સમજદારીભર્યો નિર્ણય લઈને પ્રૉપર્ટી ખરીદો એ જ સારું પગલું

મુંબઈના ઉચ્ચ અને સારા વિસ્તારોમાં ઘરનો ભાવ ઘણો વધારે હોય છે, પણ એનો અર્થ એ નથી કે વિશ્વની બજારમાં ઊથલપાથલ થતી હોવાને કારણે મુંબઈના રિયલ એસ્ટેટની બજારમાં એની અસર નથી પડી.

 

પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રૅન્કના તાજેતરના એક રર્પિોટમાં જણાવવામાં આવ્યું હતું કે મુંબઈની પ્રૉપર્ટીનો ભાવ ફક્ત સ્થગિત જ નથી રહ્યો, ઓછો પણ થયો છે. ગ્લોબલ સિટી ઇન્ડેક્સના રર્પિોટમાં વિશ્વનાં ૨૩ શહેરોની સમીક્ષા કરવામાં આવી હતી. એમાંથી તારણ કાઢવામાં આવ્યું કે જકાર્તા (સપ્ટેમ્બર-ડિસેમ્બર ૨૦૧૧માં ૩.૩ ટકા), હૉન્ગકૉન્ગ (૧.૧ ટકા), સિંગાપોર (૧.૯ ટકા) અને ક્વાલા લમ્પુર આ ચાર એશિયન શહેરોમાં ભાવવધારો થયો. જોકે મુંબઈ, શાંઘાઈ, બીજિંગ અને સિડનીમાં ભાવમાં ઘટાડો થયો. માર્ચ ૨૦૧૧થી માર્ચ ૨૦૧૨ સુધીમાં મુંબઈમાં સૌથી વધુ ૯.૧ ટકાનો ઘટાડો થયો. નાઇટ ફ્રૅન્ક સર્વિસિસના નૅશનલ હેડ રિસર્ચ સત્મંતક દાસ ચોખવટ કરતાં કહે છે, ‘આ સર્વે પ્રાઇમ પ્રૉપર્ટી બજારના સંદર્ભે પ્રત્યેક શહેરની ટોચની પાંચ ટકા હાઉસિંગ માર્કેટને અનુલક્ષીને થયો હતો એટલે અમે શહેરની અંદરના સૌથી મોંઘા અને સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા વિસ્તારોની સમીક્ષા કરી છે. મુંબઈમાં આવા વિસ્તારોમાં મલબાર હિલ, કફ પરેડ, મહાલક્ષ્મી જેવા વિસ્તારોનો સમાવેશ છે. પ્રૉપર્ટીના ભાવમાં થયેલો સૌથી મુખ્ય ઘટાડો માર્ચ ૨૦૧૧ પછીના છ મહિનામાં દેખાયો હતો. ત્યાર પછી એક સ્થગિત તબક્કો આવ્યો જે સપ્ટેમ્બર ૨૦૧૧થી માર્ચ ૨૦૧૨ સુધી રહ્યો. અમારા મંતવ્ય પ્રમાણે આ સ્થગિત તબક્કો બીજા છ મહિના સુધી રહેશે એવી શક્યતા છે.’

 

 

જોકે લોખંડવાલા ગ્રુપના ડિરેક્ટર અલી લોખંડવાલા આ બાબત સાથે સંમત નથી. તેઓ કહે છે, ‘મલબાર હિલ અને કફ પરેડ જેવા વિસ્તારોના પ્રૉપર્ટીના ભાવ સ્ક્વેરફૂટદીઠ ૭૫,૦૦૦થી ૧,૨૦,૦૦૦ રૂપિયાની વચ્ચે રહેતા હતા, જ્યારે મહાલક્ષ્મી અને લોઅર પરેલના વિસ્તારમાં ૨૫,૦૦૦થી લઈને ૪૫,૦૦૦ રૂપિયાની વચ્ચે રમતા હતા એટલે હું આ બન્ને વિસ્તારને સાથે ન જોડી શકું. અમારા અનુભવ પરથી અમે જોયું છે કે લોઅર પરેલ અને મહાલક્ષ્મીના વિસ્તારમાં ભાવવધારો થયો છે. જે ગ્રાહકો ખરીદી કરવાનું ટાળતા હતા તેઓ હવે જગ્યા ખરીદવાનો નિર્ણય લઈ રહ્યા છે. અહીં હૉસ્પિટાલિટી સેક્ટર આવવાને કારણે આખા વિસ્તારમાં સુધારો જણાઈ રહ્યો છે એટલે અમે આવતું વર્ષ સારું રહેશે એવી ધારણા કરી રહ્યા છીએ. અમારા ખુદના પણ મહાલક્ષ્મી પર મિનરવા અને વરલીમાં વિક્ટોરિયા પ્રોજેક્ટ છે.’

 

રોકાણ કરવા માટે સમય યોગ્ય?

 

જો નાઇટ ફ્રૅન્કના અહેવાલ મુજબ જઈએ તો આ સમય મુંબઈમાં પ્રાઇમ પ્રૉપર્ટી વિસ્તારોમાં રોકાણ કરવા માટે એકદમ ઉત્તમ સમય છે, કારણ કે કમસે કમ નજીકના ભવિષ્યમાં તો ભાવ ઓછો રહેશે. એ સિવાય મહાલક્ષ્મી જેવા વિસ્તારમાં ભાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે તો તાર્કિક રીતે આપણે એ તારણ કાઢી શકીએ કે હાલનો સમય રોકાણ માટે અતિ ઉત્તમ છે. એટલે પાછળ ઠેલવવા કરતાં અત્યારે સમજદારીભર્યો નિર્ણય લઈ પ્રૉપર્ટી ખરીદવી વધુ સારી છે. રિયલ એસ્ટેટ માર્કેટની ભવિષ્યવાણી ન કરી શકાય, છતાં હકીકત એ છે કે હાલમાં પ્રોજેક્ટ ઓછા છે. પ્રૉપર્ટીની અછત છે અને પુરવઠાની સામે ડિમાન્ડ વધી ગઈ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK