અમેરિકાની અગ્રણી બૅન્કો ભારતીય રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા ફરી સક્રિય

ગોલ્ડમૅન સાક્સ, મૉર્ગન સ્ટૅનલી, જેપી મૉર્ગનને અહીં રોકાણમાં હવે વધુ રસ


લાંબા સમયના અંતરાલ બાદ અમેરિકાની અગ્રણી બૅન્કો ગોલ્ડમૅન સાક્સ, મૉર્ગન સ્ટૅનલી અને જેપી મૉર્ગન ભારતીય રિયલ એસ્ટેટમાં સક્રિય બનવા સજ્જ થઈ રહી છે. આ ત્રણેય બૅન્કો ભારતની રિયલ એસ્ટેટમાં ૨૦૦૮ આસપાસના સમય સુધી સક્રિય હતી, પરંતુ ૨૦૦૮માં લીમન બ્રધર્સની સમસ્યા બાદ તેઓ લગભગ નિષ્ક્રય રહી હતી. જોકે બે મોટી ખાનગી ઇક્વિટી કંપનીઓ બ્લૅકસ્ટોન અને કેકેઆરે ભારતીય પ્રોપર્ટી માર્કેટમાં આક્રમક રીતે રોકાણ કર્યું હતું. બ્લૅકસ્ટોને વર્ષ ૨૦૧૧થી ઇન્ફો-ટેક પાર્કમાં તથા કમર્શિયલ ઑફિસ બિલ્ડિંગમાં ૧.૯ અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું. હવે USસ્થિત બૅન્કોએ ભારતીય પ્રોપર્ટી માર્કેટમાં ફરી એક વાર વિfવાસ દાખવ્યો છે.

૨૦૧૪માં રોકાણ કર્યું નહોતું

મૉર્ગન સ્ટૅનલીએ ૨૦૦૬થી ભારતીય રિયલ એસ્ટેટમાં ૮૦ કરોડ ડૉલરનું રોકાણ કર્યું હતું. જોકે ૨૦૧૪માં કોઈ ફન્ડ્સમાં રોકાણ કર્યું નથી. એના આઠમા ગ્લોબલ ફન્ડમાં મૉર્ગન સ્ટૅનલીએ એક અબજ ડૉલરનું ભંડોળ એકત્ર કર્યું હતું. વર્ષ ૨૦૧૫માં એ ભારતની બજારમાં સક્રિયપણે રોકાણ કરવા ચાહે છે. વૈવિક ધોરણે મૉર્ગન સ્ટૅનલી ૩૩ અબજ ડૉલરની રિયલ એસ્ટેટ અસ્કયામતો ધરાવે છે, જેમાંની ૨૮ ટકા એશિયામાં જ્યારે કે ૫૧ ટકા અમેરિકામાં અને બાકીની યુરોપમાં છે. હાલમાં જ વાટિકા ગ્રુપના રિયલ એસ્ટેટ ડેવલપર વાટિકા હોટેલ્સની ઇક્વિટીમાં ૨૫૦ કરોડનું રોકાણ કરનાર ગોલ્ડમૅન સાક્સે ભારતીય પ્રોપર્ટી માર્કેટમાં વધુ રોકાણ કરવા નજર દોડાવી રહ્યું છે. ગયા મે માસમાં USસ્થિત રોકાણકારે અમેરિકા, યુરોપ અને એશિયામાંથી ચાર અબજ ડૉલર કરતાં વધુ રકમના ભંડોળ સાથે રિયલ એસ્ટેટ ક્રેડિટ પાર્ટનર્સ નામનું બીજું રિયલ એસ્ટેટ ક્રેડિટ ફન્ડ શરૂ કર્યું છે. જોકે આ ફન્ડ ભારતમાં રોકાણ કરશે કે નહીં એ વિશે હજી સુધી જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. જેપી મૉર્ગન પણ ઇન્ડિયા-સ્પેસિફિક ફન્ડ ઊભું કરવા બાબતે વિચારી રહ્યું છે. ભારતમાં પ્રોપર્ટી બજારની કિંમત ઊંચી જઈ રહી છે. એથી લોકો ધિરાણ મેળવીને પણ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા પ્રેરાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy