અફઘાની પાલક-પનીર

સૌપ્રથમ પાલકને સાફ કરી પાણીથી ધોઈ નાખો


afghani palak paneer



રીડર્સ રેસિપી - નીપા ઠાકર

સામગ્રી

 બે ઝૂડી પાલક (બ્લાન્ચ કરવી)

 ૧ ઝૂડી લીલા કાંદા (પાન સાથે બારીક સુધારવા)

 ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ

 ૧ ચમચી કસૂરી મેથી (મેથીની સુકવણી)

 ૧૦૦ ગ્રામ પનીર અને અડધો કપ અમૂલ ફ્રેશ ક્રીમ

 મીઠું સ્વાદ અનુસાર

 બે ટેબલ-સ્પૂન તેલ અને બે

ટેબલ-સ્પૂન બટર


રીત

સૌપ્રથમ પાલકને સાફ કરી પાણીથી ધોઈ નાખો. ખુલ્લા વાસણમાં પાણી નાખીને પાંચ મિનિટ માટે બાફવી (બાફતી વખતે એમાં થોડી સાકર ઉમેરવી, કલર ગ્રીન રહેશે).

પાલક બફાઈ જાય પછી પાણી કાઢીને ઠંડું પાણી ઉમેરીને એ પાણી કાઢી નાખવું. પછી મિક્સરમાં પેસ્ટ બનાવવી. હવે કડાઈમાં તેલ અને બટર મૂકો. તેલ ગરમ થાય એટલે કસૂરી મેથી અને આદું-મરચાંની પેસ્ટ ઉમેરો. થોડું સાંતળો. પછી કાંદા ઉમેરો. એક મિનિટ માટે સાંતળો. પછી પાલકની પેસ્ટ ઉમેરો. મીઠું નાખો. બે મિનિટ ઊકળવા દો. પછી ક્રીમ ઉમેરીને અડધી મિનિટ રાખો. પછી ગૅસ બંધ કરો.

પનીર ઉમેરો. તૈયાર છે અફઘાની પાલક-પનીર. રોટલી અથવા નાન સાથે ગરમ-ગરમ પીરસો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK