બંધાતા બિલ્ડિંગમાં ફ્લૅટ ખરીદવાના ફાયદા અનેક

અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ફ્લૅટ નોંધાવ્યા પછી બિલ્ડરો ઘણી વાર પઝેશન આપવામાં ઢીલ કરતા હોય છે અને ગ્રાહકો હેરાન થઈ જતા હોય છે.

 

 

ઔદ્યોગિક મર્યાદાઓને લીધે ઘણા ડેવલપરો પોતાના પ્રોજેક્ટ્સ પૂરા નથી કરી શકતા એવા અહેવાલો પણ અવારનવાર આવતા રહે છે. આથી જ અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ફ્લૅટ નોંધાવતાં લોકો ડરે એ સ્વાભાવિક છે.

 

 

આમ છતાં અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ફ્લૅટ નોંધાવવાના ઘણા ફાયદા છે. જોકે આ માટે સાવધ રહેવાનું જરૂરી છે. જો તમે પૂરતું હોમવર્ક કરો તો પ્રોજેક્ટની વિશ્વસનીયતા યોગ્ય રીતે ચકાસી શકો છો. દસ્તાવેજો બરાબર છે કે નહીં એ તપાસી શકાય છે અને બિલ્ડરે ભૂતકાળમાં ડેડલાઇન પાળીને કામ કર્યું છે કે નહીં એ પણ ચેક કરી શકાય છે. આપણે જીવનમાં એક કે બે વાર જ ઘર ખરીદતા હોઈએ છીએ. પ્રસ્તુત છે ડેવલપરની વિશ્વસનીયતા તપાસવાની ટિપ્સ.

 

જૂના ગ્રાહકોને મળો

 

પઝેશન મળવામાં મોડું થશે એ પ્રકારના ડરને કાઢી નાખવા, બાંધકામની ગુણવત્તા કેવી હશે એ જાણવા તથા અન્ય વિગતો મેળવવા માટે સૌથી સારામાં સારો રસ્તો ડેવલપરના જૂના ગ્રાહકોને મળવાનો છે. રવિવારે આવી વ્યક્તિને મળવા જાઓ, કારણ કે રવિવારે તેઓ તમારા માટે થોડો સમય ફાળવી શકશે. બિલ્ડર વિશે તમે જે જાણવા માગતા હો એ તેમને પૂછી લો. બાંધકામ સમયસર પૂરું થાય છે કે નહીં, બિલ્ડરે સુવિધાઓનાં જે વચનો આપ્યાં હતાં એ સુવિધા આપી કે નહીં એ સિવાયના જે પ્રશ્નો તમારા મનમાં હોય એ પૂછી લો. આ જાણીને તમને બિલ્ડર વિશે ઘણી માહિતી મળશે અને તમે એની પાસેથી શી અપેક્ષા રાખી શકશો એ પણ નક્કી કરી શકશો.

 

પૂરા થયેલા પ્રોજેક્ટ્સ જોઈ આવો

 

તમે દસ્તાવેજ પર સહી કરો એ પહેલાં બિલ્ડરે પૂરા કરેલા કોઈક પ્રોજેક્ટ્સને તમારી નજરે જોઈ આવો. તમારા જીવનસાથી કે તમારા મિત્ર સાથે એ જોવા જાઓ અને ત્યાંનું બાંધકામ ચેક કરો. એ પ્રોજેક્ટ્સના બિલ્ડિંગો તમે જોશો તો તમને ખબર પડશે કે તમે જે બિલ્ડિંગમાં ફ્લૅટ નોંધાવવાનું વિચારી રહ્યા છો એ બિલ્ડિંગ કેવું દેખાશે. એ પ્રોજેક્ટ માટે કયા આર્કિટેક્ટે કામ કર્યું હતું એ ત્યાંના રહેવાસીઓને પૂછો. જો એ પ્રોજેક્ટનો જ કોઈ આર્કિટેક્ટ તમારા બિલ્ડિંગમાં કામ કરી રહ્યો હોય તો કામની ગુણવત્તા અને શૈલી બાબતે તમે નિશ્ચિત રહી શકશો. બિલ્ડર વચન આપ્યા પ્રમાણેની સુવિધાઓ આપે છે કે નહીં એની પણ તમને ખબર પડશે.

 

ઇન્ટરનેટનો ઉપયોગ કરો

 

રિયલ્ટી માર્કેટ વિશેની માહિતી મેળવવા માટે ઇન્ટરનેટ એક સારો સ્રોત છે. બિલ્ડર કે તેના ગ્રુપની કોઈ કંપનીને અવૉડ્ર્સ મળ્યા છે કે નહીં એની માહિતી તમને ઇન્ટરનેટ પર મળશે. બિલ્ડરના અગાઉના કોઈ પ્રોજેક્ટમાં વિવાદ થયો હતો કે તે અન્ય કોઈ પ્રોજેક્ટ કરી રહ્યો છે કે નહીં એની માહિતી પણ તમને નેટ પર મળી રહેશે. તમારી પસંદગીના બિલ્ડર વિશેના કોઈક ગ્રાહકના અભિપ્રાયો પણ તમને નેટ પર મળી જાય એવી શક્યતા છે.

 

જાણીતી બૅન્કોનો સંપર્ક કરો

 

બિલ્ડર જે દસ્તાવેજો આપે એ લઈને તમને જેના પર વિશ્વાસ હોય એવી બૅન્ક પાસે પહોંચી જાઓ. જો કોઈ ગરબડ હશે તો તમારી બૅન્ક તમને તરત જ સાવધ કરશે. રિયલ એસ્ટેટની ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓને મોટા ભાગની બૅન્કો માન્યતા આપતી હોય છે અને એ રીતે તમને લોન લેવામાં તકલીફ નથી પડતી.

 

અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ફ્લૅટ ખરીદવાના ફાયદા

 

તમારે સમયાંતરે પેમેન્ટ કરવાનું હોય છે.

ફાઇનલ પઝેશન માટે તમે પ્લાન કરી શકો છો.

તમારી અત્યારની પ્રૉપર્ટી વેચવા માટે તમને પૂરતો સમય મળી રહેશે એટલે તમને પૂરી કિંમત મળી શકે છે.

બિલ્ડિંગ બંધાતું હોય ત્યારે જ તમે તમારા ફ્લૅટમાં અમુક ફેરફારો કરાવી શકો છો.

 

પઝેશનમાં ઢીલ થાય તો શી તૈયારી કરશો?

 

જો તમે ભાડાની જગ્યા પર રહેતા હો તો કમસે કમ ત્રણ મહિના માટે ભાડાની મુદત વધારી દો.

જો તમારે ઘર તરત ખાલી કરવું પડે એમ હોય તો થોડા સમય માટે મિત્ર કે સગાને ત્યાં રહેવાની સગવડ કરો.

જો તમારા સગા કે મિત્રને ત્યાં ફક્ત રહેવાની વ્યવસ્થા હોય તો સામાન રાખવા માટે બીજે વ્યવસ્થા કરો.

આમ અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં ફ્લૅટ નોંધાવતી વખતે ડરવાની જરૂર નથી, ફક્ત પૂરી તપાસ કરી લેવાની જરૂર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK