પ્રોવિડન્ટ ફન્ડધારકો માટે સસ્તાં ઘરની યોજના બનાવવા શ્રમ મંત્રાલય સક્રિય

૨૦૨૨ સુધીમાં તમામ દેશવાસીઓને પાકું ઘર આપવાનું લક્ષ્ય

શ્રમ મંત્રાલય એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન (ચ્ભ્જ્બ્)ના પાંચ કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ માટે સસ્તાં ઘરની પ્રચંડ મોટી યોજના ઘડી રહ્યું છે. સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં સૌ દેશવાસીઓને પાકું ઘર આપવાનું નક્કી કર્યું છે એને અનુલક્ષીને ઉક્ત યોજના આકાર લેશે. આ મંત્રાલય સરકારી બૅન્કો, હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓ, નૅશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન જેવી સરકારી કન્સ્ટ્રક્શન કંપનીઓ તથા દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટી, પંજાબ અર્બન પ્લાનિંગ ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી, હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી જેવી સત્તાઓનો સહકાર લેવા વિચારે છે. વડા પ્રધાનની ઑફિસે જ કહ્યું હતું કે એ પોતાના સબસ્ક્રાઇબર્સ માટે સસ્તાં ઘરની યોજના ઘડે અને પોતાની પાસે પડેલાં નાણાંનો ઉપયોગ એ દિશામાં કરવા માંડે. આ યોજના માટે તૈયાર કરાયેલી નોંધમાં જણાવાયું છે કે EPFOની ૧૫ ટકા રકમ પણ સસ્તાં ઘરો માટે લોન તરીકે વાપરવામાં આવે તો ૭૦,૦૦૦ કરોડની રકમ છૂટી થાય અને સાડાત્રણ લાખ સસ્તાં ઘર તૈયાર થઈ શકે. ચ્ભ્જ્બ્ પાસે આજની તારીખે ૬.૫ લાખ કરોડનું ભંડોળ છે અને એમાં દર વર્ષે ૭૦,૦૦૦  કરોડ રૂપિયાનો ઉમેરો થાય છે. ઉક્ત યોજના હેઠળ સબસ્ક્રાઇબર્સ પોતાના પ્રોવિડન્ટ ફન્ડની રકમનો ઉપાડ કરીને ઘરની કુલ કિંમતમાંથી અમુક હિસ્સાનું પેમેન્ટ કરી શકે છે. વર્તમાન જોગવાઈ મુજબ સબસ્ક્રાઇબર્સ ઘરની ખરીદી માટે પાંચ વર્ષની નોકરી બાદ પોતાના પ્રોવિડન્ટ ફન્ડમાંથી ઉપાડ કરી શકે છે. સરકાર ઓછી આવક ધરાવતા નોકરિયાતોને ઘર માટે સબસિડી આપવાનો પણ વિચાર ધરાવે છે. નાણાકીય સંસ્થાઓ સસ્તાં ઘરોની યોજના માટે ઓછા વ્યાજે ધિરાણ આપી શકે છે. હાઉસિંગ યોજના હેઠળ ઓછી આવક, મધ્યમ આવક અને ઊંચી આવક એમ ત્રણ શ્રેણીઓ રાખવામાં આવશે. આ ઉપરાંત સબસ્ક્રાઇબર્સ લોનના હપ્તા પ્રોવિડન્ટ ફન્ડ અકાઉન્ટ મારફતે ભરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy