રિયલ એસ્ટેટ : વાટાઘાટ અને સોદો કરતી વખતે બી કૅરફુલ

પાછલાં થોડાં વર્ષોમાં મુંબઈની રિયલ એસ્ટેટ માર્કેટમાં ખૂબ જ વધઘટ થતી રહી છે અને લોકોનું માનવું છે કે ૨૦૧૨ના પહેલા છ મહિનામાં પણ લગભગ આવી જ પરિસ્થિતિ દેખાઈ રહી છે. કેટલાય એવા પ્રોજેક્ટ છે જેના ક્લિયરન્સની રાહ જોવાઈ રહી છે અને ઓછો પુરવઠો તેમ જ રિયલ એસ્ટેટ સેક્ટરે રાખેલી ઊંચી કિંમતને લીધે ફ્લૅટના ખરીદદારો પણ ઓછા છે.

 

Home-buyers-negotiatingનવા ડીસીઆર (ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન)ની પણ બાકીના આ અડધા વર્ષમાં નવા બાંધકામ પર અસર થશે એવું લાગે છે. આ આખું ચિત્ર જોતાં લાગે છે કે ખરીદનાર વ્યક્તિએ સારો સોદો કરવા માટે આવડતથી વાટાઘાટ કરવી જરૂરી છે. આ માટે કુનેહથી વાતચીત કરવા માટે થોડી ટિપ્સ જોઈએ.

 


ઝીણવટભરી તપાસ

 

તમારા વિસ્તારની માર્કેટની પરિસ્થિતિ વિશે જાણ્યા વગર ક્યારેય ડેવલપર સાથે વાટાઘાટ કરશો નહીં. તમારા વિસ્તારમાં આવેલા જુદા-જુદા પ્રોજેક્ટ્સનો ઝીણવટથી અભ્યાસ કરો. હાલમાં ચાલી રહેલો ભાવ શું છે, સગવડો કેવી છે વગેરે બાબતોની પૂરતી તપાસ કરો. એ ઉપરાંત જો તમને રસ હોય તો કયાં-કયાં નવાં બાંધકામ થઈ રહ્યાં છે એ વિશે પણ તપાસ કરી એનો શું ભાવ ચાલે છે એની વિગતો પણ મેળવો. જો વેચાણ ઘટ્યું હોય તો તમે એનો ફાયદો ઉઠાવી શકો છો. અપાર્ટમેન્ટને ઘણા લાંબા સમય સુધી વેચાયા વગરનો રાખવાને બદલે ડેવલપરોને પણ એને વેચવાની ઉતાવળ હોય છે.

 


સમયની પરખ

 

તમારું સંશોધન એવું હોવું જોઈએ કે વાટાઘાટ માટેનો યોગ્ય સમય ક્યારે છે એ વિશે તમને ખબર હોવી જોઈએ. સામાન્ય રીતે પ્રોજેક્ટ જેવો શરૂ થાય ત્યારે સાધારણ રીતે બિલ્ડર સાથે વાટાઘાટ માટેની વધુ તક રહે છે, કારણ કે એ વખતે તેઓ ભંડોળ એકઠું કરવા વધુ ને વધુ ફ્લૅટ બુક થાય એવી ઇચ્છા ધરાવે છે અને વળી પ્રોજેક્ટનો જોરશોરથી પ્રચાર થાય એવી પણ ઇચ્છા રાખતા હોય છે. મોટે ભાગે જ્યારે પ્રોજેક્ટ પૂરો થવા આવે ત્યારે પણ અમુક ફ્લૅટ જે વેચાયા વગરના હોય છે એને માટે ડેવલપર સાથે વાટાઘાટ કરવાનો સમય પાકી ગયેલો ગણાય છે, કારણ કે એ સમયે ડેવલપરને પ્રોજેક્ટ બંધ કરવાની ઉતાવળ હોય છે.

 


સોદાબાજીમાં સર્જનાત્મકતા

 

તમારી સોદાબાજીમાં સર્જનાત્મકતા વધારો. ડેવલપરો કદાચ વાસ્તવિક કિંમત ઘટાડવાની ઇચ્છા નથી કરતા. છતાં તેઓ તમને વધારાના લાભ આપવા તૈયાર થાય એવું બની શકે. એને લીધે તમે તમારા અપાર્ટમેન્ટમાં સારી ગુણવત્તાનું ફિટિંગ કરાવી શકો છો અથવા સારી ટાઇલ્સ લગાવડાવી શકો છો. ફ્રી પાર્કિંગ કે પછી રજિસ્ટ્રેશન-ફીમાં ઘટાડો જેવી વધારાની સગવડો પણ મેળવી શકો છો. આવું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી તમે તમારું પ્રોત્સાહન વધારી શકો છો.

 


સારુંએવું ડાઉન પેમેન્ટ

 

રિયલ એસ્ટેટના સોદા માર્કેટના નિયમો પ્રમાણે થાય છે. જો તમે ચુકવણી માટે મોટી રકમ આપવા તૈયાર હશો તો બિલ્ડર વધુ નેગોશિએશન માટે તૈયાર હશે. એ ઉપરાંત જો બિલ્ડરને લાગશે કે તમે સોદા માટે ગંભીર છો અને તમારી હોમલોન પણ મંજૂર થઈ ગઈ છે તો પણ તે તમારી વાટાઘાટને માન આપશે.

 


વ્યવહારુ બનો

 

ખાતરી કરો કે તમે આપેલો પ્રસ્તાવ યોગ્ય અને નિષ્પક્ષ છે. આખરે તમારી યોજના તો ઘર ખરીદવાની છે એટલે તમે એના પરથી તમારું ધ્યાન ન હટાવશો. હંમેશાં બિલ્ડરને પ્રસ્તાવ આપતી વખતે તમને એ વાતની પણ ખબર હોવી જોઈએ કે કેટલી હદની વાત કરી તમારે ત્યાંથી ઊભા થઈ જતા રહેવાનું છે. એવું બની શકે કે થોડા દિવસ રહીને બિલ્ડર ફરી તમારો સંપર્ક કરે. આ ઉપરાંત તમને ઘર ખરીદવાની ખૂબ જ ઉતાવળ છે એવું તો ક્યારેય પણ જતાવશો નહીં. તમારી કોઈ પણ પ્રકારની નબળાઈ તેની સામે ખૂલે નહીં એનું ધ્યાન રાખજો. હા, એટલું ચોક્કસ યાદ રાખો કે ટેબલ પર બેસીને થયેલી કોઈ પણ વાટાઘાટ લખાણમાં લેવી અત્યંત જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK