પૈસા બોલતા હૈ

ઘર ખરીદવાનો પ્લાન કરો ત્યારે સૌથી પહેલાં બજેટનો વિચાર આવે છે, લોનનો વિચાર કર્યા વગર ફ્લૅટ કે મકાન પસંદ કરવાનો કોઈ અર્થ નથી

paisa-bolta-haiલોન ભરવાની ક્ષમતા પગારનો ૬૦ વડે ગુણાકાર કરો એના મુજબ ગણવામાં આવતી હોય છે. એટલે કે જો પગાર ૧૦,૦૦૦ રૂપિયા છે તો છ લાખ રૂપિયાની લોન મળી શકે. અહીં મકાનની કુલ કિંમતના ૮૦ ટકા ભાગને ગણવામાં આવ્યો છે અને બાકીના વીસ ટકા લોન સિવાય ભરવાના રહેતા હોય છે. એટલે કે આ ઉદાહરણમાં બાકીના દોઢ લાખ રૂપિયા કૅશમાં ભરવાના હોય છે. આ રીતે જે મકાન સાડાસાત લાખ રૂપિયાની રેન્જમાં હોય એ ખરીદી શકાય. એમાં એકાદ-બે લાખ રૂપિયા તમારી જરૂરિયાત પ્રમાણે વધારી શકો છો. અંદાજ અનુસાર ૧૦થી ૧૫,૦૦૦ રૂપિયાનો પગાર ધરાવતી વ્યક્તિ મૅક્સિમમ ૧૨થી ૧૩ લાખ રૂપિયા સુધીની કિંમતની પ્રૉપર્ટી ખરીદી શકે છે.

પગારધોરણના આધારે કેટલી કિંમતમાં અને કયા સ્થળે પ્રૉપર્ટી ખરીદી શકાય એની ગણતરી નીચે મુજબ છે :

નીચી રેન્જ

પગાર : ૧૦થી ૨૫,૦૦૦ રૂપિયા

કિંમતની મર્યાદા : ૬થી મૅક્સિમમ ૨૦ લાખ રૂપિયા

ક્યાં ખરીદી શકાય : એક બેડરૂમ-હૉલ-કિચનનો ફ્લૅટ અંબરનાથ (વેસ્ટ)માં ૧૩થી ૧૫ લાખ રૂપિયામાં મેળવી શકાય. પનવેલકર ગ્રુપ એ વિસ્તારમાં મૉડર્ન પ્રોેજેક્ટની શરૂઆત કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. અત્યારના ભાવ સ્ક્વેરફૂટના ૨૫૦૦ રૂપિયા છે.

કલ્યાણમાં ૧ગ્ણ્ધ્ના ભાવ હવે વીસ લાખ રૂપિયાથી શરૂ થાય છે. એક પ્રોજેક્ટ કલ્યાણ (વેસ્ટ)ના આધારવાડીમાં મંગેશી ડ્રીમ સિટીનો છે. રેટ્સ ૧૬ લાખ રૂપિયાથી શરૂ થાય છે. ૨ગ્ણ્ધ્ના ભાવ ૨૮ લાખ રૂપિયાથી શરૂ થાય છે.

બદલાપુરમાં એ જ રીતે ૧ગ્ણ્ધ્ના ભાવ ૧૭થી ૧૮ લાખ રૂપિયાના છે. બદલાપુર (ઈસ્ટ)માં આપ્ટેવાડી અને કત્રપના વિસ્તાર ડેવલપ થઈ રહ્યા છે. નિના ડેવલપર્સ, પોદાર ડેવલપર્સ, અરિહંત યુનિવર્સલ વગેરે જેવા ડેવલપર્સ અત્યારે પ્રખ્યાત છે.

અફૉર્ડેબલ રેન્જ

પગાર : ૩૦થી ૪૫,૦૦૦ રૂપિયા

કિંમતની મર્યાદા : ૧૮થી મૅક્સિમમ ૩૭ લાખ રૂપિયા

ક્યાં ખરીદી શકાય : મીરા રોડમાં ૧ગ્ણ્ધ્ના ભાવ ૩૦ લાખ રૂપિયા છે અને ૨ગ્ણ્ધ્ની કિંમત ૪૪ લાખ રૂપિયા જેટલી છે. અગરવાલ ગ્રુપના ડિરેક્ટર પંકજ અગરવાલે કહ્યું હતું કે વેસ્ટર્ન સબબ્ર્સમાં ઘણા સમય બાદ રિયલ્ટી એસ્ટેટ માર્કેટ સક્રિય થયું છે.

નાલાસોપારામાં ભાવ થોડા ઓછા છે. ૧BHK પચીસ લાખ તો ૨BHK ૩૭ લાખ રૂપિયા સુધીમાં મળી જશે. નાલાાસોપારા (ઈસ્ટ)માં વસઈ-નાલાસોપારા લિન્ક રોડ પર યશવન્ત વિવા ટાઉનશિપ અત્યારે સૌથી સારો એરિયા છે. ૧૫થી ૨૦ લાખ સ્ક્વેરફૂટમાં ફેલાયેલા આ વિસ્તારમાં બ્રૅન્ડેડ સ્ટોર્સ, રેસ્ટોરાં અને હાઉસિંગ પ્રોજેક્ટ્સ છે.

જો વસઈમાં ઘર લેવાની ઇચ્છા હોય તો વસઈ (ઈસ્ટ)માં ભબોલા વિસ્તાર સારો વિકલ્પ છે. કૌલ્સ હેરિટેજ સિટી આ વિસ્તારનો લૅન્ડમાર્ક પ્રોજેક્ટ છે. વસઈમાં ૧ગ્ણ્ધ્ના ભાવ ૨૮ લાખ તો ૨BHK ૪૦ લાખ રૂપિયા સુધીમાં મળી રહે.

વિરાર હજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે હૉટસ્પૉટ છે. ન્યુ વિવા કૉલેજ રોડ આ વિસ્તારમાં ઘર ખરીદનારાઓમાં સૌથી પ્રખ્યાત છે. ૧BHK ૨૭ લાખ રૂપિયામાં તો ૨BHK ૪૦ લાખ રૂપિયામાં મળી રહેશે.

મધ્યમ રેન્જ

પગાર : ૫૦થી ૬૫,૦૦૦ રૂપિયા

કિંમતની મર્યાદા : ૩૭થી ૫૦ લાખ રૂપિયા

ક્યાં ખરીદી શકાય : નવી મુંબઈમાં ઘર ખરીદવાની ઇચ્છા ધરાવતા લોકો કલંબોલી અને પનવેલ તરફ ધ્યાન કેãન્દ્રત કરી શકે છે. પનવેલમાં નેરે અને ઉસરલીમાં ૫૦ લાખ રૂપિયાના બજેટમાં ૨BHK મળી રહે છે. પનવેલમાં ૧ગ્ણ્ધ્ના ભાવ ૩૫ લાખ રૂપિયાનો ગણી શકાય. નવી મુંબઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી સારું ગણવામાં આવી રહ્યું છે ત્યારે આ વિસ્તાર ઘણા સારા કહી શકાય.

ખારઘર જોકે દિવસની સાથે વધુ મોંઘો વિસ્તાર થતો જાય છે, પણ અમુક બિલ્ડિંગ્સમાં હજી ૨ગ્ણ્ધ્ના ભાવ ૫૦ લાખ રૂપિયા સુધીના છે.

વેસ્ટર્ન સબબ્ર્સમાં ભાઈંદર અને મીરા રોડ તરફ જોઈ શકાય. આ બન્ને સબબ્ર્સ છેલ્લા અમુક સમયમાં સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૉસ્મોપૉલિટન લાઇફસ્ટાઇલની સુવિધાઓ સાથે ઝડપથી ડેવલપ થયા છે. સાળંગપુર નિર્માણના ડિરેક્ટર રાકેશ અગરવાલે કહ્યું હતું કે ‘મીરા રોડમાં કાણકિયામાં ૧BHK ૩૫ લાખ રૂપિયા સુધીમાં મળી રહેશે. ભાઈંદર ૩૮થી ૪૦ લાખ રૂપિયાના ભાવ સાથે થોડું મોંઘું છે. ભાઈંદર-મીરા રોડ ફ્લાયઓવર નજીકના વિસ્તાર અત્યારે સૌથી ફેવરિટ છે.’

દેઢિયા ગ્રુપના ડિરેક્ટર સોનેશ દેઢિયાએ કહ્યું હતું કે ‘થાણે પણ આ વિસ્તારમાં એક હૉટ સ્પૉટ છે. થાણે (વેસ્ટ)માં ઘોડબંદર રોડ પાસે માજીવાડાથી કસારવડાવલીમાં ૧ગ્ણ્ધ્ના ભાવ ૩૭-૪૦ લાખ રૂપિયા અને ૨BHK ૫૫-૬૦ લાખ રૂપિયા સુધીમાં મળી રહેશે.’

અફૉર્ડેબલ લક્ઝરી

પગાર : ૭૦થી ૮૫,૦૦૦ રૂપિયા

કિંમતની મર્યાદા : ૫૨થી ૬૫ લાખ રૂપિયાના ફ્લૅટ્સ

ક્યાં ખરીદી શકાય : સેન્ટ્રલ સબબ્ર્સમાં જો લક્ઝુરિયસ ઘરની તલાશમાં છો તો થાણે (વેસ્ટ)માં ઘોડબંદર રોડમાં કોલ્શેટ, વાઘબિલ, માનપાડા વગેરે જેવા વિસ્તાર પર ધ્યાન કરી શકાય. થાણેમાં રુસ્તમજી, લોધા, રુંવલ અને હીરાનંદાનીની ટાઉનશિપ્સ ઘણી લક્ઝુરિયસ છે.

કલ્યાણમાં ૩BHK આ ભાવે મળી શકે છે. ડોમ્બિવલી પણ એક સારો વિકલ્પ છે. લોધાનો કલ્યાણ-શિલ રોડ પરનો પ્રોજેક્ટ થોડા સમયમાં જ આવી રહ્યો છે.

નવી મુંબઈમાં નેરુલ, બેલાપુર અને ખારઘરમાં સારા પ્રોજેક્ટસ છે. ખારઘરમાં તળોજા પાસે સેક્ટર ૧૦ અને ૧૩ તથા સ્ટેશનની પાસે ફ્લૅટ મળી શકે છે.

જો વેસ્ટર્ન સબબ્ર્સનો વિચાર કરી રહ્યા છો તો કાંદિવલી અને બોરીવલીમાં ૧BHK આ ભાવે ખરીદી શકાય. નવા ૧BHK ફ્લૅટ્સની સંખ્યા ઘણી ઓછી છે, પણ બોરીવલીના જૂના વિસ્તારોમાં ફ્લૅટ્સ મળી શકે છે. મલાડમાં ભાવ રૉકેટની જેમ ઊંચે ગયા છે. જોકે

એકાદ-બે બિલ્ડિંગમાં આ ભાવે ફ્લૅટ મળી રહે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK