હોમલોન લેવા એજન્ટ શા માટે જરૂરી?

ઘર ખરીદવા માટે લોન લેવી હોય તો ઘણી ફર્મ પ્રોફેશનલ મદદ આપે છે. લોન આપનારી બૅન્ક તરફથી આવી ફર્મને કમિશન મળતું હોય છે એટલે આ સર્વિસમાં તેઓ પેપરવર્કથી માંડી બધી કાર્યવાહી મફતમાં કરી આપે છે

 

 

home-loan-agentએક ઇલેક્ટ્રિક એન્જિનિયરને ડોમ્બિવલીમાં ફ્લૅટ ખરીદવા માટે પંદર લાખ રૂપિયાની લોનની જરૂર હતી. લોન વિશેની માહિતી મેળવવા તે બૅન્ક પાસે પહોંચ્યો તો તેને જે જવાબો મળ્યા એને લીધે તે ગૂંચવાડામાં પડી ગયો. લોન માટે જોઈતાં જરૂરી ડૉક્યુમેન્ટ્સ માટે બૅન્કે તેને કોઈ પણ પ્રકારની માહિતી ન આપી. છેવટે તે ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝરી ફર્મ પાસે પહોંચ્યો. ત્યાં લોન માટેનાં જરૂરી કાગળિયાં બાબતે તેને માર્ગદર્શન મળ્યું અને છેવટે લોન માટેની મંજૂરી પણ મળી. એ ઉપરાંત આ ફર્મ દ્વારા તેની લોન પંદર જ દિવસમાં કોઈ પણ વધારાના ખર્ચ વગર મંજૂર થઈ ગઈ. તે કહે છે, ‘હું બહુ નચિંત થઈ ગયો, કારણ કે મારા બદલે તે એજન્ટ બધે દોડાદોડી કરતો હતો. મારે ફક્ત અગત્યનાં કાગળિયાં પર સહી કરવાની રહેતી.’

 

આ કેસ અપવાદ નથી. લોન લેવા ઇચ્છતા મોટા ભાગના લોકોને હોમલોન માટે અરજી કરી એ મેળવવાની કાર્યવાહી સખત તાણભરી અને સમય ખાઈ જનારી લાગતી હોય છે, પણ હવે આવા વચેટિયાઓ એટલે કે બ્રોકરો તમને લોનની અરજી બાબતની આખી કાર્યવાહી માટે મદદ કરે છે, એટલું જ નહીં; તેઓ આ બધી સર્વિસ છેક તમારા ઘર સુધી આવીને આપે છે અને એ પણ કોઈ પણ પ્રકારના ખર્ચ વગર, કારણ કે આ ફર્મ પોતાનું કમિશન બૅન્ક પાસેથી મેળવે છે.

 

એક ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝરી ફર્મ દર મહિને લગભગ ૧૩૦ કરોડ રૂપિયાની લોન અપાવે છે. એના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર કહે છે, ‘અમે લોનની અરજી કરનાર તેમ જ બૅન્ક વચ્ચેની ચૅનલ છીએ. લોકોને નક્કર સલાહ આપીએ છીએ અને જે લોકો લોન માટે બૅન્ક સુધી પહોંચી શકવામાં અસમર્થ હોય છે તેમને બધી રીતની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ. સલાહ આપવા સિવાય મોટા ભાગે ગૂંચવાડાભરી અને પેપર એકઠાં કરવાની લોકોને અઘરી લાગતી કામગીરી પણ અમે પૂરેપૂરી સંભાળી લઈએ છીએ’

 

આવી કન્સલ્ટન્સી ફર્મ ફક્ત લોન બાબતે જ સલાહ નથી આપતી, અનેક બૅન્ક અને એની પૉલિસીઓને એક જ છાપરા હેઠળ લાવી રાખે છે જેથી લોકોને એમાંથી પસંદગી કરવાની સારી પડે. આવી જ એક ફર્મના પ્રોપ્રાઇટર કહે છે, ‘રિયલ એસ્ટેટના એક્સપર્ટ અને ફાઇનૅન્સ ઇન્ડસ્ટ્રીમાં જ્ઞાન ધરાવવાને લીધે અમે લોન લેવા ઇચ્છતા લોકોને પ્રૉપર્ટી ખરીદવા બાબતે એની સારી અને નરસી બાબતે પણ સૂચનો આપીએ છીએ. હમણાં મહિના પહેલાં જ એક એનઆરઆઇ (નૉન-રેસિડન્ટ ઇન્ડિયન)ને અમે મુંંબઇની બહાર કમર્શિયલ પ્રૉપર્ટી લેવા માટે ૧.૫૦ કરોડ રૂપિયાની લોન લેવા માટે મદદ કરી હતી. આ સમય ઘરમાં રોકાણ કરવા માટે યોગ્ય છે, કારણ કે અત્યારે બૅન્ક દ્વારા લોન પર લગાડવામાં આવતો વ્યાજનો દર પ્રમાણસર છે.’

 

શું કામ કરશે?

 

એ સમયની બચત તો કરે જ છે અને તમારા માટે કઈ બૅન્કમાંથી લોન લેવી વધુ ઉત્તમ છે એ પણ નક્કી કરે છે.

પેપરવર્કમાં મદદ કરે છે.

આ કન્સલ્ટન્ટ પે-હાઉસ તમારે ત્યાં કોઈ પણ ચાર્જ વગર આવે છે.

 

કેવી રીતે કામ કરે છે?

 

૧. કન્સલટન્સી ફર્મનો રિપ્રેઝન્ટેટિવ તમારી લોનની જરૂરિયાતને તપાસે છે. પછી એ લોન નવું ઘર ખરીદવા, હાલના ઘરને રિનોવેટ કરવા કે પછી વ્યવસાયના હેતુ માટે પ્રૉપર્ટીને વિકસાવવા માટે હોય.

૨. કન્સલટન્ટ તમારી પ્રોફાઇલને તપાસે છે. એમાં તમારી નોકરીનું સ્ટેટસ, આવક (પગારદાર હો અથવા પગારદાર ન હો તો) તમારી વય, સરનામું વગેરે જેવી તમારી પ્રોફાઇલ તપાસે છે.

૩. કન્સલટન્ટ પાછલી લોન, ઈએમઆઇ (ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ) ભરવાની તમારી કૅપેસિટી, બૅલેન્સશીટ, રોકાણ, મિલકત અને જવાબદારીઓ તપાસી તમારી આર્થિક પરિસ્થિતિ કેવી છે એ નક્કી કરે છે.

૪. આ ફર્મ તમને અનેક પ્રકારની જુદી-જુદી બૅન્કોમાંથી મળતી જુદા-જુદા વ્યાજદર વાળી હોમલોન વિશે જણાવે છે અને એમાંથી કંઈ તમને સૌથી વધુ માફક આવશે એ જણાવે છે.

૫. ફર્મ તમને આઇડેન્ટિટી, તમે જ્યાં રહો છો અને તમારી આવકની સાબિતી, ફોટોગ્રાફ્સ, પે-સ્લિપ્સ, ફાઇનૅન્શિયલ સ્ટેટમેન્ટ્સ, ઇન્કમ-ટૅક્સ અસેસમેન્ટ ઑર્ડર, બૅન્ક-અકાઉન્ટનાં સ્ટેટમેન્ટ વગેરે મહત્વનાં કાગળિયાંઓ એકઠાં કરવામાં મદદ કરે છે અને ત્યાર પછી તેઓ તમારે બદલે એ બૅન્કને લોન માટેની અરજી મોકલે છે.

 

આટલું જાણવું જરૂરી

 

શું મારે આ કન્સલ્ટન્સી ફર્મના સૂચન પર ભરોસો રાખવો જોઈએ?

    તમને સમય હોતો નથી અને આ સર્વિસ પાછળ તમારે તો કોઈ પણ પ્રકારના પૈસા ગુમાવવાના આવતા નથી.

મને કેવી રીતે ખાતરી રહે કે આ ફર્મ મારી કોઈ પણ પ્રકારની અગત્યની વિગતોનો ગેરલાભ નહીં ઉઠાવે?

    જો તમે ઓછી જાણીતી ફર્મ પાસે જાઓ તો કદાચ વ્યક્તિગત વિગતોનો દુરુપયોગ જોખમી સાબિત થઈ શકે અથવા તો કન્સલ્ટન્ટના વેશમાં ચોર આવી શકે એટલે તમે જે ફર્મ વિશે સાંભળ્યું હોય એના પર જ પસંદગી ઢોળો.

મને કેવી રીતે ખબર પડે કે ફર્મ જે પ્રસ્તાવ આપે છે એ મારા માટે ઉત્તમ જ છે અને એ કોઈ ખાસ બૅન્કને પ્રમોટ નથી કરી રહી?

    આ ફર્મ કોઈ બૅન્ક માટે કામ નથી કરતી, પણ બૅન્કના હાલના લોન બાબતના ચિત્રને રજૂ કરે છે અને તમારે એમાંથી કોઈ એક પર પસંદગી ઉતારવાની હોય છે. ફર્મ તરફથી સૂચન કરવામાં આવેલી બૅન્ક પાસે જ જવું જરૂરી નથી. પસંદગી તમારી હોય છે.

Comments (1)Add Comment
...
written by johnfinancail, July 03, 2013
જ્હોન નાણા પીએલસી it.Need તમારા ધંધા માટે લોન અથવા તમારા બીલ ચૂકવણી કરવાની જરૂર એવા લોકો માટે લોન આપે છે? તમે વિવિધ નાણાકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવે છે, પરંતુ કોઈ મેળવી પ્રયત્ન કર્યો છે? તમારા સ્થાનિક બેન્કો દ્વારા લોન નકારવામાં આવી છે? ભંડોળ જરૂર છે અને નિરાશ થવાની થાકેલા? તમે બધે પ્રયત્ન કર્યો છે અને કોઈ એક ઉકેલ છે છે? જ્હોન ફાયનાન્સ કંપની પ્રયાસ કરો. અમે લોન ખૂબ જ સસ્તા ભાવ, 3.0% અને પોસાય નીચા વ્યાજ દરે જરૂર પડશે આપો. This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it '> This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it મારફતે સંપર્ક
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK