વીક-એન્ડ હોમનો વાયરો

શહેરથી દૂર તમારા સપનાનું બીજું ઘર કેવું અને ક્યાં હોવું જોઈએ? આવી પ્રૉપર્ટી ખરીદતાં પહેલાં શી તકેદારી રાખવી એ પણ જાણી લો 




આજના માર્કેટમાં વીક-એન્ડ હોમ્સનો કૉન્સેપ્ટ ખૂબ જ પૉપ્યુલર છે. શહેરથી દૂર હરિયાળી વચ્ચે એક સુંદર ઘર ખરીદી પોતાના પરિવાર સાથે વીક-એન્ડમાં થોડો સમય ગાળવા ઇચ્છતા લોકો આવાં વીક-એન્ડ હોમ ખરીદે છે, જેને સેકન્ડ હોમ પણ કહેવાય છે. જોકે આવી પ્રૉપર્ટી ખરીદતાં પહેલાં લોકોએ કેટલીક તકેદારી લેવી જરૂરી છે.

ક્લિયર ટાઇટલ

આ પ્રૉપર્ટીના ઍગ્રીમેન્ટમાં લૅન્ડ ટાઇટલ્સ, બિલ્ડિંગ પરમિશન્સ, લીગલિટીઝ લોકલ રૂલ્સ-રેગ્યુલેશન્સ સહિતની કાયદેસરતાની ચકાસણી અને ક્રૉસ ચેકિંગ આ સંબંધી કામમાં નિપુણતા ધરાવતા પ્રૉપર્ટી ઍડ્વોકેટ્સ પાસે કરાવી લેવામાં જ ભલાઈ છે. એમાંય લૅન્ડનું ટાઇટલ ક્લિયર છે કે કેમ એની ચકાસણી તો અત્યંત જરૂરી છે કેમ કે ઍગ્રીકલ્ચરલ લૅન્ડ પર પ્રૉપર્ટી ખરીદવાની ભૂલ તો તમે કરવા માગતા જ નથી.

હોમ ફાઇનૅન્સ

હોમ ફાઇનૅન્સ પણ વધુ એક મહત્વનો મુદ્દો છે. જો સારું રિટર્ન મળવાનો વિશ્વાસ હોય તો જ

વીક-એન્ડ હોમ ઊંચી કિંમતે ખરીદજો અન્યથા પસ્તાવાનો વારો આવી શકે. જોકે ટૅક્સ-સેવિંગમાં મદદ મળતી હોવાથી આવાં ઘરોમાં રોકાણ કરવું એ સારી વાત છે.

પરિવહન સર્વિસ

સામાન્ય રીતે જેમને પોતાનું વાહન ન હોય અથવા પોતાનું વાહન લઈ જવાની ઇચ્છા ન હોય એવા લોકો બે શહેરો વચ્ચેના ગ્રામ્ય ભાગોમાં આવેલા વિસ્તારોમાં આવાં ઘર ખરીદતાં હોય છે જેથી તેમને ત્યાં આવ-જા કરવા માટે જાહેર પરિવહન સહેલાઈથી મળી રહે. એથી નજીકમાં રેલવે-સ્ટેશન, બસડેપો હોય કે પરિવહન સર્વિસ સારી રીતે વિકસિત હોય એવા સ્થળે પોતાનું વીક-એન્ડ ઘર ખરીદવું જોઈએ.

ગુડ ક્લાઇમેટ (વાતાવરણ)

મુંબઈ કરતાંય વધુ ગરમી પડતી હોય એવા સ્થળે આવું ઘર ખરીદવાનો કોઈ જ અર્થ નથી. એનાથી તો તમારી અકળામણ વધી શકે. એના બદલે એવી જગ્યા પસંદ કરવી જ્યાં બારેમાસ કૂલ ક્લાઇમેટ રહેતું હોય. આ માટે કોઈ હિલસ્ટેશન કે બીચ-ટાઉન પર પસંદગી ઉતારી શકાય. હિલ પર વીક-એન્ડ હોમ સૌને પસંદ પડે જ.

ઍપ્રીશિયેશન વૅલ્યુ (રોકાણનું વળતર)

જ્યા આવું ઘર ખરીદો ત્યાં વિકાસની તક કેટલી છે એનો અંદાજ મેળવી લેવો જેથી કેટલાંક વર્ષો બાદ આવું ઘર વેચો તો સારીએવી રકમ મળી શકે. જે સ્થળથી પાંચેક કિલોમીટરના પરિઘમાં ઇન્ડસ્ટ્રી હોય અને વાતાવરણ સારું હોય એવા સ્થળે વીક-એન્ડ ઘર ખરીદવું હિતાવહ કહેવાય.

પર્પઝ (હેતુ)

ટૂ-ટિયર શહેરમાં કે આસપાસના વિસ્તારમાં વીક-એન્ડ હોમનો વિકલ્પ સારો કહેવાય. કેટલાય લોકો રિટાયરમેન્ટ બાદ શાંત અને નાના શહેરમાં રહેવા જવાનું વિચારતા હોય છે. આ હેતુ માટે તમે ભવિષ્યમાં આ ઘરનો ઉપયોગ કરી શકો, પરંતુ જો તમે ફરવા માટે કે હવાફેર માટે જ આવું ઘર ખરીદવા ઇચ્છતા હો તો શહેરથી દૂર, પ્રૉપર્ટીની મોકળાશવાળી જગ્યા અને તમને શું ઑફર મળે છે એ વાતો પર ધ્યાન આપવું. જો તમારું આવું ઘર શહેરથી નજીકના અંતરે હોય તો તમે ભાડે પણ આપી શકો.

પ્રિફર્ડ એરિયાઝ (આ સ્થળો પર પસંદગી ઉતારી શકાય)

સામાન્ય રીતે લોકો લોનાવલા, કર્જત, કસારા અને મુરબાડમાં આવાં ઘર ખરીદે છે. આ તમામ વિસ્તાર રેલમાર્ગે જોડાયેલો છે. જોકે નાશિક, પુણે અને પિંપરી-ચિંચવડ જેવા વિસ્તારોમાં પણ આવાં સેકન્ડ હોમ સિટીઝ વિકસી રહ્યાં છે. કેટલાક મુંબઈગરાઓ પનવેલ અને નવી મુંબઈથી આગળ પણ આવાં ઘર ખરીદી રહ્યા છે. આ બધા વિસ્તારોમાં લોકોને રોજગારી, શિક્ષણ, ઇન્ડસ્ટ્રીઝ, હૉસ્પિટૅલિટી અને રીટેલ સેક્ટરના વિકાસની ઊજળી તકો દેખાઈ રહી છે. જો તમારી પસંદગી આવા કોઈ વિસ્તાર પર ઊતરે તો ભવિષ્યમાં તમારું આ બીજું ઘર પહેલું ઘર પણ બની શકે છે.

સ્પેસ (કેટલી જગ્યા હોવી જોઈએ?)

તમારું વીક-એન્ડ હોમ શહેરમાં તમે રહેતા હો એ ઘર કરતાં મોટું કે વિશાળ હોવું જોઈએ, તો જ તમારો હેતુ સર થાય. ત્યાં તમે તમારા મિત્રો અને પરિવાર સાથે થોડો સમય આરામથી રહી શકવા જોઈએ. ત્યાં આસપાસ તમારાં બાળકો રમી શકે એટલી મોકળાશ પણ હોવી જોઈએ. જો ત્યાં બાજુમાં જ ફાર્મ-લૅન્ડ હોય તો તમે એમાં ગાર્ડનિંગ, હૉર્ટિકલ્ચર, પોલ્ટ્રી ફાર્મિંગ પણ કરી શકો.

ગેટેડ કૉમ્યુનિટી (સલામતી અને સારસંભાળ) :

જ્યાં સલામતી અને તમારી ગેરહાજરીમાં પણ કોઈ સારસંભાળ લેવાવાળું હોય એવી જગ્યાએ જ સેકન્ડ હોમ પ્રૉપર્ટી ખરીદવી જોઈએ. આસપાસમાં વસ્તી હોય અથવા કોઈ કૉમ્પ્લેક્સ હોય એવી જગ્યા સારી ગણાય. કેટલાય ડેવલપરો કૉમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેઇન્ટેનન્સ, અપકીપ અને કેટલાય તો અંગત હાઉસકીપિંગ સર્વિસ પણ ઑફર કરે છે.

(સેકન્ડ હોમ્સના સ્પેશ્યલિસ્ટ પ્રૉપર્ટી કન્સલટન્ટ સુનીલ બજાજે આ લેખ તૈયાર કર્યો છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK