મુંબઈના પોણા ત્રણ લાખ ફ્લૅટધારકોને ચૂકવવો પડશે વધુ પ્રોપર્ટી-ટૅક્સ

આશરે ૧૦૦ ટકા વધારાનો ભાર સહેવો પડશે : કેવી રીતે ગણવામાં આવશે ટૅક્સ એ જાણી લો

 

 

property-taxમુંબઈમાં પ્રૉપર્ટી-ટૅક્સ વસૂલ કરવા માટે જગ્યાની કૅપિટલ વૅલ્યુ આધારિત સિસ્ટમને અપનાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં સ્વીકારવામાં આવતાં ૫૦૦ ચોરસફૂટથી મોટી જગ્યા ધરાવતા ૨,૭૫,૨૪૬ ફ્લૅટધારકોએ હવે વધુ પ્રોપર્ટી-ટૅક્સ ભરવો પડશે. બીજી તરફ કમર્શિયલ વપરાશની જગ્યાઓ માટે આ દરમાં ત્રણગણો વધારો થયો છે. ટૅક્સની આ દરખાસ્તોનો અમલ ૨૦૧૦થી થવાનો છે. જેમનો ટૅક્સ વધ્યો છે એમને અગાઉનો ટૅક્સ ભરવા માટે એક વર્ષની મુદત આપવામાં આવી છે, પણ જેમનો ટૅક્સ ઘટ્યો છે એમને આ ટૅક્સ પાછો આપવામાં આવશે.

 

મુંબઈમાં કુલ ૧૪ લાખ રહેવાસી ફ્લૅટ છે અને એમાંના ૬.૬૨ લાખને નવા દર અસર કરશે. આમાંથી ૩.૮૭ લાખ ફ્લૅટનો ટૅક્સ ઘટવાનો છે અને સુધરાઈ એમની પાસેથી લીધેલો ટૅક્સ ૬.૨૫ ટકા વ્યાજના વાર્ષિક દરથી પાછો ચૂકવશે. આ બિલ્ડિંગોમાં રહેતા લોકોને ટૅક્સના દરમાં ૩૦થી ૬૨ ટકા જેટલી રાહત મળવાની છે. ૨૦૦૫ બાદ તૈયાર થયેલાં બિલ્ડિંગોને આની ઓછી અસર થશે. જોકે રીડેવલપ થયેલાં બિલ્ડિંગોને નવા બિલ્ડિંગ તરીકે જ ગણવામાં આવશે.

 

જેમના પ્રોપર્ટી-ટૅક્સના દર વધવાના છે એવા ૨,૭૫,૨૪૬ ફ્લૅટધારકોને આશરે ૧૦૦ ટકા વધારાનો ભાર સહેવો પડશે. સૌથી જૂના બિલ્ડિંગના જે ફ્લૅટધારકોને વાર્ષિક ૨૦૦૦ રૂપિયા ટૅક્સ ચૂકવવો પડે છે તેમને હવે ૪૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આવા ફ્લૅટધારકો અંધેરી, વિલે પાર્લે, બાંદરા, ખાર, સાંતાક્રુઝ, ફોર્ટ અને કોલાબા વગેરે વિસ્તારમાં આવે છે.

 

પ્રશાસનની દરખાસ્ત મુજબ પાણીનું મીટર ધરાવતાં રહેઠાણો માટે ઘરની કૅપિટલ વૅલ્યુના ૦.૩૫ ટકા, ઑફિસ માટે ૧.૩૧ ટકા અને બૅન્ક માટે ૨.૯૩ ટકા જેટલો પ્રૉપર્ટી-ટૅક્સ લેવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી.

 

કેવી રીતે ગણવામાં આવશે પ્રોપર્ટી-ટૅક્સ?

 

તમારી જગ્યાની કૅપિટલ વૅલ્યુ ગણતાં પહેલાં આ ચીજો સમજવી જરૂરી છે:

 

૧. બેઝવૅલ્યુ (બીવી) : તમારા ફ્લૅટની બેઝવૅલ્યુ (બીવી) રેડી રેકનરના આધારે મેળવો.

 

૨. યુઝર કૅટેગરી (યુસી) : તમારી પ્રૉપર્ટી ક્યા પ્રકારની છે : રેસિડેન્સિયલ, કમર્શિયલ કે પછી ઇન્ડસ્ટ્રિયલ? આના આધારે દરેક કૅટેગરીને વેઇટેજ મળશે.

 

૩. નેચર ઍન્ડ ટાઇપ ઑફ બિલ્ડિંગ (એનટીબી) : મુંબઈ સુધરાઈએ દરેક પ્રકારનાં બિલ્ડિંગોને અલગ-અલગ કૅટેગરીમાં વિભાજિત કર્યા છે. આ કૅટેગરી આ પ્રમાણે છે : લક્ઝુરિયસ આરસીસી બિલ્ડિંગ, આરસીસી બિલ્ડિંગ, પાકું બિલ્ડિંગ, સેમી-પર્મનન્ટ બિલ્ડિંગ અને કાચું બિલ્ડિંગ.

 

૪. બિલ્ડિંગની ઉંમર (એ) : બિલ્ડિંગ બાંધ્યાને કેટલો વખત થયો એના આધારે એને વેઇટેજ આપવામાં આવશે. બિલ્ડિંગ જેટલું જૂનું એટલું વેઇટેજ ઓછું.

 

૫. ફ્લૉર-નંબર (એફએન) : તમે કયા ફ્લોર પર રહો છો એના આધારે પ્રૉપર્ટી-ટૅક્સ લેવામાં આવશે. બેઝમેન્ટથી લઈને ટોચના ફ્લોર માટે અલગ વેઇટેજ છે.

 

૬. બિલ્ટ-અપ એરિયા (બીએ) : તમારે આ ટૅક્સ બિલ્ટ-અપ એરિયાના આધારે ચૂકવવાનો છે. તમારા ફ્લૅટના કાર્પેટ એરિયામાં સામાન્ય રીતે પોડિયમ, ફ્લાવરબૅડ, વૉચમૅનની કૅબિન, એન્ટ્રન્સ-લૉબી, બેઝમેન્ટ અને સ્ટિલ્ટનો સમાવેશ થતો નથી.

 

આમ તમારા ફ્લૅટની કૅપિટલ વૅલ્યુ ગણવા માટે આ ફોમ્યુર્લા વાપરવામાં આવશે:

 

કૅપિટલ વૅલ્યુ = બીવી x યુસી x એનટીબી x એ x એફએન x બીએ

 

વાર્ષિક પ્રોપર્ટી ટૅક્સ = કૅપિટલ વૅલ્યુ x ટૅકસનો દર

 

( ટૅક્સનો દર આ પ્રમાણે રહેશે : ઘરની કૅપિટલ વૅલ્યુના ૦.૩૫ ટકા, ઑફિસ માટે ૧.૩૧ ટકા, બૅન્ક માટે ૨.૯૩ ટકા)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK