વડોદરાના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ક્રાંતિના મંડાણ થઈ ચૂક્યા છે : પાર્થ ગણાત્રા

મારા વ્યક્તિગત અનુભવોની જ વાત નથી, પણ મારો અભ્યાસ અને માર્કેટના પ્રવાહો જોતાં હું માનું છું કે આગામી ૩ વર્ષમાં વડોદરાનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર અત્યંત ઝડપી સ્તરે આગળ વધવાનું છે.
ઔદ્યોગિક, રીટેલ, કૉપોર્રેટસ અને વર્કિંગ ક્લાસના બહોળા વર્ગનો લાભ વડોદરાને મળવાથી આ ક્ષેત્ર મજબૂત પગલાં ભરતું વધી રહ્યું છે. તમે એક વાર વડોદરા વીઝિટ કરો અને વર્ષ પછી ફરીથી મુલાકાત લો ત્યારે જ તમે બદલાતા વડોદરાનો મિજાજ પારખી જશો. અહીંના માગોર્, સુવિધાઓ, અમ્યુઝમેન્ટ અને વેલ-પ્લાન્ડ સરાઉન્ડિંગ વડોદરાને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલી રિચ અને ફ્લરીશ બનાવે છે. મારા રિયલ એસ્ટેટના પ્રોજેક્ટસ દરમ્યાન મેં જાયું કે રેસિડેન્શિયલ જેટલું જ કમર્શિયલ પ્રૉપર્ટી માર્કેટની પણ વૅલ્યુ કૂદકે ને ભૂસકે વધી રહી છે.

વળી વડોદરાના કૉસ્મોપૉલિટન કલ્ચરને એજ્યુકેશન, મેડિકલ ફેસિલિટીઝથી થયેલા ફાયદાને લીધે મોટી દરેક કંપની અને સ્મોલ-મિડિયમ ઇન્ડસ્ટ્રીનું ધ્યાન વડોદરા પર છે. રીટેલ ક્ષેત્રે પણ આ જ સિનારીઓ તમે અનુભવી શકશો. વડોદરાની ઉત્સવપ્રિયતા અને ખાવાપીવા, માણવાની શોખીન વૃત્તિએ અહીંના પૂરા લાઇફસ્ટાઇલ, ફૂડ, હૉસ્પિટાલિટી, વ્હાઇટ ગુડઝ માર્કેટને અપાર સફળતા અપાવી છે. આઇ એમ શ્યોર... વડોદરા ગુજરાતનું યુનિક જ નહીં, મોસ્ટ સકસેસફુલ બિઝનેસ હબ ઝડપથી બનવાનું છે, માર્ક માય વર્ડ્ઝ!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy