તમારા ઘરને સુરક્ષિત રાખો

નવા પડકારોને પહોંચી વળવા નવી ટેક્નૉલૉજી સાથેની સુરક્ષા બાબત પર નાખીએ એક નજર

 

 

home-loan-agentછૂટાછવાયાં અને નાનકડાં બિલ્ડિંગોમાંથી લોકો હવે મોટાં-મોટાં હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં રહેવા જઈ રહ્યા છે. શહેરના ખાસ કરીને રેસિડેન્શિયલ વિસ્તારમાં આવાં મોટાં હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં ક્રાઇમ-રેટ વધી ગયો છે. ચોરી-લબાડી કરવા માટે આ બધી ટૉપ ક્લાસ ઊંચી ઇમારતોને સરળતાથી નિશાન બનાવી લેવાય છે. આ ઉપરાંત કુદરતી આફતો અને આગ જેવી બાબતો પણ પ્રૉપર્ટી અને જીવને જોખમમાં મૂકી દેતી હોય છે. આ બધા થતા નુકસાનમાંથી સ્વજનોને તેમ જ પ્રૉપર્ટીને કેવી રીતે બચાવવા એની ચિંતા સતત આપણા માથે તોળાતી રહે છે અને આ પરિસ્થિતિથી બચવા રેસિડેન્શિયલ સિક્યૉરિટી સિસ્ટમની સખત જરૂર ઊભી થાય છે.

 

રેસિડેન્શિયલ સિક્યૉરિટી આપણને વ્યક્તિગત સુરક્ષા પૂરી પાડે છે. એ આપણા ઘર અને પરિવારની સાથે આપણા પૈસા તો બચાવે છે, સાથે-સાથે ઘરની બધી વસ્તુઓનું નુકસાન થતાં બચાવે છે. મોટાં કૉમ્પ્લેક્સોમાં મોટી-મોટી ફૅમિલીઓ સાથે રહેતી હોય છે એટલે બધાને સિક્યૉરિટીની જરૂર પડતી હોય છે. આવા સમયે બધા વચ્ચે રાખેલી સિક્યૉરિટી સિસ્ટમનો ખર્ચ આપમેળે જ ઓછો થતો જાય છે અને બધાની વચ્ચે વહેંચાઈ જાય છે. એટલે હાલમાં રેસિડેન્શિયલ સિક્યૉરિટી સેક્ટર ખૂબ આગળ વધ્યું છે.

 

રેસિડેન્શિયલ હાઉસિંગમાં ચોર-ઉચક્કાઓથી બચવા સિક્યૉરિટીની ખૂબ જ જરૂર છે. એમાં ટેક્નૉલૉજી પણ મહત્વનો ભાગ ભજવે છે અને આવી રિમોટની વ્યવસ્થાને લીધે જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

 

ચોરોને અટકાવવાનું કામ કરે છે.

 

મુલાકાત લેનારાઓને આવતાની સાથે જ તપાસી લે છે અને તેમને અંદર જવા દેવા કે નહીં એની પૂરતી ચોકસાઈ કરે છે.

 

તમારાં બાળકોને બચાવે છે અને તેમની સુરક્ષા બાબતે ધ્યાન રાખે છે.

 

તમારાં સાવ જ કુમળાં બાળકોની સંભાળ રાખવામાં પણ મદદરૂપ થાય છે.

 

જરૂર પડે ત્યારે ચોરોની વિરુદ્ધમાં સાબિતી તરીકે પણ કામમાં આવે છે.

 

ચારે દિશામાં જાપ્તો રાખવાનું કામ કરે છે.

 

શા માટે રેસિડેન્શિયલ બિલ્ડિંગની સિક્યૉરિટીને સુધારતા રહેવાની જરૂર પડે છે? : તમારા ઘર માટે સિક્યૉરિટી સિસ્ટમ ઘણી રીતે કીમતી છે. જો તમે એવું વિચારતા હો કે સિક્યૉરિટી સિસ્ટમને લીધે તમારે ઓછી ચિંતા કરવાની રહેશે તો તમે હજી પણ એકદમ સુરક્ષિત નથી હોતા. એટલે સમયાંતરે સારામાં સારી અને અપગ્રેડ સિક્યૉરિટી રાખતા રહેવું જરૂરી છે. એ ઉપરાંત આ સિસ્ટમ સૌથી નવી ટેક્નૉલૉજીવાળી અને અદ્યતન સાધનસામગ્રીથી સભર હોવી જરૂરી છે.

 

તમારા ઘરની સુરક્ષા સુધારવા માટે ઘણા રસ્તા છે. ઘરની બહાર લાઇટ રાખવી જરૂરી છે. ઝાડી-ઝાંખરાંઓને કાપતાં રહેવાને લીધે ચોરોને છુપાવાની જગ્યા મળતી નથી. આ પણ એક સારી યુક્તિ છે. હાલની બજારમાં ચાલતી સૌથી સારામાં સારી સુરક્ષા સિસ્ટમ છે મોશન ઍન્ડ સાઉન્ડ ડિટેક્ટર્સ. સેન્સર્સને દરવાજા અને બારીઓમાં લગાડી શકાય છે.

 

ઘરના દરવાજામાંથી કોઈ પણ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ ઘૂસવાની કોશિશ કરે તો સર્કિટ તૂટી અલાર્મ વાગવા માંડે છે. એક્સપર્ટોનું કહેવું છે કે ધીમા અવાજના અલાર્મને બદલે તમારે બુલંદ અવાજનો અલાર્મ રાખવો વધુ બહેતર છે. અલાર્મનો અવાજ ગુનેગારોને ડરાવીને દૂર ભગાવે છે. અલાર્મનું નિયંત્રણ રાખવા માટે બહારથી સુરક્ષા સિસ્ટમ આપવી જોઈએ.

 

એની સામે અમુક નૉન-મૉનિટર્ડ સિસ્ટમમાં થોડાઘણા ગેરફાયદા હોય છે. ચોર તમને, તમારા ઘરના કોઈ સભ્યને અથવા તમારા પાડોશીને ફોન કરે છે. જો તમારામાંથી કોઈ પણ એ ફોનનો જવાબ ન આપે તો ચોર ઘરમાં ઘૂસે છે અને તમે નુકસાન ભોગવો છો. જૂની સુરક્ષા-ગોઠવણી કરવાને બદલે કોઈ પણ જાતની આવી અણગમતી કટોકટીનો સામનો કરવા માટે કટોકટીને પહોંચી વળે એવી સિસ્ટમ રાખવી જરૂરી છે.

 

સુરક્ષા બાબતે ખાસ શિક્ષિત માણસો તેમ જ તેમની ચોકસાઈ કરવી કેમ જરૂરી છે?

 

ભારતમાં સુરક્ષાની કારકર્દિી હજી આજે પણ લલચાવનારી કે આકર્ષક કારકર્દિી તરીકે નથી પસંદ કરાતી એટલે ફક્ત ભણ્યા ન હોય એવા અને નીચલા વર્ગના લોકો રક્ષક તરીકે જોડાય છે. આ ચિત્ર જોતાં જ કોઈ પણ વ્યક્તિને તમારા પ્રિયજન અને તમારી મિલકતની સાચવણી સોંપતાં પહેલાં તમારે ખાસ એ વ્યક્તિનું વ્યક્તિત્વ અને માનસિક સ્વસ્થતા તેમ જ મજબૂતીની ચકાસણી કરવી જરૂરી થઈ પડે છે. માણસોને આ માટે ખાસ ટ્રેઇનિંગ આપવાને લીધે આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આબરૂ અને શાખ વધારવા સુરક્ષા બાબતની વ્યવસ્થિત ટ્રેઇનિંગ, ચાલુ નોકરી વખતે મળતી ટ્રેઇનિંગ અને એ માટેની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. આ બધાં પગલાં વ્યક્તિને સિક્યૉરિટીની નોકરીમાં મદદરૂપ થાય છે, નોકરીને લીધે આત્મવિશ્વાસ વધે છે અને ભૂલો કે ખામી થવાની શક્યતા ઓછી થઈ જાય છે. જો આ માટેનું શિક્ષણ ન લીધું હોય તો ભૂલો થવાની શક્યતા વધુ રહે છે. ચોકસાઈ રાખવાનો અર્થ એ છે કે એ વ્યક્તિ વિશેની આગળપાછળની તપાસ અને સાઇકોમૅટ્રિક ટેસ્ટ કરવી. એને લીધે આપણને ખાતરી થાય છે કે જે વ્યક્તિ આપણી સુરક્ષા માટે નિયુક્ત થવાની છે તે માનસિક રીતે સ્વસ્થ છે અને ગુનેગારી બાબતના તેના આગળપાછળના કોઈ રેકૉર્ડ નથી.

 

આવી સર્વિસ આપનાર માણસની પસંદગી કરતી વખતે હાઉસિંગ સોસાયટીએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો સુરક્ષા બાબતે સર્વિસ આપનારની પસંદગી કરતી વખતે નજરને તેજ રાખવાનું તેમ જ પારખુ રહેવાનું જરૂરી છે. સુરક્ષા તમારી આખી આર્કિટેક્ચરલ યોજનાનો જ એક હિસ્સો હોવો જોઈએ અને આવા અપાર્ટમેન્ટ બનવાના શરૂ થાય એના પહેલા દિવસથી જ આવી સુરક્ષા આપનાર માણસને રાખવા જરૂરી છે.

 

જાણી લો કે એ કંપની કેટલા સમયથી આ વ્યવસાયમાં છે અને તેણે ગ્રાહકનો સંતોષ જીત્યો છે કે અસંતોષ?

 

કંપનીની ગુણવત્તા ધ્યાનમાં રાખો. લાઇસન્સ, સર્ટિફિકેશન, મેમ્બરશિપ, ટ્રેઇનિંગ, અનુભવ અને બીજી કંપનીઓની સામે એની શાખ જેવી બાબતો માટે માહિતી મેળવો.

 

જાણો કે તેઓ જ આ સિસ્ટમ બાબતે ધ્યાન રાખશે કે પછી કોઈ ધ્યાન રાખે એવી કંપનીને હાયર કરશે. જો તેઓ બીજી બહારની કંપની પર પસંદગી ઉતારે તો એ બાબતે પણ પૂરતી તપાસ કરો કે એ કંપની સારી છે કે નહીં.

 

તેઓ કયા પ્રકારનાં સાધનોની સગવડ મૂકવાના છે એ વિશે પૂછપરછ કરો અને એ સાધનો વિશે કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય તો કયાં પગલાં લેવાં એની પણ પૂછપરછ કરી લો.

 

સેટ-અપ, સાધનો, મહિનાની ફી અને વૉરન્ટી જેવા વિકલ્પોની ઝીણામાં ઝીણી વિગતો તેમ જ એની કિંમત વિશે જાણકારી મેળવી લો.

 

શાખ અને બ્રૅન્ડને હિસાબે સર્વિસ આપનાર પર ભરોસો કરો. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK