સેકન્ડ હોમમાં શા માટે રોકાણ કરવું જોઈએ?

બીજા ઘરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ તમારા ર્પોટફોલિયોની મિલકત ઊભી કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ઉપરાંત એ ઘર તમને ભાડાની આવક તો રળી જ  આપશે, સાથે-સાથે તમે ટૅક્સમાં બચત પણ કરી શકશો

secend-hand-homeમધ્યમથી ઉચ્ચ આવક રળનારા પ્રોફેશનલો, હાઉસિંગ લોન પર મળનારા ટૅક્સમાં લાભનો અર્થ એ છે કે એક બીજું ઘર ખરીદવામાં રોકાણ કરવું; પણ અહીં તમારે રોકાણના સાહસમાં ઝંપલાવતાં પહેલાં અમુક વિગતો જાણવાની જરૂર છે.

જે લોકો ઇન્વેસ્ટમેન્ટ તરીકે બીજા ફ્લૅટમાં રોકાણ કરવા માગતા હોય તેમની પાસે પસંદગીના અઢળક વિકલ્પો છે:

સબબ્ર્સમાં મળતા સગવડોથી ભરેલા અદ્યતન ફ્લૅટ, જૂના બિલ્ડિંગમાંના ફ્લૅટ (જે રીડેવલપમેન્ટમાં જશે એવી આશા હોય) અથવા તો એવા ફ્લૅટ જે ફ્ક્ત વેચવા માટેના જ હોય અને એ વિશે તમારે ફટાફટ નિર્ણય લેવાનો હોય કે તમારે એ ફ્લૅટ ખરીદવો છે કે નહીં.

તમે બીજો ફ્લૅટ ખરીદવા ઇચ્છતા હો ત્યારે સૌથી ધ્યાનમાં રાખવા જેવો મહત્વનો મુદ્દો એ છે કે તમારે ઘર ખરીદવા માટે ઉતાવળ કર્યા વગર પૂરતો સમય લેવો જોઈએ. એક રિયલ્ટી-કન્સલ્ટન્ટ કહે છે, ‘ઘરની શોધ કરવી હોય તો ધીરજ એ સૌથી યોગ્ય ચાવી ગણાય છે. મોટા ભાગના લોકો બીજું ઘર ભાડા પર આપવા માટે ખરીદતા હોય છે અને એનું જે ભાડું આવે એમાંથી તેઓ એની અડધા ભાગની કિંમતની હોમલોનનો હપ્તો ચૂકવતા હોય છે. વળી તમે કોઈ નવી પ્રૉપર્ટી ખરીદતા હો ત્યારે એટલું ચોક્કસ ધ્યાનમાં રાખો કે બને તો એ નવી લીધેલી પ્રૉપર્ટી તમારા હાલના ઘરની નજીક હોય જેથી તમે આરામથી એના પર નજર રાખવા વારેઘડીએ ત્યાં આંટો મારી શકો અને એનું ધ્યાન રાખી શકો.’

અમુક રોકાણકારો બીજો ફ્લૅટ ખરીદવાનું એ કારણથી વિચારે છે કે ભવિષ્યમાં આગળ જતાં એ ફ્લૅટમાં રહેવા જવાય.

તમારા એ ફ્લૅટનું ભાડું તગડું મળશે એવી લાલચે એસી કે બીજો સામાન ન વસાવી લો, કારણ કે ઘણા લોકો ખુદનો સામાન અને ઘરવખરી રહેવા આવે ત્યારે સાથે લાવતા હોય છે.

જૂની ઇમારતના સૌથી ઉપલા માળ પર ફ્લૅટ લેવાનું ટાળો, કારણ કે વરસાદની મોસમમાં છત ગળવાની શક્યતા રહે છે.

જો તમારો ટેરેસ ફ્લૅટ હોય તો એને પહેલેથી વૉટરપ્રૂફિંગ કરાવી લો.

તમારી આસપાસના ભાડે આપેલા ફ્લૅટનું ભાડું અને ડિપોઝિટ બાબતે જાણકારી મેળવી લો જેથી તમે હાલમાં ચાલતા યોગ્ય અને પ્રમાણસર ભાડાનો આંકડો મેળવી શકો.

પ્રાઇમરી અને સેકન્ડરી ઘરના હોમલોન દર સામાન્ય રીતે આમ તો સરખા હોય છે છતાં લોનની રકમનું પ્રમાણ ભિન્ન હોઈ શકે છે. હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓ પહેલું ઘર ખરીદવા માટે ૮૦ ટકા જેટલી લોન આપે છે, જ્યારે બીજા ઘર માટે ૭૦ ટકાથી વધુ આપવા કોઈ પણ હિસાબે તૈયાર નથી હોતી એટલે બીજું ઘર ખરીદતી વખતે તમારા બજેટને ધ્યાનમાં રાખજો.

તમારા બીજા ઘરની ખરીદી વખતે ડાઉન પેમેન્ટ આપો ત્યારે તમે તમારા પ્રાઇમરી ઘરની ઇક્વિટીનો ઉપયોગ કરી શકો છો. તમે ઇક્વિટી વાપરીને રીફાઇનૅન્સમાંથી કૅશઆઉટ કરી શકો અથવા તો ઇક્વિટી હોમલોન કે પછી ઇક્વિટી લાઇનમાંથી ક્રેડિટ મેળવી શકો છો. તમે આ ઇક્વિટીનો પૂરેપૂરો અથવા બીજા ઘર માટેનો થોડો હિસ્સો ચૂકવવા ઉપયોગ કરી શકો છો. સામાન્ય રીતે આનો અર્થ એ થાય છે કે આને લીધે તમે તમારા ખિસ્સામાંથી એક પણ પૈસો કાઢ્યા વગર ઉધાર લીધેલા પૈસામાંથી બીજું ઘર ખરીદી શકો છો. હા, એના હપ્તા તો છેવટે ચૂકવવાના રહે જ છે.

બીજા ઘર માટે ઉધાર લીધેલી રકમ પર ટૅક્સની અસર કાયદાકીય રીતે બહુ ગૂંચવણભરેલી હોય છે. સામાન્ય રીતે વાત કરો તો તમારી આવક પર વ્યાજ બાકાત થાય છે. તમારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સાથે વાત કર્યા પછી જ સોદો કરો.

ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ

ફ્લૅટ રેલવે-સ્ટેશન અથવા બસ-સ્ટૉપથી કેટલો નજીક છે અને એ શહેરથી કેટલો દૂર છે?

ઓનરશિપ, ટાઇટલ અને સોસાયટીના બધા કાયદાકીય સ્ટેટસની ઝીણામાં ઝીણી વિગત તપાસો.

ભવિષ્યમાં ફ્લૅટની કિંમત કેટલી વધશે એ બાબતનો અભ્યાસ અને રિસર્ચ કરો. એ ઉપરાંત ભવિષ્યમાં થનારા ફ્લાયઓવર, નવા મેટ્રો રેલ પ્રોજેક્ટ જેવી વિકાસશીલ બાબતો વિશે પણ અભ્યાસ કરો.

છેલ્લે તમારા મહિનાના મેઇન્ટેનન્સ અને ઇલેક્ટ્રિસિટી જેવા ખર્ચ એટલા વધુ પણ ન હોવા જોઈએ જે તમારા ભાડાની આવકને ખાઈ જાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK