથવા સંચામાં ભરીને ચકરી બનાવી ગરમ તેલમાં ગુલાબી રંગની તળવી.           

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK