ફ્લૅટ વેચવામાં મૂંઝવણ અનુભવો છો? આ રહ્યાં કેટલાંક સૂચનો

પ્રૉપર્ટી ખરીદવાની માફક એ વેચવાનું કાર્ય પણ એટલું જ પ્રૉબ્લેમભર્યું છે. સહેલાઈથી ઘર વેચી શકાય એ માટેના  કેટલાક આસાન તરીકા જોઈએ




શું તમે ફ્લૅટ વેચવા ઇચ્છો છો, પરંતુ એ બાબતમાં આગળ કેમ વધવું એ નથી સમજાતું? તમારી મૂંઝવણનો અમે અંત લાવી દઈશું. તમે એક વખત ફ્લૅટ વેચવાનું નક્કી કરી લો એ પછી થોડાં સરળ સૂચનો અમલમાં મૂકશો એટલે સંભવિત ગ્રાહકો તમારા ફ્લૅટ પર આવી પહોંચશે. અહીં અમે તમારા માટે કેટલાંક સૂચનો રજૂ કરીએ છીએ:

બિલ્ડિંગમાં એક નોટિસ મૂકો : તમને અને તમારા ફ્લૅટને તમારા પાડોશી કરતાં વધુ સારી રીતે કોણ ઓળખતું હશે? એટલે અમારું સૂચન એવું છે કે તમારો ફ્લૅટ વેચવાનો છે અને સંભવિત ગ્રાહક તમારો સંપર્ક કરી શકે છે એવી એક નોટિસ તમારા બિલ્ડિંગમાં મૂકો. એમ કરીને તમે સલામત, પરિચિત અને વિશ્વાસુ ગ્રાહકો સુધી પહોંચી શકશો. તમારા પાડોશીઓને તમારો ફ્લૅટ ખરીદવામાં રસ નહીં હોય તો તેઓ પોતાના સંબંધીઓ કે મિત્રોને એના વિશે વાત કરશે. જો તેમની પાસે વધારાના પૈસા હશે તો તેઓ તેમનાં બાળકો, માતા-પિતા, કાકા-કાકી કે પછી સખાવત માટે પણ તમારો ફ્લૅટ ખરીદી લેશે.

જાહેરખબર આપો : તમારી વાત વધુ લોકો સુધી પહોંચાડવા માટે તમે એક ન્યુઝપેપરના ક્લાસિફાઇડ વિભાગમાં ફ્લૅટ વેચવા વિશે જાહેરખબર પણ આપી શકો છો. જેમને ખરેખર ફ્લૅટ ખરીદવો છે એવા ગ્રાહકો પ્રૉપર્ટી વિશેની જાહેરખબરો જોતા જ હોય છે. વાસ્તવમાં તો એમાંના ઘણા લોકો પ્રૉપર્ટીની ઍડ જોવા માટે જ ન્યુઝપેપર ખરીદતા હોય છે. આમ તમે જો વધુ લોકો સુધી તમારી વાત પહોંચાડવા ઇચ્છતા હો તો ક્લાસિફાઇડ્સ તમારા માટે શ્રેષ્ઠ માધ્યમ છે.

એક દલાલ રોકો : દલાલો સૌથી વધુ સંપર્ક ધરાવનાર વ્યક્તિ છે. તેમને કમિશન મળતું હોવાથી તેઓ તમારા ફ્લૅટનો સોદો થઈ જાય એ માટે તેમનાથી થઈ શકે એ બધું જ કરી છૂટશે. તમને જો ફ્લૅટ વેચવાની ઉતાવળ હોય તો દલાલને રોકવાનો માર્ગ તમારા માટે યોગ્ય છે.

સંબંધીઓ અને મિત્રોને કહી રાખો :
કણોર્પકર્ણ માર્કેટિંગ અદ્ભુત પરિણામ આપી શકે છે. ન્યુઝપેપરમાં જાહેરખબર આપવાનો કે દલાલ રોકવાનો તમારી પાસે સમય ન હોય તો મિત્રો અને સંબંધીઓને તમારો ફ્લૅટ વેચવાનો છે એમ કહેવાનું શરૂ કરી દો. તમે જેમની સાથે કામ કરતા હો એવા સાથીઓ અને તમારા ગ્રુપને એક ઈ-મેઇલ મોકલીને પણ ફ્લૅટ વેચવા વિશે વાત કરી શકો છો. મુંબઈ જેવા શહેરમાં બધા પોતાનું ઘર ખરીદવા ઇચ્છતા હોય છે અને તમે જો બધાને વાત કરતા રહેશો તો કદાચ તમારો ફ્લૅટ ખરીદનાર ગ્રાહક મળી જશે.

નેટવર્કિંગ વેબસાઇટનો લાભ લો :
આખું વિશ્વ ફેસબુક અને ઑકુર્ટ પર ઉપલબ્ધ છે. ફ્લૅટ વેચવાના તમારા ઇરાદા વિશે તમે તમારા તમામ સંપકોર્ને પ્રાઇવેટ મેસેજ દ્વારા જાણ કરી શકો છો. બીજી તરફ તેઓ પણ એ મેસેજ તેમના સંપકોર્ને ફૉર્વર્ડ કરશે. એ રીતે તમારો મેસેજ સંખ્યાબંધ લોકો સુધી પહોંચી જશે અને કદાચ એમાંથી તમારો ફ્લૅટ ખરીદનાર કોઈક ગ્રાહક મળી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK