થાણે પ્રૉપર્ટી એક્સ્પો ૨૦૧૩ને ભવ્ય પ્રતિસાદ

થાણે પ્રૉપર્ટી એક્સ્પો ૨૦૧૩ને ડેવલપરોની સાથે ઘર ખરીદનારી જનતાનો બેવડો અને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રદર્શનમાં થાણેમાં ખુદના સપનાનું ઘર શોધવા માટેનો ૮૫,૪૭૦ લોકોનો રીતસરનો ધસારો થયો હતો અને લગભગ ૩૭૫ ફ્લૅટ નોંધાયા હતા.

એમસીએચઆઇ-ક્રેડાઇએ ડેવલપર તેમ જ તેમની નાણાકીય સંસ્થાઓને આ પ્રૉપર્ટી એક્સ્પોની ભવ્ય સફળતામાં તેમણે આપેલા યોગદાન બદલ અવૉર્ડ આપ્યો હતો. શ્રેષ્ઠ માહિતી અને જાણકારી આપનારા સ્ટૉલ તરીકેનો અવૉર્ડ રુણવાલ ગ્રુપને મળ્યો હતો, જ્યારે તિરુપતિ ગ્રુપને ઉત્તમ ડિઝાઇનના સ્ટૉલ અને ધ મોસ્ટ ઇનોવેટિવ બ્રૅન્ડ કમ્યુનિકેટરનો અવૉર્ડ મળ્યો હતો. એચડીએફસી બૅન્કને ઉત્તમ એચડીએફસી સ્ટૉલનો, જ્યારે આહુજા કન્સ્ટ્રક્શનને શ્રેષ્ઠ નવોદિત સ્ટૉલનો અવૉર્ડ મળ્યો હતો. પુરાણિક બિલ્ડરને ગ્રાહક કેãન્દ્રત પ્રદર્શન ઑફ ધ યરનો અવૉર્ડ મળ્યો હતો.

એમસીએચઆઇ-ક્રેડાઇ થાણે પ્રૉપર્ટી એક્સ્પો ૨૦૧૩ પ્રૉપર્ટીને લગતું વીસમું પ્રદર્શન હતું. આ પ્રદર્શનમાં ૩૦૦થી વધુ પ્રોજેક્ટ્સ હતા અને લગભગ ૪૦થી વધુ ડેવલપરની ૨૦,૦૦૦થી વધુ પ્રૉપર્ટી હતી. આ પ્રદર્શનમાં દસ બૅન્કોએ ભાગ લીધો હતો.

રિયલ એસ્ટેટ બજારમાં સરસ મજાની શાખ ઊભી કરવામાં થાણે સફળ રહ્યું છે. છેલ્લાં થોડાં વર્ષોમાં જોવા મળ્યું છે કે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)ના તમામ હિસ્સામાંથી ઘરની ઇચ્છા રાખતા લોકોએ થાણેને પોતાના ડ્રીમ ઘર માટેનું લક્ષ્ય બનાવી દીધું છે અને આ વર્ષે પણ આ રીતે જ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. ઘર શોધતા અનેક લોકોએ આ પ્રદર્શનમાંથી પોતાનું ડ્રીમ ઘર શોધ્યું છે. એમસીએચઆઇ-ક્રેડાઇના થાણેના પ્રેસિડન્ટ શૈલેશ પુરાણિકે હર્ષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ પ્રદર્શન એક એવો મંચ હતો જ્યાં ઘર લેવાની ઇચ્છા ધરાવતા લોકોએ એક જ છત્ર હેઠળ થાણે અને થાણેની આસપાસના વિસ્તારના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ બાબતની સંપૂર્ણ માહિતી મેળવી હતી.

આ પ્રદર્શનમાં બૅન્કોએ ૮૦૦ કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK