જગ્યા ખરીદો ત્યારે આટલી જાણકારી મસ્ટ

બિલ્ડર કે બ્રોકર સાથે સોદો કરતાં પહેલાં તેમની સાથે અમુક શબ્દોના અર્થની ચોખવટ કરવી જરૂરીરિયલ એસ્ટેટ એટલે મિલકત. ઘણાંખરાં ભારતીય કુટુંબોમાં હવે આ શબ્દ માત્ર રહેઠાણ પૂરતો સીમિત ન બની રહેતાં આર્થિક રોકાણના ઉદ્દેશથી ખરીદાયેલી મતા પણ છે. રિયલ એસ્ટેટ હવે માત્ર માથા પરનું છાપરું-ઘર જેવા સંકુચિત અર્થમાં ન રહેતાં એનો અર્થવિસ્તાર વધ્યો છે, જે ઘણા પરિવારોમાં ભવિષ્ય માટેના મૂડીરોકાણનો પણ પર્યાય છે. જેમ મેડિકલ કે વકીલાતના ક્ષેત્રમાં એમના અમુક ટેãક્નકલ શબ્દો (ચોક્કસ અર્થવાળા) હોય છે એ જ રીતે રિયલ એસ્ટેટ - જમીનની ખરીદદારીના ક્ષેત્રે પણ અમુક ટેãક્નકલ શબ્દોના અર્થ સમજવા જરૂરી થઈ પડે છે. ઘણી વાર એ મતલબ ન સમજતા સામાન્ય માણસને ગેરસમજૂતી ઊભી થવાની શક્યતા છે. આપણી knowledge seriesના આરંભમાં જ એવા અમુક બહુ પ્રચલિત શબ્દો તથા એમના અર્થ અને ઉપયોગ વિશે થોડુંક જાણી લઈએ.

Agreement to sell (વેચાણ માટેનો દસ્તાવેજ)


આ એક એવો દસ્તાવેજ છે જેમાં પરસ્પર લેવડદેવડનું વચન છે અથવા ભવિષ્યમાં એ મુજબ થઈ શકનાર વેચાણનો કરાર છે. સાદા શબ્દોમાં કહીએ તો આ માત્ર સગાઈ છે, લગ્ન નથી.

Agreement of sell (વેચાણ વિશેનો કરાર)


રિયલ એસ્ટેટના સોદામાં આ લગ્નપ્રસંગરૂપ છે. એ કરારમાં વેચાણ વિશેની પૂરી વિગતો, વેચનાર તથા ખરીદનારની પૂરી વિગતો, સોદા વિશેની આર્થિક વિગતો તથા સોદામાં વેચાણ અથવા ટ્રાન્સફર દરમ્યાન થનારી બધી કાયદેસર વિધિઓનો સમાવેશ થાય છે.

Realtor


સાધારણ રીતે આ શબ્દ દ્વારા એસ્ટેટ બ્રોકર અથવા રિયલ એસ્ટેટ એજન્ટની વ્યાખ્યા બંધાય છે. જેમ વિદ્યાર્થીને અમુક લેક્ચર ભર્યા પછી જ પરીક્ષામાં બેસવાની છૂટ મળે છે એવું જ આ વિશેષણનું છે. અમેરિકાની National Association of Realtors નામની કંપનીના ભારતના પ્રતિનિધિઓ મુંબઈમાં આવેલી તેમની સંસ્થામાં પરીક્ષા લીધા પછી જ ઉત્ર્તીણ થનાર વ્યક્તિને રિયલ્ટરનું પદ મળે છે.

Carpet Areaએક ચોક્કસ ફ્લોર (માળ) પર, એક ચોક્કસ ફ્લૅટમાં ચાર દીવાલોથી રચાતા ફ્લૅટમાં વપરાશમાં લેવાતી ખાલી જગ્યા એટલે કાર્પેટ એરિયા. આની પાછળનો તર્ક એમ સૂચવે છે કે દીવાલોની વચ્ચે, ખરેખરા ઉપયોગમાં લેવાતી જગ્યા કાર્પેટ એરિયા તરીકે ઓળખાય છે.

Built up Area (BuA) 


કાર્પેટ એરિયા પછી આ બીજા તબક્કામાં આવે છે. જેમ કાર્પેટ એરિયામાં ખાલી દીવાલોની વચ્ચેની જગ્યાની વાત થાય છે એમ Built up Areaમાં ચોક્કસ ફ્લૅટની દીવાલોની બહારની સીમાની પણ મોજણી થાય છે. આની અંતર્ગત મકાન/બાંધકામની બહારની જગ્યાનું માપ ગણવામાં આવે છે. લૉબી (પૅસેજ), પ્રવેશદ્વાર એરિયા તથા બેઝમેન્ટની જગ્યાના માપની મોજણી થાય છે. જોકે આ ગણતરી શહેરદીઠ અલગ રીતે થતી હોય છે. જેમ કે દિલ્હીમાં લિફ્ટ તથા દાદરાવાળા ભાગને Built up Areaર્માં સાંકળી લેવામાં આવે છે; જ્યારે મુંબઈમાં બેઝમેન્ટ, દાદરાવાળો ભાગ, લિફ્ટ તથા યુટિલિટી રૂમ જેવા કે જનરેટર રૂમ, ઇલેક્ટિÿક મીટરને પણ Built up Areaર્માં સામેલ કરવામાં આવે છે. બૅન્ગલોરમાં બેઝમેન્ટને Built up Areaર્માં નથી ગણતા, જ્યારે ચેન્નઈમાં બેઝમેન્ટ તથા પ્રવેશએરિયા બન્નેને Built up Areaર્માં નથી ગણતા.

Super Built up Area


આ ગણતરીમાં ઘણું કરીને સંપૂર્ણ બાંધકામ/મકાનનો એરિયા તથા સાથે આવેલા કૉમન એરિયાનો સમાવેશ થાય છે. આની અંતર્ગત કાર્પેટ એરિયા, Built up Areaર્, અંદર તથા બહારની દીવાલો, લૉબી અને પૅસેજ, લિફ્ટ, દાદરો, બેઝમેન્ટ અને પ્રવેશદ્વાર તથા યુટિલિટી એરિયાનો સમાવેશ થાય છે. આગળ જણાવ્યા મુજબ આમાં પણ શહેરદીઠ અલગ-અલગ કાયદા હોય છે. જેમ કે દિલ્હીમાં બેઝમેન્ટ કમર્શિયલ ઉપયોગમાં ન લેવાતું હોય તો એને Super Built upમાં નથી ગણતા, જ્યારે મુંબઈમાં પાણી ભરવાની ટાંકી નીચેનો વિસ્તાર તથા અન્ય યુટિલિટી રૂમને Super Built up Areaર્માં ગણવામાં આવે છે. ચેન્નઈમાં બેઝમેન્ટ તથા પ્રવેશદ્વારને Super Built up Areaર્માં સામેલ કરવામાં આવે છે, જ્યારે બૅન્ગલોરમાં બેઝમેન્ટને Super Built up Areaર્માં નથી ગણતા.

Efficiency Ratio (ER)


આ એક રીતે ગણિતના એક સમીકરણ જેવું છે. વેચાણ દસ્તાવેજમાં જગ્યાનું જે માપ બતાવવામાં આવ્યું હોય એનો કેટલામો ભાગ ખરેખરા વપરાશમાં લઈ શકાય એની વાત છે. એટલે ફ્લૅટનો વપરાશનો એરિયા તથા દસ્તાવેજમાં દેખાડેલા એરિયાનો તફાવત. આમાં બહુધા પ્રૉપર્ટીના કાર્પેટ એરિયા તથા સુપર બિલ્ટ અપ એરિયાની વાત થાય છે. સાદા શબ્દોમાં સમજીએ તો તમને સુપર બિલ્ટ અપ એરિયા કેટલો જણાવવામાં આવ્યો અને એની સામે તમે કાર્પેટ એરિયાના કેટલા વધારે ચૂકવ્યા.

Floor Space Index (FSI)


ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ એટલે બાંધકામના માળખાની ચોક્કસ સ્ક્વેરફૂટ જગ્યાને જમીનના ખાલી પ્લૉટ સાથે તથા બાંધકામ થયાના દરેક સ્ક્વેરફૂટને વહેંચાતા મળતી ચોક્કસ સંખ્યા. એટલે બાંધકામ થયા પછી પૂરા મકાનના બાંધકામમાં વપરાયેલી જગ્યાનું માપ.

Maintenance Charges


હાઉસિંગ સોસાયટીઓ દ્વારા આ ચાર્જ મકાનની જાળવણી અર્થે લેવામાં આવતા હોય છે; જે અંતર્ગત જનરેટર સેટ, સિક્યૉરિટી, લૅન્ડસ્કેપિંગ તથા કૉમન એરિયાની માવજત કરવામાં આવે છે. જ્યાં સુધી હાઉસિંગ સોસાયટી આ પ્રક્રિયા પોતાના હસ્તક ન સ્વીકારે ત્યાં સુધી આ જવાબદારી ડેવલપરની હોય છે.

Market Value


આખી પ્રૉપર્ટીનું વૅલ્યુએશન (મૂલ્યધોરણ) કાયદેસર કરવામાં આવે છે. બજારમાં ડિમાન્ડ ઍન્ડ સપ્લાય મુજબ તથા પ્રૉપર્ટીનું બાંધકામ, લોકેશન, બંધારણનું માળખું, મેઇન્ટેનન્સ વગેરે ધ્યાનમાં લેવાય છે. માર્કેટવૅલ્યુ એટલે બજારમાં એ પ્રૉપર્ટીનો અત્યારનો વેચાણભાવ.

Stamp Duty


રિયલ એસ્ટેટ સ્ટૅમ્પડ્યુટી એટલે સરકાર દ્વારા લેવાતો એક પ્રકારનો ટૅક્સ. પ્રૉપર્ટીની માર્કેટવૅલ્યુ અથવા ઍગ્રીમેન્ટ વૅલ્યુ બેમાંથી જે વધુ હોય એ મુજબ આ ટૅક્સ લાગે છે.

Sale deed (વેચાણકરાર)


આ કરાર દ્વારા ખરીદનાર એ પ્રૉપર્ટી પર સંપૂર્ણ કાનૂની કબજો મેળવે છે. આ કરાર દ્વારા વેચાણ કરનાર એ પ્રૉપર્ટી પરના સર્વ હકો ખરીદનારને સોંપી દે છે. જોકે અન્ય શરતોને આધીન માન્યતા મેળવ્યા પછી જ આ કરારનો લાભ ખરીદકર્તાને મળે છે.

Registration Charges


પ્રૉપર્ટી/બાંધકામના તમામ હકો ખરીદકર્તાના નામે થઈ જાય ત્યાર બાદ જ આ ફી ચૂકવવાની હોય છે.

Disclaimer


ઉપરોક્ત લખાણ સોદાને સમજવાની રીતને બતાવવાના આશયથી જ છે એટલે એને કાયદાકીય સલાહ ન માનવી. વાચકોએ કોઈ પણ સોદો કરતાં પહેલાં વકીલ તથા આર્થિક સલાહકારને મળીને તેમની દોરવણી હેઠળ જ આગળ વધવું. સામાન્ય રીતે વપરાશમાં લેવાતા શબ્દોના અર્થ ઘણી વાર ગેરસમજ પણ ઊભી કરી શકે છે. આ માટે બિલ્ડર અથવા બ્રોકર સાથે કોઈ પણ સોદો કરતાં પહેલાં તેમની સાથે પણ શબ્દોના અર્થની ચોખવટ કરી લેવી ઉચિત છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK