માલેતુજારોનું મહાલક્ષ્મી

જાણીતા બિલ્ડર્સના અનેક લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ આ વિસ્તારમાં ચાલી રહ્યા છે. એ બાંધકામો આજના દેશ-વિદેશમાં ફરતા અને ભવ્ય તથા આધુનિક રહેઠાણોની સૂઝ, સમજ અને રુચિ ધરાવતા લોકો માટે છે. વૈભવી રહેણીકરણી જેમના સ્વભાવમાં વણાઈ ગઈ છે એવા વર્ગ માટે આ ફ્લૅટ્સ બંધાઈ રહ્યા છે.


તળ મુંબઈનો મહાલક્ષ્મી વિસ્તાર દાયકાઓથી માલેતુજારોનાં રહેઠાણો માટે જાણીતો બન્યો છે. અરબી સમુદ્રનાં રમણીય દૃશ્યો, મુંબઈનાં કેટલાંક હેરિટેજ બિલ્ડિંગ્સથી નિકટતા અને આજના હૉટ-સ્પૉટ લોઅર પરેલનો પાડોશ વગેરે કારણોસર વૈભવી રીતે રહેવાની આકાંક્ષા ધરાવતા અનેક ધનિક હોમ બાયર્સ માટે મહાલક્ષ્મી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

લોકેશન પ્રોફાઇલ

મહાલક્ષ્મી સ્ટેશન વેસ્ટર્ન રેલવેમાં આવેલું છે અને હવે બાંદરા-વરલી સી-લિન્કને કારણે વેસ્ટર્ન સબબ્ર્સમાં રહેતા લોકો માટે તળ મુંબઈના આ વિસ્તારમાં આવવું સરળ બની ગયું છે.મહાલક્ષ્મી વિસ્તાર બે સ્થળો માટે મશહૂર છે. એક, જેના નામ પરથી સ્ટેશનનું નામ પડ્યું છે એ મહાલક્ષ્મી મંદિર અને હાજી અલીની દરગાહ. ઘોડાની રેસ માટે જાણીતો રેસર્કોસ એટલે કે રૉયલ વેસ્ટર્ન ટર્ફ ક્લબ ઑફ ઇન્ડિયા પણ આ વિસ્તારમાં છે. વિલિંગ્ડન ક્લબ શહેરની શ્રેષ્ઠ ક્લબોમાંની એક છે. ભુલાભાઈ દેસાઈ રોડ બેન્ઝર અને અમરસન્સ જેવી લક્ઝરી ગુડ્સ વેચતી શૉપ્સ માટે જાણીતો છે. હીરા-પન્ના શૉપિંગ સેન્ટરમાં તૈયાર કપડાં, જ્વેલરી અને ઇલેક્ટ્રૉનિક સામાન વેચતી અનેક દુકાનો છે. કેમ્પ્સ કૉર્નર અને પેડર રોડ પર પણ ઘણી હાઈ-એન્ડ શૉપ્સ છે.

રિયલ એસ્ટેટ

સોબો એટલે કે સાઉથ બૉમ્બેનો નવો ધનવાન વર્ગ કનેક્ટિવિટી ફૅક્ટરને કારણે મહાલક્ષ્મીથી જેકબ સર્કલના પટ્ટામાં રહેઠાણ ખરીદવાનું પસંદ કરે છે. સી-લિન્ક દ્વારા મહાલક્ષ્મીથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની નિકટતાને કારણે ઘણા કૉર્પોરેટ્સને આ વિસ્તારમાં ફ્લૅટ બુક કરાવવાનું આકર્ષણ થયું છે. સાઉથ બૉમ્બેનું વાતાવરણ અને એની પરંપરાગત મોહકતા જેમને ખૂબ ગમતી હોય તેમને માટે આ પૉપ્યુલર વિસ્તાર છે. હવે આ વિસ્તારની ગ્ધ્ઘ્થી નિકટતાને કારણે અનેક ડાયમન્ડ મર્ચન્ટ્સ ત્યાં ફ્લૅટ્સ લેવાનું પસંદ કરે છે, કારણ કે ભારત ડાયમન્ડ બુર્સ પણ આ ગ્ધ્ઘ્ વિસ્તારમાં છે. લોઢા ગ્રુપ, લોખંડવાલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગોદરેજ પ્રૉપર્ટીઝ અને કે. રાહેજા જેવા બિલ્ડર્સ આ વિસ્તારમાં મકાનો બાંધે છે.

માર્કેટ કેવું છે?


જેએલએલ ઇન્ડિયાના સ્ટ્રૅટેજિક કન્સલ્ટિંગ હેડ (વેસ્ટ) શુભંકર મિત્રાએ જણાવ્યું હતું કે ‘રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ્સ મોટા ભાગે હાઈ-એન્ડ કૅટેગરીના છે અને રીટેલ માર્કેટમાં લક્ઝરી બ્રૅન્ડ્સનું પ્રભુત્વ છે. આસપાસના વિસ્તારોના કૉર્પોરેટ્સ અને બીજા વૈભવશાળી ગ્રાહકો દ્વારા રેસિડેન્શિયલ પ્રૉપર્ટીઝની ખરીદી અને લીઝ પર લેવાની ગતિવિધિને કારણે ફ્લૅટ્સની ડિમાન્ડ પૂરતી છે. એમાં અનેક વ્યવહારો મલ્ટી નૅશનલ કંપનીઓ દ્વારા એકસાથે અનેક ફ્લેટ્સ લીઝ પર રાખવાના થાય છે. રેસિડેન્શિયલ પ્રૉપર્ટીના વેચાણ વિશેના આંકડા જોતાં ત્રણ બેડરૂમ્સ અને ચાર બેડરૂમ્સના ફ્લૅટો વધારે વેચાય છે. આ પટ્ટામાં મફતલાલ હાઉસ અને જિંદલ હાઉસ જેવા મોટા બંગલા પણ ઘણા છે. પેડર રોડ પર હાલના કૅપિટલ રેટ્સ ચોરસ ફૂટદીઠ ૪૫,૦૦૦થી ૭૫,૦૦૦ રૂપિયા સુધીના (મોંઘા ભાવ સીફેસ પરના એક્સક્લુઝિવ ફ્લૅટ્સ માટે છે), બાકીના માઇક્રો માર્કેટમાં મહાલક્ષ્મી, તાડદેવ વગેરે વિસ્તારોમાં ૪૫,૦૦૦થી ૬૦,૦૦૦ રૂપિયે ચોરસ ફૂટની આસપાસના ભાવ છે.  


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy