કઈ રીતે કરશો સોસાયટીમાં નેટવર્કિંગ?

પોતાના ઘરમાં વસવાટ કરવાની સાથે જ તમારા પર ઘરને જાળવવાની સાથે-સાથે રોજબરોજની બાબતો સંભાળવાની જવાબદારી આવે છે.

soceity-networkingઆ મુદ્દાઓ તમને અનેક મહત્વના લોકો સાથે ભળવામાં અને તેમની સાથે સંપર્ક વધારવામાં મદદ કરે છે. આને લીધે તમારું જીવન ખૂબ સરળતાથી વહી શકે છે. આમાંના અમુક લોકો જેમની સાથે તમારે સંપર્ક જાળવી રાખવો જરૂરી છે એમના વિશે જાણીએ.

 

પાડોશી

સારા પાડોશીની કોઈ વ્યાખ્યા નથી. કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં સૌથી પહેલાં પાડોશી જ હોય છે. તમે બહાર ગયા હો ત્યારે તે તમારી પોસ્ટ લઈ લે છે અને તમારા ઘરનું ધ્યાન રાખે છે. તમે બહારગામ ગયા હો ત્યારે તમારા ફૂલ-છોડને પાણી પાય છે અને ઘણી વાર અમુક પ્રસંગે તમારાં સંતાનોને પણ સાચવે છે.

ઑફિસ-મૅનેજર

પ્રત્યેક સોસાયટી બિલ્ડિંગના મેઇન્ટેનન્સ બિલ, સોસાયટીને લગતી ફરિયાદો વગેરે સ્વીકારવા તેમ જ સોસાયટીનો વહીવટ સંભાળવા માટે મૅનેજરની નિમણૂક કરે છે. દાખલા તરીકે તમારા ઘરમાં પાણીનું ગળતર છે તો આવી નાની-મોટી ફરિયાદોને સાંભળીને તાત્કાલિક એનો નિકાલ લાવે એ માટે તમારે તેની સાથે સારાસારી રાખવી જરૂરી છે. આ વ્યક્તિ સોસાયટીના નીતિ-નિયમોની સારીએવી જાણકાર હોય છે અને તે તમને નૉમિનેશન અથવા તો પ્રૉપર્ટીના શૅર-સર્ટિફિકેટમાં કોઈનું નામ ઉમેરવા જેવી નાની-મોટી બાબતોમાં સલાહ આપે છે.

સેક્રેટરી અથવા ચૅરમૅન

દરેક સોસાયટીની એક કમિટી હોય છે અને એનું નેતૃત્વ ચૅરમૅન કરે છે. આ ઉપરાંત કમિટીના બીજા સભ્યોમાં સેક્રેટરી તેમ જ ટ્રેઝરરનો સમાવેશ છે. બની શકે કે તમે ખુદ કમિટીમાં તમારો સમય ન ફાળવી શકતા હો છતાં એના અમુક સભ્યો સાથે સાધારણ મૈત્રીભરી ચર્ચા કરી શકો છો, જેને લીધે અમુક બાબતોમાં તમારો દૃષ્ટિકોણ વિસ્તરે છે અને એને લીધે તમને બાળકો માટેનું પ્લે-ગ્રાઉન્ડ કેવી રીતે વધુ સારું બનાવવું અથવા તો કેવી રીતે સોસાયટીના કચરાનો નિકાલ કરવો જેવી બાબતો વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે એટલે તમે સોસાયટીને વધુ બહેતર બનાવી શકો છો.

સિક્યૉરિટી ઑફિસર

તમારા બિલ્ડિંગમાં વૉચમૅન અથવા સિક્યૉરિટી ઑફિસર હોય છે જે તમામ ચોકીદારોનું ધ્યાન રાખતો હોય છે. તેની સાથે તમારે સંપર્કમાં રહેવું જરૂરી છે. ઘરમાં કોઈ વાર ઇલેક્ટ્રિક સાધન કે ફર્નિચર આવવાનું હોય ત્યારે તમે તેને જણાવી રાખી શકો છો અથવા તો પછી વેકેશન પર ગયા હો ત્યારે તમારા ઘરનું ધ્યાન રાખવાનું કહી શકો છો.

હાથવગો માણસ

દરેક સોસાયટીમાં સામાન્ય રીતે એક હાથવગો માણસ હોય છે. સોસાયટી તેને પગાર આપીને રાખે છે અથવા તો સોસાયટીના સભ્યોનું નાનું-મોટું કામ કરી તે પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. તમારી ટ્યુબલાઇટ બગડી ગઈ હોય કે નળ ટપકતો હોય એ વખતે તમે આ માણસની મદદ લઈ શકો છો.

આ ઉપરાંત ઘણા વ્યક્તિગત લોકો જેમની પાછળ ‘વાળા’ શબ્દ લાગેલો હોય છે એવા દૂધવાળા, ફ્રૂટવાળા, ભાજીવાળા, પેપરવાળા, પસ્તીવાળાની સાથે સંપર્ક રાખવો જોઈએ. તેઓ તમારું જીવન વધુ સરળ રીતે ચલાવવામાં મદદરૂપ થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK