વડોદરાની રિયલ એસ્ટેટ બજારમાં તેજી આવી છે

અનેક આકર્ષક રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ આકાર પામી રહ્યા છે


એક સમયે બરોડા નામે જાણીતું શહેર વડોદરા ભારતના ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વસ્તી ધરાવતાં શહેરોમાં અમદાવાદ અને સુરત પછી ત્રીજા ક્રમે આવે છે. આજે એ શહેરની વસ્તી ૧૦ લાખથી વધારે છે. રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને જગ્યાની કિંમતોની દૃષ્ટિએ પરાકાષ્ઠાએ પહોંચેલાં મહાનગરોની સરખામણીમાં નાનાં શહેરોમાં સારા પમાણમાં બિઝનેસ થાય છે. એવું જ શહેર વડોદરા છે.

વડોદરાના રિયલ એસ્ટેટ ટ્રેન્ડ્સ

કમર્શિયલ : વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (VUDA)એ શહેરમાં અને આસપાસ રહેણાકનાં મકાનો, IT પાર્ક્સ અને ઑફિસની જગ્યાઓ સહિતના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે જુદી-જુદી કન્સ્ટ્રક્શન કંપનીઓ સાથે ૩૪૨૫ કરોડ રૂપિયાનાં સાઇન કયા છે.

સિંગાપોરની એક રિયલ એસ્ટેટ કંપનીએ વડોદરામાં ૫૫૦ એકર જમીન પર સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન બાંધવાની દરખાસ્ત મૂકી છે. આ લ્ચ્ક્ષ્ બંધાઈ ગયા પછી વડોદરામાં પ્રૉપર્ટીના ભાવો આકાશને આંબશે. આ લ્ચ્ક્ષ્ની જાહેરાત કરવામાં આવ્યા પછી અનેક રિયલ એસ્ટેટ એજન્ટ્સ અને ઇન્વેસ્ટર્સ ભવિષ્યમાં સારા વળતરની શક્યતા પામીને વડોદરામાં પ્રૉપર્ટી ખરીદવા ઉત્સુક બન્યા છે.

ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર તરીકે જાણીતું આ શહેર વ્યૂહાત્મક દૃષ્ટિએ કેન્દ્રીય સ્થિતિમાં હોવાના ઘણા લાભો છે. એથી જ વડોદરાના રિયલ એસ્ટેટ બજારમાં તેજી આવી છે. કેટલાંક વર્ષો પહેલાં વડોદરાની પ્રૉપર્ટીઝના ઊજળા ભવિષ્યની કોઈએ કલ્પના પણ કરી નહોતી. ટૂંક સમયમાં વડોદરામાં દેશના સૌથી મોટા IT પાર્ક્સ બંધાશે અને એ કૉસ્મોપૉલિટન શહેરોમાં ગણાશે.

રેસિડેન્શિયલ : વડોદરામાં હાઉસિંગ સેક્ટરે હરણફાળ ભરી છે. ખાસ કરીને છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં શહેરમાં કેટલીક મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ શરૂ થયા પછી ઘણો ફેર પડ્યો છે. રોજગારીની સારી તકો શોધવા માટે અન્ય શહેરોમાં ગયેલા યુવાનો હવે પાછા આવી રહ્યા છે. એથી પ્રૉપર્ટી ડેવલપર્સ માટે ખુશ થવાનું કારણ ઊભું થયું છે.

શહેરનો એલીટ ક્લાસ વર્ષોથી બંગલાઓમાં રહે છે અને હવે નૉન રેસિડન્ટ ગુજરાતીઓને પણ એ સુંદર બંગલા આકર્ષે છે. શહેરમાં માંડવી જેવા કેટલાક વિસ્તારોમાં બધી મૂળભૂત સુવિધાઓ સાથેના બંગલા ૧૫,૦૦,૦૦૦ રૂપિયાથી ૨૫,૦૦,૦૦૦ રૂપિયા સુધીની કિંમતે ઉપલબ્ધ છે.૮૫૦ સ્ક્વેર ફૂટ એરિયા ધરાવતું બે બેડરૂમનું અપાર્ટમેન્ટ ૭,૦૦,૦૦૦થી ૮,૦૦,૦૦૦ રૂપિયા સુધીના ભાવે ઉપલબ્ધ છે.

રીટેલ : છેલ્લાં કેટલાંક વર્ષોથી વડોદરામાં રીટેલિંગ સારું ચાલે છે. અગાઉ ત્યાં રીટેલિંગની ગતિ મંદ હતી, પરંતુ હવે એ ક્ષેત્રની ગતિ પૂરપાટ વધી રહી છે.

ભાવિ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ

રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સ : નારાયણ હાઉસિંગ હનુમાનપુરામાં ૫૨૦ એકરમાં હાઉસિંગ પ્રોજેક્ટ બાંધવા માટે ૫૦૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે. એવી જ રીતે મુંબઈ-અમદાવાદ હાઇવે પર મકરપુરા પાસે જાંબુ ગામની જગ્યામાં સિદ્ધિવિનાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાઉસિંગ પ્રોજેક્ટ હાથ ધરવાની તૈયારી કરે છે.

IT પાર્ક : લાર્સન ઍન્ડ ટુબ્રોએ બાપોદ-આંખોલમાં ૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ટેકનૉલૉજી પાર્ક બાંધવાની યોજના ઘડી છે. એવી જ રીતે દેના અને નિમેટામાં પાર્કવે રિયલ્ટી IT પાર્ક બાંધવાની તૈયારી કરે છે.


IT પાર્ક : વડોદરા પાસે સાવલીમાં ૭૦૮ કરોડ રૂપિયાને ખર્ચે  IT  પાર્ક બાંધવા મુંબઈના વિખ્યાત રિયલ એસ્ટેટ ડેવલપર આકૃતિ નિર્માણે સાઇન કર્યું છે. પાર્કમાં જુદી-જુદી ફૅસિલિટીઝ માટે કંપની વિવિધ કંપનીઓ સાથે વાટાઘાટો ચલાવી રહી છે.

શૉપિંગ મૉલ્સ : કાલાણી ગ્રુપ એની રીટેલ ડેવલપમેન્ટની યોજનાના ભાગરૂપે વડોદરામાં ૩.૫ લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં મૉલ-કમ-શૉપિંગ કૉમ્પ્લેકસ બાંધવાની તૈયારી કરે છે. આવા ઊજળું ભાવિ ધરાવતા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ સાથે વડોદરાના રિયલ એસ્ટેટમાં ઝડપી વૃદ્ધિ નિશ્ચિત છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy