૭૫૦ સ્ક્વેર ફીટ સુધીના ફ્લૅટ્સ માટે સ્ટૅમ્પ-ડ્યુટીમાં ઘટાડો થઈ શકે

આટલા એરિયા સુધીનાં ઘરો માટે ડ્રાફ્ટ હાઉસિંગ પૉલિસીમાં સરકારે નવી કૅટેગરી બનાવી : પાંચ ટકાને બદલે, એક, બે કે ત્રણ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી ભરવી પડશે : રજિસ્ટ્રેશન-ફી પણ ૨૫,૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવશે



વરુણ સિંહ

મુંબઈમાં ઘર ખરીદવા ઇચ્છતા લોકો માટે બે સારા સમાચાર છે. એક સમાચાર એવા છે કે સરકારે ૭૦ ચોરસ મીટરનાં રહેઠાણો માટે માર્કેટ-રેટ મુજબ સ્ટૅમ્પ-ડ્યુટી લેવાનું નક્કી કર્યું છે. બીજા સારા સમાચાર એવા છે કે સ્ટૅમ્પ-ડ્યુટીના દર પાંચ ટકાથી ઘટાડીને EWSના રહેઠાણો માટે એક ટકો, LIGના રહેઠાણો માટે બે ટકા અને MIGના રહેઠાણો માટે ત્રણ ટકા કરવામાં આવ્યા છે. આ તમામ પ્રકારનાં રહેઠાણો માટે રજિસ્ટ્રેશન-ફી માત્ર ૧૦૦૦ રૂપિયા કરવામાં આવી છે.અગાઉ રેડી રેક્નર-રેટ અને માર્કેટ-રેટમાંથી જે વધારે હોય એના પ્રમાણમાં સ્ટૅમ્પ-ડ્યુટી ચાર્જ કરવામાં આવતી હતી. જો રેડી રેક્નર-રેટ વધારે હોય તો સરકાર એ પ્રમાણે સ્ટૅમ્પ-ડ્યુટી ચાર્જ કરતી હતી, પરંતુ હવે માત્ર માર્કેટ-રેટ પ્રમાણે ગણતરી કરવાની હોવાથી જે ભાવે ફ્લૅટ ખરીદવામાં આવે એ ભાવ પ્રમાણે સ્ટૅમ્પ-ડ્યુટીની ગણતરી કરવામાં આવશે. એથી ૭૫૦ સ્કેવર ફીટનો ફ્લૅટ ખરીદવામાં આવે તો ખરીદનારે સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવવાની રહેશે.ઘર ખરીદનાર બિલ્ડર પાસેથી અથવા રીસેલમાં ફ્લૅટ ખરીદે એની રકમ ઉપરાંત વધારામાં સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશન-ફી ચૂકવે છે. એ ફ્લૅટની માલિકીનો સત્તાવાર ડૉક્યુમેન્ટ ગણાય છે. સરકારની નવી પૉલિસી પ્રમાણે EWS, LIG અને MIGના રહેઠાણોના વેચાણ પર સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશન-ફીના દર વ્યવહારુ બનાવવામાં આવ્યા છે.

એના દર માર્કેટ-રેટના અનુસંધાનમાં એક ટકો, બે ટકા અને ત્રણ ટકા નક્કી કરવામાં આવતાં EWS, LIG અને MIGના રહેઠાણો દ્વારા સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશન-ફીની રકમનો ફાળો વધવાની ધારણા રાખવામાં આવે છે.હાઉસિંગ ડિપાર્ટમેન્ટના માપદંડ પ્રમાણે રહેઠાણોમાં ૨૫ ચોરસ મીટરના EWS, ૨૫ ચોરસ મીટર (આશરે ૨૭૦ સ્ક્વેર ફીટ)થી વધારે અને ૫૦ ચોરસ મીટર(આશરે ૫૪૦ સ્ક્વેર ફીટ)થી ઓછા ક્ષેત્રફળના LIG  અને ૫૦ ચોરસ મીટરથી વધારે અને ૭૦ ચોરસ મીટર (આશરે ૭૫૦ સ્ક્વેર ફીટ)થી ઓછા ક્ષેત્રફળના MIGના ગણવામાં આવ્યા છે.સરકારી અધિકારીઓ માને છે કે નવી પૉલિસીમાં મોટી બાબત એવી છે કે સ્ટૅમ્પ-ડ્યુટીના દર વિશે કોઈ અસ્પષ્ટતા નહીં રહે. અગાઉ સ્ટૅમ્પ-ડ્યુટીની દરેક ચુકવણી રેડી રેક્નર-રેટ પ્રમાણે કરવાની રહેતી હતી. પહેલાં એવું હતું કે એક કરોડ રૂપિયાની કિંમતે ફ્લૅટ ખરીદવામાં આવ્યો હોય અને રેડી રેક્નર-રેટ એની કિંમત દોઢ કરોડ રૂપિયા દર્શાવે તો ખરીદનારે રેડી રેક્નર-રેટની પાંચ ટકા રકમ સ્ટૅમ્પ-ડ્યુટીરૂપે ચૂકવવાની રહે છે, પરંતુ હવે દરેક ખરીદનારે જે કિંમતે ફ્લૅટ ખરીદ્યો હોય એના એક, બે અથવા ત્રણ ટકાના દરે સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવવાની રહે છે.

એક વાર નવી પૉલિસી અમલી બને પછી ચ્ષ્લ્ના ફ્લૅટ માટે એક કરોડના એક ટકા એટલે એક લાખ રૂપિયા, ન્ત્ઞ્ના ફ્લૅટ માટે બે ટકાના આધારે બે લાખ રૂપિયા અને MIGના ફ્લૅટ માટે ત્રણ ટકાના આધારે ત્રણ લાખ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી ભરવાની રહેશે. જોકે રજિસ્ટ્રેશન-ફી માત્ર ૧૦૦૦ રૂપિયા રાખવામાં આવશે.આ સેક્ટરના એક્સપર્ટ જણાવે છે કે સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશન-ફી ઘર ખરીદનારા પર એક બોજા સમાન છે અને એમાં ઘટાડો થાય તો એ ફ્લૅટ બાયરને રાહતરૂપ રહેશે.ડ્રાફ્ટ હાઉસિંગ પૉલિસી રાજ્યના ગૃહ નિર્માણ વિભાગના પ્રધાનને સુપરત કરવામાં આવી છે. એ પૉલિસી કૅબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. સ્ટેટ હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાએ કહ્યું હતું કે ‘આ પૉલિસી અમને મળી છે અને એનો અભ્યાસ થઈ રહ્યો છે. એની કૉપી તમામ વિધાનસભ્યોને મોકલવામાં આવી છે.’

કૅટેગરી અને એનો કાર્પેટ એરિયા

કૅટેગરી          કાર્પેટ એરિયા

EWS    ૨૫ સ્ક્વેર મીટર (આશરે ૨૭૦ સ્ક્વેર ફીટ)

LIG    ૨૫થી વધુ, પણ ૫૦ સ્ક્વેર મીટર (આશરે ૫૪૦ સ્ક્વેર

    ફીટ)થી ઓછી

MIG    ૫૦થી વધારે પણ ૭૦ સ્ક્વેર મીટર (આશરે ૭૫૦ સ્કેવર

    ફીટથી ઓછી)

HIG    ૭૦ સ્ક્વેર મીટરથી વધારે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy