પરવડી શકે એવા ઘરનો શ્રેષ્ઠ વિકલ્પ આપી રહ્યું છે વિરારમાં ચાલી રહેલું પ્રૉપર્ટી એક્ઝિબિશન

‘મિડ-ડે હૉટ પ્રૉપર્ટી’ દ્વારા યોજાયેલા આ પ્રદર્શનની મુલાકાત ૨૨ ઑક્ટોબર સુધી બાલાજી બૅન્ક્વેટ્સ, ગોકુલ ટાઉનશિપ, વિરાર (વેસ્ટ)માં લઈ શકાય



હાલમાં તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે ઘર ખરીદવા ઇચ્છતા લોકોની આ ઇચ્છા પૂરી થાય અને તેમના આનંદમાં વધારો થાય એ માટે ‘મિડ-ડે હૉટ પ્રૉપર્ટી’ દ્વારા વિરારમાં પ્રૉપર્ટી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં આ વિસ્તારની શ્રેષ્ઠ પ્રૉપર્ટીઓ છે. આ રહી એક્ઝિબિશન કેટલીક વિગતો...

ફૅક્ટ ફાઇલ

આ એક્ઝિબિશનમાં ૪૦ કરતાં વધારે બિલ્ડરો અને ફાઇનૅન્શિયલ ઑર્ગેનાઇઝેશનોએ ભાગ લીધો હોવાને કારણે એ એક ભવ્ય આયોજન બની ગયું છે. આ એક્ઝિબિશનની મુલાકાત ૨૨ ઑક્ટોબર સુધી બાલાજી બૅન્ક્વેટ્સ, ગોકુલ ટાઉનશિપ, વિરાર (વેસ્ટ)માં લઈ શકાય છે. આ એક્ઝિબિશનનું મોટું આકર્ષણ એ છે કે એમાં નાયગાંવથી બોઇસરના પટ્ટામાં પરવડી શકે એવાં ઉપલબ્ધ મકાનોના મહત્તમ વિકલ્પ મુકાયા છે.

શ્રેષ્ઠ પ્રદર્શન

આ એક્ઝિબિશનમાં વિરાર વિસ્તારના અગ્રવાલ બિલ્ડર્સ, મહેતા બિલ્ડર્સ, પૂનમ બિલ્ડર્સ, કૉસ્મોસ ગ્રુપ, વાધવાન હાઉસિંગ, અર્હમ રિયલ્ટર્સ અને સ્વસ્તિક ગ્રુપ જેવા ટોચના બિલ્ડરો ભાગ લઈ રહ્યા છે. નાયગાંવથી બોઇસરના પટ્ટામાં જે બિલ્ડરોનો દબદબો છે એમાંથી મોટા ભાગના બિલ્ડરો આ એક્ઝિબિશનમાં પોતાની પ્રૉપર્ટીનું પ્રદર્શન કરી રહ્યા છે. અહીં ઘર ખરીદનારને લક્ઝરી ઘરથી માંડીને પરવડી શકે એવા ઘર સુધીના દરેક સેગમેન્ટમાં સારાએવા વિકલ્પો મળી શકે છે. આ કારણે જે વ્યક્તિ આ વિસ્તારમાં ઘર ખરીદવા માગતી હોય તેણે આ એક્ઝિબિશનની મુલાકાત લેવી જ જોઈએ.

પરવડી શકે એવાં મકાનો

અત્યારના સમયમાં ઘર ખરીદવા ઇચ્છતી વ્યક્તિને એની કિંમતનો મુદ્દો સૌથી વધારે પરેશાન કરે છે અને તે પરવડી શકે એવા મકાનની તલાશમાં હોય છે. મુંબઈ જેવા શહેરમાં તો એક કરોડ રૂપિયા કરતાં ઓછી કિંમતમાં ફ્લૅટ ખરીદવાનું લગભગ અશક્ય બની ગયું છે. ઘોડબંદર રોડ, થાણે અથવા તો ખારઘરમાં પણ ફ્લૅટ ખરીદવા માટે પચાસ લાખ રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડે છે. આ પરિસ્થિતિમાં સરેરાશ આવક ધરાવતી મધ્યમ વર્ગની વ્યક્તિ માટે ખાસ વિકલ્પ નથી રહ્યા. ફ્લૅટના ભાવ જ્યારે આસમાને પહોંચ્યા છે ત્યારે નાયગાંવથી બોઇસરના પટ્ટામાં ખરીદદારને એક બેડરૂમ-હૉલ-કિચનનો ફ્લૅટ ૨૫ લાખ રૂપિયામાં અને બે બેડરૂમ-હૉલ-કિચનનો ફ્લૅટ ૩૦ લાખ રૂપિયામાં મળી શકે છે. આ કારણે જે વ્યક્તિ શહેરમાં પાંચ વર્ષ કરતાં ઓછા સમયથી રહેતી હોય તેના માટે ઘર ખરીદવા આ પટ્ટો સારામાં સારો વિકલ્પ સાબિત થયો છે.

હૉટ ડેસ્ટિનેશન

છેલ્લા કેટલાક સમયથી વિરારની કનેક્ટિવિટી વધતાં એ હૉટ ડેસ્ટિનેશન બની ગયું છે. ચર્ચગેટ, અંધેરી અને બોરીવલી જેવાં સ્ટેશનોથી વિરાર માટેની વધારે ને વધારે ટ્રેનો શરૂ થઈ રહી છે અને સાથે-સાથે બોરીવલીથી વિરાર સુધીનો રોડમાર્ગ પણ ડેવલપ થઈ ગયો છે. હવે રોડમાર્ગે બોરીવલીથી ચાલીસ જ મિનિટમાં વિરાર પહોંચી શકાય છે. આ આંતરિક રોડમાર્ગ તૈયાર થયો હોવાને કારણે વસઈ, વિરાર અને નાલાસોપારામાં પણ આંતરિક બસસર્વિસ શરૂ થઈ છે. આ સિવાય અહીં શરૂ થયેલું ધ રુસ્તમજી એવરશાઇન યઝુ પાર્ક લેટેસ્ટ આકર્ષણ છે. આ વિસ્તારમાં હાલમાં ડેવલપ થયેલું રુસ્તમજી એવરશાઇન ગ્લોબલ સિટી ખરેખર મોટું ડેવલપમેન્ટ છે. આ સિવાય સબવે, ડી માર્ટ અને મૅક્ડોનલ્ડ્સ જેવી બ્રૅન્ડ્સ પણ વિરારમાં શરૂઆત કરવા તલપાપડ છે. આ સિવાય અહીં મેડિકલ, એજ્યુકેશનલ, શૉપિંગની તેમ જ એન્ટરટેઇનમેન્ટ ફૅસિલિટી પણ પૂરતા પ્રમાણમાં છે.

શુભ હેતુથી આયોજન

વિરારમાં યોજાયેલા આ પ્રૉપર્ટી એક્ઝિબિશનનો મુખ્ય હેતુ આ નવા વિકસતા વિસ્તારમાં મધ્યમ વર્ગ પોતાનું ઘર લઈ શકે એ માટે શક્ય એટલી વધારે મદદ કરવાનો છે. અહીં જે રીતે દર વર્ષે કિંમતોમાં વધારો થઈ રહ્યો છે એ જોતાં માત્ર રોકાણ માટે મકાન ખરીદતી વ્યક્તિને પણ ફાયદો થાય છે. જોકે સૌથી મુખ્ય હેતુ તો મધ્યમ આવક ધરાવતી વ્યક્તિને દર મહિને ભરવા પડતા મસમોટા લોનના હપ્તાથી બચાવીને માનસિક શાંતિ આપવાનો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK