પ્રૉપર્ટી સાબિત થયો છે રોકાણનો ઉત્તમ વિકલ્પ

એક સર્વે પ્રમાણે હવે લોકો ૨૬થી ૩૫ વર્ષની વયમાં પહેલું ઘર ને ૩૬થી ૫૫ વર્ષની વયમાં બીજું ઘર ખરીદતા થયા છે

છેલ્લા કેટલાક સમયમાં રોકાણના પરંપરાગત અને બિનપરંપરાગત વિકલ્પોની સરખામણી કરીએ તો પ્રૉપર્ટીમાં રોકાણ કરવાનો વિકલ્પ સૌથી ઉત્તમ વિકલ્પ સાબિત થયો છે. લોકો પોતાનું પહેલું ઘર પરિવારના રહેવા માટે ખરીદતા હોય છે, પણ છેલ્લા કેટલાક સમયમાં જો નાણાકીય સગવડ હોય તો રોકાણ કરવા માટે બીજું ઘર ખરીદવાનું વલણ લોકોમાં વધ્યું છે. દિવસે-દિવસે ઘર ખરીદનારાઓ અને પ્રૉપર્ટીમાં રોકાણ કરનારાઓની સંખ્યા નાની થતી જાય છે. તાજેતરમાં makaan.com નામની ઑનલાઇન રિયલ્ટી ફર્મ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હવે લોકો ૨૬થી ૩૫ વર્ષની વયમાં પહેલું ઘર અને ૩૬થી ૫૫ વર્ષની વયમાં બીજું ઘર ખરીદતા થયા છે. બીજું ઘર ખરીદતા મોટા ભાગના લોકો ત્રીસીના અંતમાં એની ખરીદી કરતા હોય છે.

makaan.comના ચીફ ઑપરેટિંગ ઑફિસર અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ આદિત્ય વર્મા કહે છે કે ‘મુંબઈ જેવાં મેટ્રો શહેરોમાં ઘર ખરીદનારાઓની પહેલી પસંદગી અપાર્ટમેન્ટ્સ હોય છે. ત્યાર બાદ બીજા વિકલ્પ તરીકે તેઓ સ્વતંત્ર ઘર કે વિલાની અને ત્રીજી વિકલ્પ તરીકે મલ્ટિસ્ટોરી અપાર્ટમેન્ટમાં સ્વતંત્ર ફ્લોરનો વિકલ્પ પસંદ કરે છે. આ વિકલ્પો પછી વારો આવે છે પ્લોટ અને રેસિડેન્શિયલ લૅન્ડનો. અમારા સર્વે પ્રમાણે રિયલ્ટી માર્કેટમાં મંદી આવી હોવા છતાં રોકાણકારો હજી પણ એને રોકાણના સારા વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. છેલ્લાં પંદર વર્ષના ડેટા પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે ભારતમાં કોઈ પણ વિકલ્પ કરતાં રિયલ એસ્ટેટમાં સૌથી વધારે રિટર્ન મળે છે. આ કારણે જે લોકોને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાથી લાભ થયો છે એ સ્વાભાવિક રીતે આમાં વધારે ને વધારે રોકાણ કરવા માટે પ્રેરાય છે. જોકે છેલ્લા દોઢ વર્ષથી ઊંચા વ્યાજના દર અને મંદીને કારણે સોદાઓના પ્રમાણમાં વીસથી પચીસ ટકાનો ઘટાડો થયો છે જેને કારણે પ્રૉપર્ટી રેટ વધવાનો દર પણ ઓછો થયો છે. આ કારણે હવે બીજી પ્રૉપર્ટી ખરીદવા માટે હાલમાં કોઈ ઘસારો નથી, પણ ઘર ખરીદનારો વર્ગ હંમેશાં તહેવારો વખતે ડેવલપર તરફથી સ્પેશ્યલ ઑફર અને ખાસ ડિસ્કાઉન્ટ પર નજર રાખે છે જેને કારણે આ સમયગાળા દરમ્યાન ઇન્ક્વાયરીનું પ્રમાણ વધી જાય છે.’

રિયલ એસ્ટેટમાં રોકાણ પ્રમાણમાં સલામત પણ છે. મંત્રી હાઉસિંગના ચૅરમૅન સુનીલ મંત્રી કહે છે કે ‘એમાં શૅરબજાર જેવી અનિશ્ચિતતા નથી અને સોના તથા કૉમોડિટી જેવી ભાવની ઊથલપાથલ નથી. આ સિવાય રિયલ્ટી ભાડાના રૂપમાં ચોક્કસ વળતર પણ આપે છે. આ કારણે જ ખરીદદારો અને રોકાણકારો એનો રોકાણના વિકલ્પ તરીકે પહેલી પસંદગી આપે છે.’

હાલમાં દેશમાં આર્થિક ક્ષેત્રે પ્રવર્તી રહેલી સધ્ધરતાને કારણે પ્રોફેશનલો માટે રિયલ્ટીમાં રોકાણ કરવાનું સરળ બન્યું છે. આ વિશે વાત કરતાં વેલ્થ મૅનેજમેન્ટ ફર્મ  સાથે કામ કરતા એક્ઝિક્યુટિવ પ્રણવ જગશિયા કહે છે કે ‘પહેલાંના સમયમાં કોઈ વ્યક્તિને પહેલો ફ્લૅટ ખરીદવાનું ભંડોળ ભેગું કરતાં દસ વર્ષ જેટલો અને લોનને ચૂકવતાં ૧૫ વર્ષ જેટલો સમય લાગી જતો. અત્યારના સમયમાં વધેલી આવક અને સરળ વ્યાજદરને કારણે પ્રોફેશનલો સમયાંતરે પ્રૉપર્ટીમાં રોકાણ કરતા થયા છે. રિયલ એસ્ટેટ લાંબા ગાળે હંમેશાં સારું રિટર્ન આપતું હોવાને કારણે એમાં રોકાણ કરવાથી ફાયદો જ થાય છે. લાંબા ગાળાનું રોકાણ કરવા માગતા રોકાણકારોએ આ જ કારણોસર પ્રૉપર્ટીનો પણ તેમના ઇન્વેસ્ટમેન્ટ ર્પોટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK