વેકેશન ઠંડું રહ્યું પ્રૉપર્ટી માર્કેટમાં

નવા બુકિંગમાં વિશ્વાસની કટોકટી : રીસેલ માર્કેટને પ્રાયૉરિટી : રીસેલ માર્કેટમાં ૧૦ સેલર અને ૨૦૦ બાયર

 

 

property-market-vacation(જયેશ ચિતલિયા)

 

વેકેશનગાળો લગભગ પૂરો થવા આવ્યો હોવા છતાં આ વખતે પ્રૉપર્ટી માર્કેટમાં કોઈ ખાસ ચહલપહલ જોવા મળી નહીં. ડિમાન્ડ અને પુરવઠા વચ્ચે ખાસ્સા ગૅપ પછી પણ સોદાઓનું પ્રમાણ એકંદરે નહીંવત્ જ રહ્યું છે. ખાસ કરીને નવા બુકિંગના માર્કેટમાં તો જાણે ગ્રાહકો જવા જ નથી માગતા એવો માહોલ છે. બિલ્ડર કેટલો પણ નામાંકિત હોય, ગ્રાહકો અન્ડર-કન્સ્ટ્રક્શન ફ્લૅટ લખાવતાં પહેલાં દસ વાર વિચારે છે. એમાં પણ જો બિલ્ડર ઓછો જાણીતો હોય તો-તો ફ્લૅટ લખાવવાની વાત બાજુએ રહી, જોવા જવાની પણ ઘણા હિંમત નથી કરતા. રિયલ્ટી સેક્ટરમાં પ્રવર્તી રહેલી પ્રવાહિતાની ખેંચને લીધે અનેક બિલ્ડરોની હાલત કથળી ગઈ છે. બૅન્કોનાં નવાં ધિરાણો મળવાં અટકી ગયાં છે. ખાનગી ધિરાણ પણ વધુ બોજવાળાં થઈ ગયાં છે. વિદેશી ધિરાણમાં પણ ઓટ આવી છે. આમ ચારેકોરથી નાણાખેંચમાં ઘેરાયેલા બિલ્ડર્સ પોતાના પ્રોજેક્ટો પૂરા કરવામાં ઢીલા પડી રહ્યા હોવાથી ગ્રાહકોની સાથે-સાથે ઇન્વેસ્ટરોનો પણ ટ્રસ્ટ ગુમ છે.

 

ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ

 

પ્રોપર્ટી માર્કેટનાં સાધનો આ સંજોગો વિશે જાણકારી આપતાં કહે છે, ‘આ સેક્ટરમાં એક તો ઑલરેડી વધુપડતા ઊંચા ભાવોને લીધે ડિમાન્ડની મંદી ચાલી રહી છે. બીજી બાજુ બિલ્ડર્સવર્ગનાં નાણાંનું રોલિંગ અટકી જતાં કામકાજને પણ અસર થઈ છે. વ્યાજદરો ઊંચા જતાં અને ધિરાણનાં ધોરણો વધુ કડક થઈ જવાને કારણે પણ મની-ક્રાઇસિસ વધતી રહી છે. અલબત્ત, આ બધા વચ્ચે કન્સ્ટ્રક્શન-કૉસ્ટ પણ ઊંચી ગઈ છે. વધુમાં લાંબા સમયથી નવા પ્રોજેક્ટોના ક્લિયરન્સમાં પણ વિલંબ સર્જાયો છે. આમાં વળી નબળા બિલ્ડરો તો ટકી જ ન શકે એવી હાલત થઈ છે એટલે ગ્રાહકો આ સ્થિતિમાં અજાણ્યા કે નબળા બિલ્ડરોથી દૂર રહે એ બહેતર છે. નવા પ્રોજેક્ટોની કે એના ભૂમિપૂજનની માત્ર જાહેરખબરો જોઈ અંજાઈ જવાને બદલે બિલ્ડર્સની શાખ, વિશ્વસનીયતા, તેના અગાઉના પ્રોજેક્ટોની ચકાસણી કરીને જ લોકો આગળ વધે એ બહેતર છે.’

 

જોકે હવે કેટલાક બિલ્ડરો સમય પારખી ગ્રાહકોને વિશ્વાસ બેસે તેમ જ રાહત સાથે પેમેન્ટ કરવાનું આવે એવી સુવિધા ઑફર કરવા લાગ્યા છે. જોકે આમાં પણ કેસ ટુ કેસ ધોરણે જોવું પડે એમ જાણકારો માને છે.

 

લેભાગુ બિલ્ડરોથી સાવધાન

 

સાધનો દ્વારા મળતી માહિતી અનુસાર કેટલાક લેભાગુ બિલ્ડરોએ અનેક ગ્રાહકોનાં નાણાં લઈ કાં તો તેમનો પ્રોજેક્ટ પૂરો કર્યો નથી અથવા એનો કબજો આપ્યો નથી, કારણ કે કેટલાક કિસ્સામાં તો બિલ્ડરે એક જ ફ્લૅટ ત્રણથી ચાર પાર્ટીઓને વેચ્યો હોવાનું પણ ચર્ચાય છે. આવા કેટલાક બિલ્ડરો ખાનગી ધિરાણ લીધા પછી એ ધિરાણકર્તાનાં નાણાં પણ પરત કરી શક્યા નથી અથવા એમાં ગલ્લાંતલ્લાં કરી રહ્યા છે.

 

રીસેલ માર્કેટ પર ધ્યાન

 

અનેક જાણીતા અને પ્રતિષ્ઠિત ગણાતા બિલ્ડરોના પ્રોજેક્ટો પણ અટવાઈ પડતાં હવે નવા બુકિંગના માર્કેટમાંથી વિશ્વાસ ખોઈ દેનારા ગ્રાહકો માત્ર રીસેલ માર્કેટ તરફ વળી ગયા છે, જ્યાં તેમને ચૉઇસના ફ્લૅટ મળતા નથી અથવા મળે તો વધુપડતા ઊંચા ભાવ ક્વોટ થાય છે. રીસેલના માર્કેટમાં દસ સેલર સામે એકસોથી બસો બાયર જેવી પોઝિશન છે, કારણ કે રીસેલમાં વેચનારે પણ પાછો ક્યાંક ને ક્યાંક ફ્લૅટ લેવો હોય જ છે. આ માર્કેટમાં હાલ ભાવ અને ચૉઇસની જબરદસ્ત ખેંચતાણ વર્તાય છે એમ જણાવતાં સાધનો કહે છે કે અત્યારની સમસ્યાનો નક્કર ઉપાય રીડેવલપમેન્ટ બની શકે છે, પણ આ મામલે સુધ્ધાં વિશ્વાસનો અભાવ પ્રવર્તે છે. આમ પ્રૉપર્ટી માર્કેટમાં અત્યારે વેકેશનગાળો પૂરો થવા આવ્યો હોવા છતાં સોદાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે. હવે પછી વરસાદને લીધે પણ આ બજારમાં વધુ ઠંડી આવી જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK