મુંબઈની આસપાસ સેકન્ડ હોમ લેવાનું પ્લાનિંગ કરો છો?

રજાઓમાં કે વીક-એન્ડમાં આરામ કરવા અથવા કુદરતનો આનંદ માણવા માટે ઘર ખરીદવું એ મુંબઈના રહેવાસીઓ માટે ગ્રેટ ઇન્વેસ્ટમેન્ટ ગણી શકાય. અમે મુંબઈની આસપાસ આવાં કેટલાંક સ્થળોનું લિસ્ટ રજૂ કરીએ છીએ...


લોનાવલા

મુંબઈથી ૧૨૦ કિલોમીટર દૂર આવેલું લોનાવલા કુદરતી સૌંદર્ય માટે જાણીતું સ્થળ છે. ખાસ કરીને ચોમાસામાં ત્યાંના વાતાવરણનું ઘણું આકર્ષણ હોય છે. ખુશનુમા મોસમ અને પાણીના ધોધની સુંદરતા તેમ જ મુંબઈ શહેરથી નિકટતાને કારણે એ વીક-એન્ડ હોમ માટે આદર્શ સ્થળ ગણાય છે. એ શહેરમાં વીક-એન્ડ હોમની કિંમત ૩૦ લાખ રૂપિયાથી શરૂ થાય છે. કૉટેજિસની કિંમત કરોડો રૂપિયામાં છે.

અલીબાગ

અલીબાગના નવગામના કિહિમ અને થાલ, વરસોલી, આક્સી અને નાગાવમાં બીચ લોકેશન્સ પ્રાચીન કિલ્લા જેવાં સ્થળોની સુંદરતાને લીધે એનું આકર્ષણ વધારે છે. મુંબઈથી ૧૧૦ કિલોમીટર દૂરના આ સ્થળે ઠંડું વાતાવરણ હોવાથી વીક-એન્ડ હોમ તરીકે એની પસંદગી વધુ કરવામાં આવે છે. સરેરાશ સ્ક્વેર ફૂટના ૪૫૦૦થી ૫૫૦૦ રૂપિયાના ભાવે ત્યાં ફ્લૅટ્સ ઉપલબ્ધ છે. પાણી અને ઇલેક્ટિÿસિટીનો પુરવઠો અને બીજી જરૂરી સગવડો સારા પમાણમાં ઉપલબ્ધ છે. મુંબઈથી દરિયાઈ માર્ગે ફેરી દ્વારા ઝડપથી પહોંચી શકાય અને મોટરકાર દ્વારા નવી મુંબઈથી ત્રણ કલાકનું ડ્રાઇવિંગ કરીને પહોંચી શકાય.

ઉત્તન

ઘર ખરીદનારાઓમાં છેલ્લા કેટલાક વખતમાં ઉત્તનનું પણ આકર્ષણ વધ્યું છે. મુંબઈનાં સબબ્ર્સ બોરીવલી અને ભાઈંદરથી એ નજીક છે. ભાઈંદર રેલવે-સ્ટેશનથી વાહનમાં અડધા કલાકમાં ઉત્તન પહોંચી શકાય. ઇન્વેસ્ટર્સ બીચ પાસેના લોકેશન્સ પર બંગલા ખરીદવાનું પસંદ કરે છે. દરિયાકાંઠો અને ટ્રાફિક તથા પદૂષણથી મુક્ત ગામડાનું વાતાવરણ એ સ્થળની પસંદગીનાં મુખ્ય કારણો છે.

કર્જત

સેન્ટ્રલ રેલવેના રૂટ પર મુંબઈથી ૯૦ કિલોમીટર દૂરનું આ સ્થળ મુંબઈના વીક-એન્ડ હોમ ખરીદનારાઓ માટે સ્વર્ગ સમાન છે. પહાડો અને કુદરતી સૌંદર્ય ઢગલાબંધ ટૂરિસ્ટોને તેમ જ પ્રૉપર્ટી-ઇન્વેસ્ટર્સ અને સેકન્ડ હોમ ખરીદનારાઓને આકર્ષે છે.નવા ટાઉનશિપ પ્રોજ્ક્ટ્સમાં પ્લૉટ, પ્રાઇવેટ બંગલા કે અપાર્ટમેન્ટ્સમાંથી કોઈ પણ પકારનું ઘર પસંદ કરી શકાય. લોકલ ટ્રેનો અને પ્રાઇવેટ વાહનો બન્ને દ્વારા ત્યાં પહોંચી શકાય.

મુરબાડ

મુંબઈથી ૬૫થી ૭૦ કિલોમીટર દૂરનું મુરબાડ જેમને ઘાટ વિસ્તારનું ઘણું આકર્ષણ હોય અને માળશેજ ઘાટ, ભીમાશંકર ટેકરી અને કર્જત જેવા ટૂરિસ્ટ સ્પૉટ્સ ઘણા પ્રિય હોય તેમને માટે મુરબાડ ઘણી સારી ચૉઇસ છે. વીક-એન્ડ હોમ્સમાં ફ્લૅટ્સ, બંગલા, ખુલ્લા પ્લૉટ્સ વગેરે વિકલ્પો ઉપલબ્ધ છે. સસ્તાં રહેઠાણોના નવા કેન્દ્ર એવા શહાપુરથી સાવ નજીક છે. એ ઝીરો કેમિકલ અને પોલ્યુશન ફ્રી ઝોન છે. એ વિસ્તારમાં રહેવા જનારાઓની સંખ્યા વધી રહી હોવાથી ત્યાં નવું રેલવે-સ્ટેશન પણ બંધાઈ રહ્યું છે. જોકે ડેવલપર્સ મુરબાડમાં જ સસ્તાં ઘર, અફૉર્ડેબલ હાઉસિંગની ટાઉનશિપ્સની યોજનાઓ હાથ ધરી રહ્યા છે. મુરબાડથી ૯ કિલોમીટર દૂર સસાનેમાં મોટો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. શહાપુરમાં પણ કર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ટરની યોજના સહિત અનેક પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે.   

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy