પબ્લિક પ્રોજેક્ટ માટે પોતાનો પ્લૉટ આપશો તો TDRમાં ૫૦થી ૧૦૦ ટકાનો વધારો મળશે

શહેરી વિસ્તારમાં જાહેર પ્રોજેક્ટો માટે અનામત રાખેલા હજારો હેકટર જમીનના પ્લૉટના ડેવલપમેન્ટને મોટું પ્રોત્સાહન મળે એવા પગલામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિકાસ માટેના નિયમો હળવા બનાવી ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (TDR) માટે આકર્ષક પ્રોત્સાહનો જાહેર કરે એવી શક્યતા છે. જો નવા નિયમો અમલમાં આવે તો જે લોકો તેમની જમીન પબ્લિક પ્રોજેક્ટો અને  સુવિધાઓ માટે આપવા માગતા હોય તેમને TDRમાં૫૦થી ૧૦૦ ટકાનો વધારો આપવામાં આવશે, અથવા બેની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI)  મળશે.શરદ વ્યાસ


નિયમોમાં આ સુધારો ગમે ત્યારે જાહેર કરવામાં આવે એવી વકી છે. નિયમોમાં આ બદલાવને કારણે જમીનના માલિકોને હાલમાં જાહેર થયેલા લૅન્ડ ઍક્વિઝિશન, રીહૅબિલિટેશન ઍન્ડ રિસેટલમેન્ટ કાયદા હેઠળ મળતા વળતરની સરખામણીએ ઘણો વધુ ફાયદો થશે. આ કાયદા પ્રમાણે ગ્રામીણ  વિસ્તારોમાં બજારભાવથી ચાર ગણું અને શહેરી વિસ્તારમાં બજારભાવથી બમણું વળતર મળે છે. મુખ્ય પ્રધાન દ્વારા પ્રેરિત આ નવા નિયમોને લીધે શહેરી કૉપોર્રેશનો હેઠળ અકોમોડેશન રિઝર્વેશન પૉલિસી હેઠળ ખાનગી પ્લૉટોને હસ્તગત કરવાનું સરળ થઈ પડશે, આ પૉલિસીમાં હાલમાં જાહેર સવલતો જેવી કે માર્કેટ, નર્સિંગ હોમ, લાઇબ્રેરી બાંધવા માટે ખાનગી પ્લૉટો હસ્તગત કરવામાં આવે છે.

TDR નિયમોમાં આ ફેરફારથી સરકાર આશા રાખે છે કે બજારમાં સ્થિરતા આવશે અને ખાનગી માલિકોને પ્રોત્સાહન મળશે, જેઓ પૂરતા વળતર વગર સરકાર જમીન હસ્તગત કરે એવા ડર નીચે જીવી રહ્યા છે. આ નિયમોમાં હળવાશનો ભૂતકાળમાં થોડા બિલ્ડરો જૂથ બનાવી બજારને નિયંત્રિત કરે એવો ગેરઉપયોગ થતો અટકાવવા સરકાર TDRને શ્રેણીબદ્ધ કરી એને બજારના રેડી રેક્નર દર સાથે સાંકળશે.

સરકારનું આ પગલું એવા સમયે લેવાઈ રહ્યું છે જ્યારે એવા સમાચારો મળે છે કે સરકારી કૉર્પોરેશનો પાસે મોટી માત્રામાં જમીન ખરીદવા માટે પૂરતાં નાણાં નથી. વધુમાં હવે લૅન્ડ ઍક્વિઝિશન ઍક્ટ સામાન્ય રીતે આકર્ષક વળતર આપી રહ્યો છે એવી પરિસ્થિતિમાં રાજ્યની સુધરાઈઓ (જેમાં મુંબઈની સુધરાઈ પણ સામેલ છે) એમને ખાનગી માલિકો પાસેથી જમીન ખરીદવાની ઘણી તકો મળે એમ લાગી રહ્યું છે. મહારાષ્ટ્ર રીજનલ ટાઉન પ્લાનિંગ ઍક્ટ મુજબ સરકારે જમીન ખરીદવાની પર્ચેઝ નોટિસ આપ્યા પછી ૧૨ માસમાં જમીન હસ્તગત કરવી જોઈએ નહીંતર માલિકને આ જમીન પાછી મળે છે અને જમીનની અનામતતા રદ થાય છે. લૅન્ડ ઍક્વિઝિશન ઍક્ટ આવ્યા પછી મુંબઈ સુધરાઈ અનામત પ્લૉટ પોતાનો દાવો ઠોકવા ઘણા જમીનમાલિકો આવશે એવી ધારણા રાખે છે.

રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘લૅન્ડ ઍક્વિઝિશન ઍક્ટ આવ્યા પછી TDRને આકર્ષક બનાવવું સલાહભરેલું છે, નહીંતર મોટા ભાગના જમીનમાલિકો લૅન્ડ ઍક્વિઝિશન ઍક્ટ હેઠળ પોતાની જમીન આપવી પસંદ કરશે, જેને માટે સુધરાઈઓ પાસે પૂરતાં નાણાં નથી.’ એક અંદાજ પ્રમાણે મુંબઈ સુધરાઈ પાસે ૫૨.૫૩ લાખ ચોરસમીટર જમીન અનામત છે, જેને હસ્તગત કરી ડેવલપ કરવાની બાકી છે અને લગભગ ૮૧ ટકા જમીન જે અનામત માટે રિઝર્વ રાખવામાં આવી છે એને સુધરાઈએ અત્યાર સુધી હસ્તગત અથવા ડેવલપ કરી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK