દશેરાએ ઘરનું પઝેશન લેવાના હો કે ગૃહપ્રવેશ કરવાના હો તો કેવી વિધિ કરશો?

ઘણા લોકો તહેવારો દરમ્યાન ઘર ખરીદીને ઇન્વેસ્ટ કરવાનું પસંદ કરે છે. સાચા ગ્રાહકો આ શુભ સમયનું મહત્વ સમજે છે અને દશેરા કે દિવાળીના દિવસે જ નવા ઘરનું પઝેશન લે છે અથવા એમાં શિફ્ટ થઈ જાય છે જેથી તહેવારની ઉજવણી તેઓ આનંદથી કરી શકે.



નવા ઘરનું પઝેશન મળે કે તરત લોકો ગૃહપ્રવેશ અથવા કળશપૂજન કરાવતા હોય છે. પ્રણાલી અનુસાર તમે નવા ઘરમાં શિફ્ટ થાઓ, તમારી ઘરવખરીની એક પણ ચીજ નવા ઘરમાં મૂકો એ પહેલાં કળશપૂજન કરાવવાનું હોય છે. પ્રણાલિગત એવી પણ માન્યતા છે કે પૂજા કરાવીને તમે ઘરને પવિત્ર બનાવો એ પછી ઘર મહેમાનોને જ નહીં, દેવ-દેવીઓને પણ આકર્ષક લાગે છે. આપણે હંમેશાં આપણા વ્યક્તિત્વ અને અનુભવો અનુસારનું ઘર લેવા મથતા હોઈએ છીએ. ઘરના શણગારમાં ભલે આપણે એને આધુનિક ઓપ આપીએ, પરંતુ અમુક વિધિઓ આપણે જરૂર પાળીએ છીએ.

ગૃહપ્રવેશ સાથે સંકળાયેલી અમુક વિધિ


વિધિ દરમ્યાન કુદરતનાં પાંચ મળૂભૂત તત્વોનું પૂજન કરો. આ માટે પાણીના પ્રતીક તરીકે દૂધ; હવાના પ્રતીક તરીકે અગરબત્તી; પુષ્પો, અગ્નિ અને અવકાશના પ્રતિનિધિત્વ માટે ઘંટનાદ આ બધાનું મિશ્રણ કરીને જ્યારે એ દૈવી તાકાતને ઑફર કરવામાં આવે ત્યારે એ જગ્યામાં રહેતા પરિવારને નિશ્ચિતપણે સુરક્ષા, સુખ અને સંપત્તિ મળે છે.

ગૃહપ્રવેશ-પૂજાના દિવસે ઉપવાસ કરવાનું હિતાવહ છે.

પૂજા પહેલાં સ્નાન કરો અને ઘરને તોરણથી શણગારો.

ચારે તરફ પવિત્ર પાણી છાંટ્યાં પછી તંદુરસ્તી, સંપત્તિ અને સુખ માટેની પ્રાર્થના કરવામાં આવે છે. આ વિધિ કરવાથી ઘરમાં જો કોઈ દુષ્ટ આત્મા કે નેગેટિવ એનર્જી હોય તો એ દૂર થાય છે અને સુખ, સંપત્તિ તથા આરોગ્ય પ્રસ્થાપિત થાય છે.

ત્યાર પછી મંત્રોચ્ચાર, શ્વોકોચ્ચાર તથા હવનના ધુમાડાથી ઘરમાંની દુષ્ટ શક્તિઓને શાંત કરવા ગૃહપ્રવેશ-પૂજન થાય છે. આ પૂજાથી ગ્રહો પણ શાંત થાય છે.

ત્યાર પછી ઘરની ગૃહિણી દૂધ ઊભરાય ત્યાં સુધી એને ગરમ કરે છે. આ વિધિ કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વિપુલ માત્રામાં આવે છે.

એ દૂધ પરિવારના સભ્યો પીએ છે, જે પરિવારજના વચ્ચેના સારા કે ખરાબ સમયના સંપને મહત્વ આપે છે.

બધા જ મહેમાનો અને સગાંસંબંધીઓને પ્રસાદ તરીકે પંચામૃત (દૂધ, ઘી, દહીં, મધ અને ખાંડનું મિશ્રણ) આપવામાં આવે છે.

આ વિધિ પછી મહેમાનોને જમાડવામાં આવે છે.

આ સમારંભ યોજાયા પછી તરત જ પરિવારે એ ઘરમાં રહેવા આવી જવું જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK